ક્યારેક વધારે ચાહ્યું હોય તે વ્યક્તિ બદલાઈ ગયેલું લાગે છે.
હા, લાગતું જ હશે, કેમકે
ચાહતમાં રહી છે, ઘેરી માદકતા.
જ્યારે તે પાસે હોય ત્યારે તે જે છે તે નહીં.
પરંતુ વિચાર ખુદનો જે કલ્પના કરે તે મુજબ.
વ્યક્તિ બદલાઇ છે, સમીપે રહીને ખુદનાં વિચારે.
થોડી દૂર રહી કે થઈ તો પણ બદલાઈ ખુદનાં મનનાં વિચારે.
બસ તો પછી તે વ્યકિતનો દોષ??
તેમ છતાં આરોપી બની! ઉભો અન્યનાં વિચારોનાં કઠેરામાં.
ન્યાયની આશાએ જ કે બસ વિચારો બદલાઈ.
વિચારો બદલાઈ અને મળે ન્યાય??
હા કેમ નહીં,
વિચારો બદલાઈ જવાથી તો વ્યક્તિ બદલાઈ ગયું તો એ જ વિચાર બદલવાથી કેમ ના બદલાય,,
અને આ ન્યાયથી,
બસ એક જ પળમાં બદલાઈ ગયું.
બસ કોઇપણ બદલો લીધાં વિના જીવન!!!