નથી મળવાનું જે એનો વસવસો નથી કરવો.
નથી જે કૈ આપણું એનો ભરોસો નથી કરવો.
શબ્દમાં જ એનો અર્થ હોય છે આવૃત્ત સદા,
દબાવી, નીચોવી કે વળ દૈને કશો નથી કરવો.
રહે છે સજ્જન બનીને સમાજની બીક થકી,
ભટકવું સારું એના ઘરે રાતવાસો નથી કરવો.
ખરીદી છે વસ્તુ નેવું રુપિયા ખર્ચીને પૂરેપૂરા,
ગરજવાનને વેચવા ભાવ સવા સો નથી કરવો.
પડ્યું છે હીર અંતરે એક દિન પ્રકાશવાનું છે,
વાહવાહી પામવા ખોટો તમાશો નથી કરવો.
-ચૈતન્ય જોષી. " દીપક" પોરબંદર.