સિંદૂરી બની ધરા ને ખીલ્યો ફાગણીયો ફાગ,
પ્રેમના સાત રંગો હતા ના ભાયે લાલ ગુલાલ...
ના સ્પર્શ્યો ના અડ્યો છતાં મુજ અંતરે ભળ્યો,
શાશ્વતી આસમાની રંગ તારો ના ભાયે લાલ ગુલાલ..
જોને શમણું ઓઢાડી પ્રીતનું હકીકતે હું અજાણ!
આંખે કંકુ કેરો રંગ સિંદૂરી ના ભાયે લાલ ગુલાલ..
ના તથ્ય, ના સત્ય, ના કથ્ય હું જાણું એક તુજને,
પ્રીતનો રંગ સૌથી પરેહ મોહે ના ભાયે લાલ ગુલાલ..
વિચારોના વૃંદાવનમાં હતો ભ્રમ કે હતી ભ્રમણા,
દર્શ રંગાઈ શ્યામ રંગની માયામાં ના ભાયે લાલ ગુલાલ..
#Happyholi
Darshana Radhe Radhe