Quotes by Chaitanya Joshi in Bitesapp read free

Chaitanya Joshi

Chaitanya Joshi

@chaitanyajoshi203050


શબ્દો ઉચ્ચારે આવો સદાશિવ.
ઉરના આવકારે આવો સદાશિવ.

હૈયું બન્યું નવનીત સરીખું,
સઘળે ભોલેનાથને દેખું.
નયન પલકારે આવો સદાશિવ...૧

દર્શનની અભિલાષા નિરંતર.
કૃપા‌ કરો હે‌ પ્રભુ શિવશંકર.
લોચન અશ્રુ સારે આવો સદાશિવ..૨

દોષો અમારા ‌ભોળાનાથ ભૂલો,
કરું છું આજ એકરાર ખુલ્લો.
અંતર આરાધે આવો સદાશિવ...૩

શરણાગતને સ્વીકારોને શંકર,
અંતરથી ના રાખો‌ હવે‌ અંતર.
ભક્ત સહારે આવો ‌સદાશિવ...૪

- ચૈતન્ય જોષી " દીપક" પોરબંદર.

Read More

વરસોના વરસો લગી આવ્યા કરે ‌જન્મદિન તમારો.
સહુ આપ્તજનો તો મનાવ્યા કરે‌ જન્મદિન
તમારો.

પામો શત શરદની આવરદા કુશળક્ષેમ સદા
રહીને,
ગીફ્ટ સાથે આશિષ વરસ્યા કરે‌ જન્મદિન
તમારો.

રહે ચહેરા પર ખુશી ‌સદાકાળ બિરાજી હરખાતી,
મુસ્કાનને હાસ્યમાં ફેરવ્યા કરે જન્મદિન તમારો.

મળે સફળતા હરડગલેને મનના ‌મનોરથ ફળનારા,
મધુ જબાને સ્નેહ છલક્યા કરે ‌જન્મદિન તમારો.

ઉતરે આશિષ ઈશ્વરના મન ચાહ્યું પામો‌ હરવખતે,
હેત હૈયેથી બસ ઊભરાયા કરે જન્મદિન તમારો.

-ચૈતન્ય જોષી ,"દીપક" પોરબંદર.

Read More

સાદ પાડું શંકર તમે આવજો રે.
આવીને કષ્ટોને નિવારજો રે.

અરજી ઉરની આશુતોષને‌ કરી.
રહ્યા પોકારી નયને‌ નીરને‌ ભરી.
મહામુસીબત મહાદેવ‌ મીટાવજો‌ રે..1

સેવક સ્નેહ ધરી‌ શિવને વિનવે,
મોડું કરશો ના હરજી‌ તમે‌ હવે.
લાજ‌ ભક્તોની‌ રાખવા પધારજો રે...2

એક આધાર મુજને‌ તમારો‌ છે,
હરડગલે‌ તમારો‌ સહારો છે.
ભોળાનાથ આવી ‌ભયને હરજો રે..3

- ચૈતન્ય જોષી ,"દીપક" પોરબંદર.

Read More

રોજરોજ ક્યાં આપણને ગમતું મળે છે ?
હોય સાવ સાચા તોય ક્યાં નમતું મળે છે ?

એ તો સોડમ પારખીને વખાણે છે રસોઈ,
બાકી અંદર ક્યાં કોઈપણ જમતુ મળે છે ?

સલામ ભરે છે આજકાલ તો આવતાં જતાં,
અહીં કારણ વિના કોણ અમસ્તું મળે છે?

મ્હોરા પહેરીને માનવતાના મળે છે સૌ કોઈ,
ક્યાં માણસાઈનું વર્તન કદી છલકતું મળે છે ?

વાતવાતમાં મંડાઈ જાય છે પરસ્પર હરકોઈ,
ના કોઈ વખતે એકબીજાને સમજતું મળે છે!

- ચૈતન્ય જોષી " દીપક" પોરબંદર.

Read More

મારી પાછળ અફસોસ ન કરશો, વીલ છે મારું.
કોઈ પ્રત્યે પણ તમે રોષ ન કરશો, વીલ છે મારું.

જેણે‌ સતાવ્યો છે મને તેને પ્રભુ સન્મતિ આપે,
એનો મનમાં તમે રોષ ન ‌ધરશો, વીલ છે મારું.

છીએ મુસાફર, આજ આવ્યાને કાલ જવાના,
કોઈની ભૂલોનો શબ્દકોશ ન કરશો, વીલ છે મારું.

નથી નફરત લેશમાત્ર દિલના કોઈ ખૂણે મારા,
કોઈ બદલો લેવાનું જોશ ન કરશો વીલ છે મારું.

