Quotes by Hemant pandya in Bitesapp read free

Hemant pandya

Hemant pandya Matrubharti Verified

@hemantchayayahoo.com134011
(157.3k)

વાત ખુદની હોય કે અન્ય ની કયા સુધી આ શુખ દુઃખ ની અનુભૂતિ માં પડ્યો રહું ભગવંત? દયા કરૂણા ની તો ભરતી આવે હદયનો સાગર છલકાઈ આશું ઉભરી આવે, પણ હે ભગવંત ક્યાં સુધી આ રમત તું મને રમાડીશ?
આ પીંજરામાં પુરાયેલો જીવ ખુબ મુઝાય છે, મને મુક્ત ગગન જોઈએ,
મુક્ત કર મને ભગવંત, મને પીજરૂં નહીં મુક્ત ગગન જોઈએ
- Hemant pandya

Read More

જ્યારે શીવ પદજ સત્ય છે સાસવત છે, તો બીજું બધું ક્ષણ ભંગુર નાશવંત
જેટલી ચાવી ભરી રમકડાંમાં એટલું જ ચાલશે, ન એથી ઓછું ન અધીક,
ચલાવનારો શીવ છે, તું માત્ર નીમીત બની સહારો બન જીવ માત્ર નો, જીવન સફર કોઈનો સુમસાન ન ભાષે, કોઈ જીવનમાં ખુદને એકલું અટુલું ન મહેસૂસ કરે, બની શકે તો વીસામો બન
- Hemant pandya

Read More

માણસને માત્ર આશ જીવાડે છે, આશ મરી માણસનું જીવન ખતમ,
કોઈ મુજ પર આશ રાખી બેસેલ હોય તો હું કેવીરીતે કોઈની આશ મારી તેને મરવા દઉં?
જો એની દીશા સહી હોય તો તેને શક્ય તેટલી યથા શક્તિ નીમીત માત્ર બની મદદ, અને દીશા ભુલ્યા ને સહી દીશા બતાવવી એ મારી ફરજ છે
- Hemant pandya

Read More

કયા સુધી આ દેખાવ ચાલશે?
હતું એવું કશુંજ રહેતું નથી, સારૂં ખરાબ તો માત્ર મનની અનુભુતી છે,
અને બીજા બધા હું પદ ના ભાવ
જે હું પદ ત્યજી શો..હમ ધારણ કરે છે, આદેશ લે છે
એજ પુર્ણતા ને પામે છે,
ગુરૂ વીના જ્ઞાન ન હોવે..
ગુરૂ વીના ન સુજ પાવે,
ગુરૂ ની ગતી વીના માત્ર જીવને અધોગતિ જ મળે છે, જીવ આમ તેમ અવળોજ ભટકે છે
- Hemant pandya

Read More

તમે કોને છેતરો છો? ખુદને કે અન્ય ને?
બસ જીવને મનાવવાના પ્રયાસ માત્ર કરો છો, માત્ર જીવને મનાવવાના, જો સંતૃષ્ટ હોય જીવ તો તેને કોઈજ દેખાવ ની જરૂર જ ન હોય. પણ તમો ગુણી જીવ ને કંઈ કહેવા કરતાં મૌન શ્રેષ્ઠ ઉપાય છે.
બાકી પુર્ણ હોય તે શાંત હોય અપુર્ણ હોય તે ...? સમજી ગયા? જેમાં અપુર્ણતા એના દેખાવ વધુ હોય
- Hemant pandya

Read More

સમય તું શું મારૂં પારખું કરે? મે તો કદી તારી પરીક્ષા નથી કરી,
તું બદલાયો પણ હું એનો એજ
અડીખમ ઉભો
આવ્યા અઢળક વંટોળ વાદળ વાવાઝોડા બાઢ
પણ હું અડીખમ ઉભો
તે બધું છીનવી ને પણ જોયું.. છતા જો હું ફરી બેઠો થઈ અડીખમ ઉભો..
સમય તું શું મારૂં પારખું કરે? મે તો કદી તારી પરીક્ષા નથી કરી,

- Hemant pandya

Read More

મને સાફ સાફ દેખાય છે ભગવંત
તારી બનાવેલ માણસ જાત કેટલી અધીરી બની છે,
કાળ માથે ફરે છતા કાલની ચીંતા માં કેટલી નઠારી બની છે,
વીવશ બેચારી ભાષતી છતા કંઈક છું એવા ઢોંગ કરતી ખડી છે..
કેવા કેવા નસામા ચુર બેભાન ખડી છે,
કામ ક્રોધ લાલચ લોભ થી વધુ હું નામનું ગ્રહણ લાગી ગયું છે, ચારે બાજુ થી ખવરાઈ રહી ખતમ થઈ રહી છે, તો પણ ખુદને મહાન બતાવવાની પડી છે
- Hemant pandya

Read More

જયા કુદરત આગળ વીવશ લાચાર કોઈ માણસ જાત દેખાય છે , ત્યાં મને માત્ર ને માત્ર માનવતા દાખવવી એજ મારો સાચો ધર્મ મનાય છે
- Hemant pandya

Read More

હે અંતર્યામી હું શું ચાહું છું? તું બધું જાણે છે છતા તને કહીએ અરજ કરીએ તો તને વધુ પસંદ છે
તો લે આજે અરજ કરૂં છું
ધન દોલત એશો આરામ માલ મીલકત ગાડી બંગલો, શુખ શાંતી... ના આમાંથી કશું જ નહીં
સીધ્ધી શક્તિ ન માન મોભો ના ઈજ્જત ના મુક્તિ..
તો મને શું જોઈએ ભગવંત?
મને જોઈએ હે કરૂણા નીધાન "નીર્વાણ" મોક્ષ
અને તારી બનાવેલ યોગની દુનિયામાં હે મહા યોગી શીવપરમાત્મા તારી પાસે સ્થાન, પણ મારા એકલાનું નહીં,મને માન નાર ચાહનાર હરેક માટે... માંગ થોડી મોટી છે, પણ તારા માટે મોટી ન કહેવાય.. તારા તથાસ્તુ નો ઈંતજાર ભગવંત..ઓમ શાંતિ..શીવાય શો..હમ..શીવ ઘણી

Read More

બાણથી મારેલ તીર કરતાં શબ્દો ના મારેલા તીર ખુબ પીડા દાયી હોય છે, કારણકે બાણ થી છોડેલ તીર માત્ર શરીરને ધાયલ કરે છે, જયારે શબ્દો ના તીર રદય અને આત્મા બંનેને
- Hemant pandya

Read More