દશેરા આવ્યા ને રાવણ જલ્દી ભાગ્યા રે,
રાવણ હાર્યા ને રામચંદ્ર જી જીત્યા રે.
સોનાની લંકા એની, થઈ ગઈ રાખ રે,
સત્યનો પંથ સદાય, રાખે છે સાખ રે.
આવ્યા દશેરા, પર્વ ઉત્સાહનું જોયું રે,
દુષ્ટતા ઉપર થયો, ધર્મનો દાવ જુવો રે.
નવરાત્રિની રાતો હવે થઈ જાય પૂરી રે
દીવડાની જ્યોત પ્રગટી, શુભ ઘડી આવી રે.
આકાશમાં તારલાઓ, ઝગમગ થાય રે,
સૌ ગુજરાતી હૈયે, આનંદ છવાઈ જાય રે.
ફાફડા જલેબી ખાવા, દશેરા માણવા રે,
મીઠાશનો સ્વાદ લઈને, ખુશીઓ લાવવી રે.
ચટણી ને મરચાં સંગે, જલેબીની મજા લેવી રે,
ગુજરાતીને જલસા ને ખાવાની મોજે મોજ રે.
દિલમાં ઉમંગ ભરીને, ભેગા મળીએ છીએ રે,
એકબીજાને હસીને, આનંદ વહેંચીએ રે.
સૌ દુઃખડાં દૂર થાય, સુખ આવે ઘેર રે,
આજે દશેરાના દિવસે, ખુશીઓનો ફેલાય રે.
- કૌશિક દવેના
દશેરા પર્વની આપ સર્વેને શુભકામનાઓ.,જય હાટકેશ ,હર હર મહાદેવ 🙏 🙏 જય અંબે 🙏