કૈંક આવ્યાને કૈંક ગયા આ અવનીપટલે પૂર્વે,
મન ‌મોટુ રાખવામાં કિંગટોશ ન કરશો,વીલ છે
મારું.

- ચૈતન્ય જોષી " દીપક" પોરબંદર.

Read More

રોજરોજ તને સ્મરું છું તને ખબર છે ને?
રુપમાધુરી નૈનમા ભરું છું તને ખબર છે ને?

અનેકમાં એકને નિહાળવાની છે ટેવ મારી,
આખેઆખો તને વરુ છું તને ખબર છે ને?

આદત મારી તારી સાવ સરખી ભૂલવાની,
તને ભૂલવાની ભૂલ કરું છું તને ખબર છે ને?

નથી જતો મંદિરે કે કથા કીર્તનમાં કદીએ,
અંતરમાં આવકારી ઠરું છું તને ખબર છે ને ?

રે દ્વૈતની વાત હવે વારેવારે કોણ કરે પ્રભો !
ઐક્યમા જ રમતો ફરું છું તને ખબર છે ને?

- ચૈતન્ય જોષી "દીપક" પોરબંદર.

Read More

નથી મળવાનું જે એનો વસવસો નથી કરવો.
નથી જે કૈ આપણું એનો ભરોસો નથી કરવો.

શબ્દમાં જ એનો અર્થ હોય છે આવૃત્ત સદા,
દબાવી, નીચોવી કે વળ દૈને કશો નથી કરવો.

રહે છે સજ્જન બનીને સમાજની બીક થકી,
ભટકવું સારું એના ઘરે રાતવાસો નથી કરવો.

ખરીદી છે વસ્તુ નેવું રુપિયા ખર્ચીને પૂરેપૂરા,
ગરજવાનને વેચવા ભાવ સવા સો નથી કરવો.

પડ્યું છે હીર અંતરે એક દિન પ્રકાશવાનું છે,
વાહવાહી પામવા ખોટો તમાશો નથી કરવો.

-ચૈતન્ય જોષી. " દીપક" પોરબંદર.

Read More

વૃદ્ધાવસ્થામાં પત્નીનો રોલ.

આપે સાથ અને સહકાર.
ભલેને હોય જુદેરા વિચાર.
સાથે સંપીને ઊભય રહીએ,
આનાથી બીજું શું જોઈએ?

મનભાવન ભોજન જમાડે,
ક્યારેક અરીસો પણ દેખાડે.
અંતરની વાતો બંને કહીએ,
આનાથી બીજું શું જોઈએ?

રાખે મારા તનમનનું ધ્યાન,
આફતમાં સંભાળતી સુકાન.
મતભેદમાંય મંગલ‌ કરીએ,
આનાથી બીજું શું જોઈએ?

કામકાજમાં ના પાછી હટનારી,
ભલે ના ખમે તોય ખેમ રહેનારી.
ધર્મના વહેણમાં સદાય તરીએ,
આનાથી બીજું શું જોઈએ?

ચૈતન્ય જોષી " દીપક" પોરબંદર.

Read More

પ્રભુને પામવા કાજે હરિનો હાથ ઝાલો.
એને સમજવા કાજે હરિનો હાથ ઝાલો.

ઘણા લક્ષ્યો ધાર્યા આજતક મનસૂબાથી,
શાશ્વતને પૂરવા કાજે હરિનો હાથ ઝાલો.

વીતી ગઈ જિન્દગાની અવઢવમાં કેટલી,
દર્શન એના કરવા કાજે હરિનો હાથ ઝાલો.

લઈ લો પુણ્યપાથેય એ માર્ગે ચાલવાનું છે,
ભાથું ભવનું ભરવા કાજે હરિનો હાથ ઝાલો.

સંભાળી લેશે તને આપ્તજન જાણી એનો,
ભવસાગરને તરવા કાજે હરિનો હાથ ઝાલો.

- ચૈતન્ય જોષી "દીપક " પોરબંદર.

Read More

ના મુસીબત આપણી સૌને કહીએ.
હરડગલે બસ આપણે ગાતાં રહીએ.
સુખદુઃખ આવે સહજ સહુ સહીએ,
હરડગલે બસ આપણે ગાતાં રહીએ.

ગીત અમારું હશે હિંમત આપનારું,
હસતાં રમતાં એ આગળ વધારનારું.
ના રોદણાં રડીને કોઈને ના કહીએ,
હરડગલે બસ આપણે ગાતાં રહીએ.

વિજય ગીત અમારું પ્રાણ પૂરનારુ,
આફતને ટાળી વળી આગે ધપનારુ.
વહેતા વારિની જેમ વહેતાં રહીએ,
હરડગલે બસ આપણે ગાતાં રહીએ.

Read More