વર્તુળ
કહેતું એક વર્તુળ દુનિયાને આજે,
કહેતાં લોકો વર્તુળ એટલે ગોળ.
કેમ સમજાવું એમને હું નથી માત્ર ગોળ.
ગોળ તો રહ્યું સીધું સાદું,
ને હું વિશેષતાઓથી ભરપૂર.
દોરી શકો મને ત્યારે જ,
લીધી જો હોય મારી ત્રિજ્યા બરાબર!
જો ન આવડે પકડતા પરિકર બરાબર,
હું દેખાઉં અમીબા જેવું😃
બમણી મારી ત્રિજ્યા બનાવે મોટો વ્યાસ!
લંબાઈ મારી મોટું પરિંઘ,
વ્યાસ કરે કટકા એનાં.
આવતાં વ્યાસ મારામાં,
વહેંચાઈ જાઉં હું બે ભાગમાં.
નથી રહ્યું હું વર્તુળ હવેથી,
બની ગયું બે અર્ધવર્તુળ.
ચાપ મારી જબરદસ્ત,
કરતી મદદ શોધવાને ક્ષેત્રફળ વૃત્તાંશનું!
પણ જો થઈ જાય બે સરખાં કટકા,
આ વ્યાસનાં, તો ન રહે એ વ્યાસ,
બની જાય એ તો ત્રિજ્યા!
ગમે ત્યાંથી શરુ કરે કોઈ,
માપવાનું મારું માપ,
મળશે એને આ માપ 360" સદાય.
સમાઈ જાય જો કોઈ ચતુષ્કોણ મારામાં,
રહેતો ન એ સામાન્ય ચતુષ્કોણ!
બની જતો એ ચક્રીય ચતુષ્કોણ.
બદલાઈ જતી એની વિશેષતાઓ,
સંગ લાગતાં જ મારો એને!
કરતી ઘેરાવો મારી બે ત્રિજ્યા જ્યારે,
સાથે મળીને ચાપની,
થતો ઉદય બે વૃત્તાંશનો!
મોટો વૃત્તાંશ કહેવાય ગુરુવૃત્તાંશ,
ને નાનો બનતો લઘુવૃત્તાંશ!
જોડાતી જ્યારે આ ત્રિજ્યાઓ,
એક નાનકડાં રેખાખંડ થકી,
થતું નિર્માણ એક સરસ વૃત્તખંડનું!
શોધવું મારું ક્ષેત્રફળ સરળ,
ને લંબાઈ તો એથીય સરળ!
મળે જ્યાં સ્પર્શકનો સાથ મને,
ઉડવા લાગું હું હવામાં જાણે.
હોય જો બિંદુ મારી અંદર,
મળતો ન ક્યાંય આ સ્પર્શક.
હો જો બિંદુ મારી ઉપર,
મળતો એક માત્ર સ્પર્શક મને.
પણ જો હોય કોઈ બિંદુ બહારનું,
હું તો થઈ જાઉં ખુશખુશાલ.
મળે મને બે એકસરખાં સ્પર્શકો.
આવતાં જો આ સ્પર્શકો,
મળવા મારા વ્યાસને,
સ્પર્શ થતાં જ એમનો વ્યાસનાં અંત્યબિંદુઓને,
થઈ જતાં બંને સ્પર્શકો સમાંતર.
શું કરું પ્રશંશા હું પોતાની,
મારી તો છે મહત્તા જ કંઈક અલગ!
હું છું બસ એક ખૂણા વગરનું વર્તુળ.