પ્રવેશીએ નવા વર્ષમાં તિથિઓને અનુસરીને,
સાચા તો પેહલાજ પ્રવેશ્યા તરીખોને અનુસરીને.
નવા ઉત્સાહ અને ઉમંગ સાથે આરંભીએ,
સૌને માફ કરીએ અને નવા સંબંધો જોડીએ.
અધુરી ઇચ્છાઓ અને સપનાઓને લઇએે,
તેને પુરા કરવાના મન સાથે વાયદા કરીએ.
દિલ-દિમાગની સાફ-સફાઇ કરી લઇએ,
નિષેધાત્મકને છોડી વિધાયક અપનાવીએ.
નહી હોય કંઇ નવુ એજ સુર્ય ને એજ ચંદ્ર,
બસ હશે નવા આપણા વિચારો, ચાલચલન.
કોરી નોટબુક રૂપી જીવનના દરેક પાનાઓમા,
કરેલા આપણા કર્મો રૂપી પ્રકરણો નવા ચિતરાશે.
જીવનરૂપી આ પ્રવાસમાં વર્ષ એક નવું ઉમેરાશે,
પળ-પળ દરેક જોડાઇ એ પણ અંતને ઝંખશે.
- રશ્મિ રાઠોડ