રોજરોજ ક્યાં આપણને ગમતું મળે છે ?
હોય સાવ સાચા તોય ક્યાં નમતું મળે છે ?
એ તો સોડમ પારખીને વખાણે છે રસોઈ,
બાકી અંદર ક્યાં કોઈપણ જમતુ મળે છે ?
સલામ ભરે છે આજકાલ તો આવતાં જતાં,
અહીં કારણ વિના કોણ અમસ્તું મળે છે?
મ્હોરા પહેરીને માનવતાના મળે છે સૌ કોઈ,
ક્યાં માણસાઈનું વર્તન કદી છલકતું મળે છે ?
વાતવાતમાં મંડાઈ જાય છે પરસ્પર હરકોઈ,
ના કોઈ વખતે એકબીજાને સમજતું મળે છે!
- ચૈતન્ય જોષી " દીપક" પોરબંદર.