મારી પાછળ અફસોસ ન કરશો, વીલ છે મારું.
કોઈ પ્રત્યે પણ તમે રોષ ન કરશો, વીલ છે મારું.
જેણે સતાવ્યો છે મને તેને પ્રભુ સન્મતિ આપે,
એનો મનમાં તમે રોષ ન ધરશો, વીલ છે મારું.
છીએ મુસાફર, આજ આવ્યાને કાલ જવાના,
કોઈની ભૂલોનો શબ્દકોશ ન કરશો, વીલ છે મારું.
નથી નફરત લેશમાત્ર દિલના કોઈ ખૂણે મારા,
કોઈ બદલો લેવાનું જોશ ન કરશો વીલ છે મારું.
કૈંક આવ્યાને કૈંક ગયા આ અવનીપટલે પૂર્વે,
મન મોટુ રાખવામાં કિંગટોશ ન કરશો,વીલ છે
મારું.
- ચૈતન્ય જોષી " દીપક" પોરબંદર.