આનંદ છે ભીતર ,ઝરણું વહેતુ,
દુનિયા આખી માં ,ફરીને આવો.
બળતી છે આ , લંકા દુનિયાની,
મનડાને ઠારી , ત્યાં ઠરીને આવો.
ડૂબી ગયા છે, માયિક પદાર્થ માં
દરિયો અસંગ ત્યાં, તરીને આવો.
આંસું ઓની કિંમત , જાણે કોઈ,
હસતાં હસતાં ત્યાં, રડીને આવો.
દિલકશ કહાની,કફન તણી જ્યાં,
જીવંત આનંદ ત્યાં મરીને આવો.
-મોહનભાઈ આનંદ