*પંડિત દીનદયાળ ઉપાધ્યાય*
પુણ્યતિથિ : ૧૧ ફેબ્રુઆરી ૧૯૬૮
🔸️દસમા ધોરણ અને ઈંટરમીડિએટ પરીક્ષામાં *બોર્ડમાં પ્રથમ*.
🔸️બી.એ, એમ.એ પ્રથમ શ્રેણીમાં ઉત્તિર્ણ. પ્રશાસનિક પરીક્ષા પાસ કરનાર.
🔸️ RSSના પ્રચારક, ચિંતક, કુશળ સંગઠનકર્તા.
🔸️ભારતીય જનસંઘના અધ્યક્ષ
🔸️ *રાષ્ટ્રધર્મ, પાંચજન્ય, સ્વદેશ* જેવી પત્ર-પત્રિકાના પ્રારંભમાં સહયોગી.
🔸️સનાતન વિચારધારાને યુગાનૂકુલ પ્રસ્તુત કરનાર.
🔸️ *એકાત્મક માનવ દર્શન* ના પ્રણેતા.
🌞 એકાત્મ માનવ દર્શન એક એવું દર્શન છે કે જે મનુષ્યનો વિચાર કેવળ *'આર્થિક માનવ'* ના એકાંગી દૃષ્ટિકોણથી ન કરતાં, જીવનના બધા પાસાનું તથા એવા માનવનું અન્ય માનવો તેમજ માનવેતર સૃષ્ટિની સાથે પરસ્પરપૂરક એકાત્મ સબંધોને પણ ધ્યાનમાં લઈ *સમૃદ્ધિ, સુખી તેમજ કૃતાર્થ જીવનની દિશા* દર્શાવે છે.
🌞 *એકાત્મ માનવ દર્શન ભારતીય સંસ્કૃતિનું જીવનદર્શન* છે. ભારતીય સંસ્કૃતિ એકાત્મવાદી છે, એટલે કે શરીર,મન,બુદ્ધિ તેમજ આત્માથી યુક્ત; ધર્મ,અર્થ,કામ અને મોક્ષની ચતુર્વિધ પુરુષાર્થોની સાધના કરવાવાળા અને એક સાથે જ પરિવાર,જાતિ,રાષ્ટ્ર તેમજ માનવ-સમાજ વગેરે _વિવિધ એકાત્મ સમષ્ટિઓનું પ્રતિનિધિત્વ કરવાની ક્ષમતા રાખવાવાળો_ *માનવ* આ *દર્શનનું કેન્દ્રબિંદુ* છે.
👉🏽👉🏽પશ્ચિમી દેશોમાં માનવતાવાદના નામ પર અનેક વિચારધારાઓ પ્રચલિત છે. પરંતુ તેમાંથી અધિકાંશ વિચારધારાઓ *કેવળ ભૌતિકવાદી* છે, આથી તે *માનવ-કલ્યાણની દ્રષ્ટિથી સફળ નથી* થઈ.
*એકાત્મવાદી સંસ્કૃતિના આપણી સૌ વાહકો ધર્માધિષ્ઠિત માર્ગે સમુત્કર્ષના શુભસંકલ્પને ફળીભૂત કરી, નિઃશ્રેયસના અધિકારી બનીએ... તે જ પં.દીનદયાળજીને સાચી શ્રદ્ધાંજલિ*.🙏🌸
🌷 *એકાત્મતાની સંસ્કૃતિ~હિન્દુ સંસ્કૃતિ* 🌷
*સમષ્ટિના હિતની સારી સચોટ માહિતિ જાણવા માટે* .... https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s ...વ્હોટસ એપ ચેનલને ફોલો કરશો અને કરાવશો.🙏