Quotes by હરેશ ચાવડા in Bitesapp read free

હરેશ ચાવડા

હરેશ ચાવડા

@hareshchavda6937


સામા મળ્યા તો એમની નજરો ઢળી ગઇ,
રસ્તા મહીં જ આજ તો મંઝિલ મળી ગઇ.

વખત ના વેણમાં યાદ અટકી ગઇ,
તમારા નયનમાં બાંધી ગઝલ છતાં છટકી ગઇ.

સાચે જ ઝાકળ ‘‘બિન્દુ’’
જેમ હતી મારી જિંદગી,

ને, દુઃખ નો જરાક તાપ પડ્યો ને ઓગળી ગઇ.
મારા આંસુ પણ આજે ખુશનસીબ છે,

જેને તમારી આંખોમાં જગ્યા મળી ગઇ.
કહેતી ફરે છે બાગમાં ફૂલને,

તમારી આજ મનની વાત હવા સાંભળી ગઇ.
"હરેશ "ઘરેથી નિકળ્યો,

પ્રેમનાં ‘‘બિન્દુ’’ને શોધવા,
ને પ્રેમ પંથ પર પહોંચાડે એવી
મંઝિલ મળી ગઇ.

-હરેશ ચાવડા

Read More

તને પ્રેમ કરું છું એટલે વિરહ થી ડરું છું, એટલે જ
વાંક તારો હોઇ તોય માફી હું માંગુ છું.....
ભૂલ કોઈ ની પણ હોય દરેક માણસ પૂર્ણ નથી હોતો,
તોય સંબંધ બચાવવા માફી હુ માંગુ છું

-હરેશ ચાવડા

Read More

પ્રેમ સાચો હોય તો સમય પણ રોકાઈ જાય છે,
આકાશ લાખ ઊંચું હોય તો પણ ઝુકી જાય છે,
પ્રેમ માં બને દુનિયા લાખ અડચણ,
પણ જો હમસફર સાચો હોય તો ખુદા પણ ઝુકી જાય છે.

-હરેશ ચાવડા

Read More

મિત્રો
આમ તો હું અર્થશાસ્ત્ર ના વિષયનો ગ્રેજ્યુએટ છું અને હેલ્થ પ્રોફેશન મા હાલ સેનેટરી ઇન્સ્પેકટર છું. આમ તો મને કવિતાઓ લખવાનો ખૂબ શોખ હતો પરંતુ ૬ વર્ષથી લખવાનું બંધ કરી દીધું હતું. પરંતુ તાજેતરમાં હુ અને મારા પત્ની થોડા સમયથી એક બીજા થી દૂર થયા. એટલે ફરી એ જ મારા વિચારો પ્રગટ થયા અને હુ વિચારોના વમળમાં ગુંટાતો ગયો. ત્યાર પછી ફરી આ કવિતાઓ લખવાનો સિલસિલો ચાલુ થઈ ગયો...લખવાના કારણે આજે મને ઘણું પોઝિટિવ લાગણીઓ થવા લાગી અને આ જ કારણે હુ ફરી મારા જૂના અંદાજમાં પાછો ફર્યો. આભાર મારી પત્ની નો કે એના કારણે મને ફરી વાર લખવાનો મોકો મળ્યો. એ મારી પાસે પાછા ફરશે કે નહિ એ મને નથી ખબર પણ એમના કારણે હુ ફરી સાહિત્ય સાથે જોડાઈ ગયો.
જીવનમાં લોકોને ઘણા શોખ હોય છે પરંતુ સાહિત્યના વિષય મા લખવાથી આપણા પોતાના વિચારોને કાગળ પર કંડારવા થી ઘણું સકારાત્મકતા આવે છે. અને રોજ નવા વિચારોના કારણે મન પણ હળવું ફૂલ થઇ જાય છે.

Read More

શું વાત છે આજે મોસમ પુર બહાર ખીલી છે,
જાણે કે કોઈ કે મને મન ભરીને યાદ કર્યો હોય !

શિશિર પણ ઠુંઠવાતા ઠંડા પવનો સાથે ઝાડ સાથે અથડાતા કરે છે,
મારું પણ એવું, આ ઠુંઠવાતાં ઠંડા પવનો સાથે હુ પણ કોઈક ના વિચારોમાં અથડાયા કુટાયા કરું છું.

નભમાં ઊડતાં પક્ષિઓ પણ પોતાની જોડી સાથે મસ્ત આમ - તેમ ફર્યા કરે છે,
શું વાત છે આજે મોસમ પુર બહાર ખીલી છે.

લાગે છે કે મોસમને પણ એમનો રંગ લાગ્યો છે
એટલે જ તો !
એ પણ મને આમ, રઘવાયો કરીને મૂકી દે છે.

એમનો રંગ પણ આ " હરેશ " ને ના લાગ્યો,
કાશ !! કુદરત ના પ્રેમનો રંગ પણ લાગી જાય તો સારું.

- હરેશ ચાવડા

Read More

આખી દુનિયા જીતીને પણ
જો તમે એક માંનું દિલ ના જીત્યું,
તો એ જીત હાર સમાન છે !!
- હરેશ ચાવડા

મારી કાયાનું અભિન્ન અંગ મિત્ર તું જ છો,
ધબકતાં મારા હૈયાનો આતમ મિત્ર તું જ છો.

સુખનો તું સાથી ને મારા દુ:ખનો પણ સાથી,
મારી લાગણીના સમજુ ભેરુ મિત્ર તું જ છો.

મસ્તીમાં મસ્તાના ને હંમેશા મોજથી રહેનારા,
મારા હંધાય દુ:ખોનુ ઓસડ મિત્ર તું જ છો.

કેટલાય મિત્ર જીવનમાં આવ્યા ને ગયા યાર,
મારી વ્યથાને સમજનારો સમજું મિત્ર તું જ છો.

- હરેશ ચાવડા

Read More

સામાજિક થવા સમજ ક્યાંથી માંગું ?
સાહજિક થવા સરળતા ક્યાંથી માંગું ?
હું..હું ને હું ના હુંકારા જો કદિ ત્યાગું.
પ્રભુ તે દિ તુજ ચરણમાં સ્થાન યાચું.
- હરેશ ચાવડા

Read More

ખુદા કે દ્વાર પે જાકે દુઆ કરતા હું,
કી કહી મેં ઉસ હસીના સે દુર ના હો જાઉં,
અગર માર ભી જાઉં તો,
ઉસ હસીના કો દુર હી રખના,
કહી ઉસકી મહેક સે મેં ફિર ઝીંદા ના હો જાઉં

- હરેશ ચાવડા

Read More

अजीब सी बेताबी है तेरे बिन,
रह भी लेते है ओर रहा भी नहीं जाता तेरे बिन

~हरेश चावड़ा