બહું હાંફી જાય એટલે જરા વિસામો માંગે,
માણસ છે...જરા પડે એકલો,ત્યાં ભીડ માંગે,
નીકળી જાય સડસડાટ મંઝિલ સુધી સાગમટે,
ને પછી રસ્તે છુટેલા સંગાથોના જામીન માંગે,
નિરાંતનાં સપના કરવા પુરા,એ રાતોની રાત જાગે,
ને પછી નિરાંતનાં અજંપે,બે ઘડીની ઊંઘ માંગે,
મુકી દે દાવ પર દોસ્ત,પરિજન ને ક્યારેક ખુદને પણ,
હારી જાય સૌને,પછી જંગ જીત્યાનો તહેવાર માંગે,
રામ હોય કે હોય કૃષ્ણ,સદીઓનો એજ વહેવાર છે,
ઈશ્વર પણ બને જો માણસ,વીતેલી ક્ષણો ફરી એકવાર માંગે.
- નિર્મિત ઠક્કર