Quotes by Thakor Pushpaben Sorabji in Bitesapp read free

Thakor Pushpaben Sorabji

Thakor Pushpaben Sorabji

@thakorpushpabensorabji9973


સવાર
વહેલી પરોઢે બોલ્યો રે મોરલો
સાથ પૂરે સાથે પેલી રે ઢેલડ!....
કૂકડો પણ ઝબકી જાગ્યો ને બોલ્યો,
સાદ સાંભળી તેતરને ટીટોડી રે બોલ્યા!....
ઉગમણે આકાશે શુક્ર તારલો ચમક્યો
ભાગ્યો અંધકારને કેસરિયો ચમક્યો!....
જોઇ ઝાડવેથી પંખી સૌ ચહેક્યા
જાગી ગયાનેઝાડવા બુંદોથી તેય ચમક્યા!.....
ઝાકળ કેરી ચાદર પથરાઈ
ફૂલ ગુલાબી ઠંડી છે પ્રસરાઈ!.....…
સોનેરો સૂરજ છે ચમક્યો
સોનેરા કિરણો તેના ભરે અનેરો ઉમંગ!...
જય શ્રી કૃષ્ણ:પુષ્પા.એસ.ઠાકોર

Read More

હૈયુ હેતથી હરખાતા
છલકાય છે આંખલડી!
દુઃખ પડે દિલ દુભાતા
છલકાય છે આંખલડી!
જય શ્રી કૃષ્ણ

- Thakor Pushpaben Sorabji

છુપાયેલું હતુ પડદા પાછળ
રાજ
ઉઠ્યો પડદો ને સામે આવ્યુ
રાજ
જય શ્રી કૃષ્ણ
- Thakor Pushpaben Sorabji

તું ભલે લગાવે સૌને પાબંધી
ઓ માનવી
કર્મની બાજી ન્યારી છે"પુષ્પ"
તુજ કર્મથી જ તને પણ
લગાવશે એ પાબંધી ઓ માનવી
જય શ્રી કૃષ્ણ


- Thakor Pushpaben Sorabji

Read More