પ્રભુને પામવા કાજે હરિનો હાથ ઝાલો.
એને સમજવા કાજે હરિનો હાથ ઝાલો.
ઘણા લક્ષ્યો ધાર્યા આજતક મનસૂબાથી,
શાશ્વતને પૂરવા કાજે હરિનો હાથ ઝાલો.
વીતી ગઈ જિન્દગાની અવઢવમાં કેટલી,
દર્શન એના કરવા કાજે હરિનો હાથ ઝાલો.
લઈ લો પુણ્યપાથેય એ માર્ગે ચાલવાનું છે,
ભાથું ભવનું ભરવા કાજે હરિનો હાથ ઝાલો.
સંભાળી લેશે તને આપ્તજન જાણી એનો,
ભવસાગરને તરવા કાજે હરિનો હાથ ઝાલો.
- ચૈતન્ય જોષી "દીપક " પોરબંદર.