રંગ બદલતો માનવી, શરમાવે કાચિંડાને,
ધૂળેટીનાં દિવસે રંગ લગાવે બીજાને,
જોય પોતાનો ફાયદો એ,
કોનો સંગ સારો, કોનો નુકસાનકારક...
મનાવે ધૂળેટી એ સ્વાર્થના રંગોની,
લગાવે કલંક એ રંગોના આ પર્વને...
કેમ કરી જાણવું આ માનવ મનને,
છે રંગો હજારો એનાં આ મનમાં...
#HappyHoli