શબ્દ સાંભળતા હોળી
બાળપણ યાદ આવી જાય છે
રંગભરી પીચકારી તો હશે
એ ઉપાધી વગરના રંગો ક્યાંથી આવશે
એ નિર્દોષ ભાવ ક્યાંથી આવશે
કાલીઘેલી અદાઓ ક્યાંથી આવશે
મમરા ધાણી ચણા ખજૂર છે બધું
એ હાવડાનુ ગળપણ ક્યાંથી આવશે
પ્રહલાદ બેઠો હોળીની ગોદમાં
એ બચપણ ક્યાંથી આવશે...
-ક્રિષ્વી
#HappyHoli