રાખું છું...
ભુલીને સૌ ભેદભાવ, હોળીનો એક, ખયાલ રાખું છું,
રંગે જે ખુદને પ્રેમ માં, એ ગુલાબી ગુલાલ, રાખું છું!
ક્રોધ નાં પીળા, અને લાલ રંગને, મુઠ્ઠીમાં રાખું છું,
શાંતિ લાવે ચિરકાળ, એ, સફેદ રંગને પાસ, રાખું છું!
હરિયાળા એ લીલા રંગની, ગઝલ ખાસ, રાખું છું,
દિલને ગમી જાય એવાં, શબ્દો સુંવાળા લાલ, રાખું છું!
રંગોળી લાગણીઓની, ફાગણિયા રંગથી પુરી, રાખું છું,
ખુદને જે ગમે, એ રંગ, “ચાહત”નો, દિલમાં ખાસ, રાખું છું!!
💕ચાહત💕
(Neha Desai)
#HappyHoli