મારી કાયાનું અભિન્ન અંગ મિત્ર તું જ છો,
ધબકતાં મારા હૈયાનો આતમ મિત્ર તું જ છો.
સુખનો તું સાથી ને મારા દુ:ખનો પણ સાથી,
મારી લાગણીના સમજુ ભેરુ મિત્ર તું જ છો.
મસ્તીમાં મસ્તાના ને હંમેશા મોજથી રહેનારા,
મારા હંધાય દુ:ખોનુ ઓસડ મિત્ર તું જ છો.
કેટલાય મિત્ર જીવનમાં આવ્યા ને ગયા યાર,
મારી વ્યથાને સમજનારો સમજું મિત્ર તું જ છો.
- હરેશ ચાવડા