પાનું ઉથલાવ અને જો,
પ્રકરણમાં આગળ શું છે ?
એક-એક લીટીએ,
શબ્દે-શબ્દના મર્મની પાછળ તું છે.
વિષય બદલવા તારે પુસ્તક બદલવું પડશે, Nidhi
મારા ગમતાં સંગ્રહની તો બહાર જ રખડવું પડશે.
નાહકનો હેરાન થા માં,
અળગો થઈ તું આમ જા માં,
ખુલ્લાં આકાશ, ને સાથે મધુવન રાખ્યાં છે મેં,
કોઈના પિંજરે તું પોરો ખા માં.
ચારેકોર નજર ફેલાવ...
દુન્યવી ભ્રમજાળ શું છે ?
ક્યાંક અટકે તો... યાદ રાખજે...
"મારી રગેરગની આગળ-પાછળ તું છે."