વૃદ્ધાવસ્થામાં પત્નીનો રોલ.
આપે સાથ અને સહકાર.
ભલેને હોય જુદેરા વિચાર.
સાથે સંપીને ઊભય રહીએ,
આનાથી બીજું શું જોઈએ?
મનભાવન ભોજન જમાડે,
ક્યારેક અરીસો પણ દેખાડે.
અંતરની વાતો બંને કહીએ,
આનાથી બીજું શું જોઈએ?
રાખે મારા તનમનનું ધ્યાન,
આફતમાં સંભાળતી સુકાન.
મતભેદમાંય મંગલ કરીએ,
આનાથી બીજું શું જોઈએ?
કામકાજમાં ના પાછી હટનારી,
ભલે ના ખમે તોય ખેમ રહેનારી.
ધર્મના વહેણમાં સદાય તરીએ,
આનાથી બીજું શું જોઈએ?
ચૈતન્ય જોષી " દીપક" પોરબંદર.