કાયમ દિવાળી
સંગાથ એની લાગણી કાયમ દિવાળી.
રાખે સદાયે ખાનગી, કાયમ દિવાળી.
ભૂલી શકો નાતો તમે સ્નેહી બનીને?
શૈલી હવે એ આગવી, કાયમ દિવાળી.
માનીશ તારી જીદ પણ ખોટી નહીં હો,
પૂરી થશે ત્યાં માંગણી, કાયમ દિવાળી.
ભૂલાય જો રસ્તો કદી મંજૂર છે પણ,
પકડીશ તારી આંગળી, કાયમ દિવાળી.
મરજી બધી તારી કબૂલી એટલે તો,
આંખે ચડી છે સાદગી, કાયમ દિવાળી.
સાથી બની સ્વીકાર કરજે વાત મારી,
વ્હાલમ લતા થૈ પાંગરી કાયમ દિવાળી.
ભાગી શકે તો ભાગ લે તક આપી આજે,
પાછું વળી જો આદમી, કાયમ દિવાળી.©
ગાગાલગા ગાગાલગા ગાગાલગાગા
"કાજલ"
કિરણ પિયુષ શાહ
૦૪/૧૧/૧૮