આમ તો મારી દરેક વાત અનુભવ સાથે સંકળાયેલી હોય છે.. અધ્યાત્મ દરેક ના જીવન સાથે જોડાયેલું જ છે પણ ખ્યાલ નથી હોતો..
એક સત્ય ઘટના
આજ થી થોડા વર્ષો પહેલા મને પથરી થયેલી(જે કોઈ પણ દવા વગર મેં માત્ર બેસી રહી ને મટાડી, ખૂબ જ મોટી હોસ્પિટલ ના યુરોલજીસ્ટ પણ હેરાન થઈ ગયા કેમકે એ હંમેશા કહેતા ઓપરેશન કરાવો બાકી ગમે ત્યારે 108 માં આવવું પડશે) અને એ પણ 17 MM ની અને મારું મન જાણે છે કે શું દુખાવો થાય.. પ્રસુતિ ની પીડા પછી આ બીજા નંબર નો દુઃખાવો છે.
જ્યારે દુઃખાવો થાય ત્યારે #ઈસુ મને બહુ યાદ આવતા..
જ્યારે એને શૂળી એ ચડાવી રહ્યા હતા ત્યારે એ બોલ્યા "હે ઈશ્વર આ તું શું કરાવે છે હું તારો દૂત અને આ લોકો આવો વ્યવહાર મારી સાથે કરે ?"
અને બીજી જ ક્ષણે તેઓ બોલ્યા " હે ઈશ્વર મને માફ કરજે, હું બહેકી ગયો હતો.. તું જે કરે એ યોગ્ય જ હોય કેમકે હું તારા કરતા વધુ નથી જાણતો....."
આ વાત યાદ કરી ને હું પેટ પકડી ને પડ્યો રહેતો અને સમય જતો રહેતો અને હું નોર્મલ થઈ જતો...
આ ઘટના ની ઊંડી અસર એવી થઈ કે મારા શહેર ના 3 નામાંકિત ડોક્ટરો એ મારા પિતાજી ને કહ્યું કે આમને દવા ની જરૂર નથી આમને ઘરે લઈ જાવ, જેમ છે એમ રહેવા દો...
ખરેખર આ અવતાર ની આ ઘટના નો મારા જીવન માં બહુ મહત્વ નો ફાળો રહ્યો છે... જ્યારે એમ લાગે કે આમ થવું જોઈતું હતું ત્યારે તરત યાદ આવે કે " હે ઈશ્વર તું જે કરતો હોય એ યોગ્ય જ હોય, હું તારા કરતા વધુ નથી જાણતો........"
#ઈસુ