The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
જીંદગીમાં એવા અમુક અહેસાસ જોઈએ, જેના માત્ર વિચારથી પળ ખુશનુમા બની જાય. આ જીંદગીમાં બસ એક એવું ઘર જોઈએ, જ્યાં જઈ શકાય વગર દર્શાવ્યે કોઈ કારણ. આ જીંદગીમાં બસ એક એવો ખભો જોઈએ, જ્યાં હસી - રડી શકાય વગર કોઈ ખુલાસા. આ જીંદગીમાં બસ કોઈ એવો ચહેરો જોઈએ, જ્યાં વંચાય જાય આખું મન રહીને નિ:શબ્દ. આ જીંદગીમાં બસ થોડી એવી યાદો જોઈએ, કે જેના થકી આખી જિંદગી થઇ જાય ઉત્સવ. - રશ્મિ રાઠોડ
પરોઢ અને સ્ત્રી કઈક મને સમાન લાગતા, બંનેનું કામ એક જ બધે ઉજાસ ફેલાવતા. જેમ પરોઢ સકારાત્મક ઊર્જા સહુને બક્ષે, તેમ સ્ત્રી બધું મારું સમજી હુંફ-પ્રેમ બક્ષે. જેમ સહુ પરોઢને આવકારે પ્રભાતિયા સંગ, તેમ જ જરૂરી સ્ત્રીને પણ આવકારે હરખ સંગ. જો પરોઢના ગુણગાન થી સમૃદ્ધિ સુખ મળે, તેમ જ સ્ત્રીના સન્માન થી આવરદા જાજી મળે.
સફાઈ તે વ્યક્તિ આપે જેનું મન સાફ છે અને તે ઇચ્છે છે કે સામેની વ્યક્તિ ના મનમાં જે ગેરસમજણ રૂપી ગંદકી છે તે દૂર થાય અર્થાત શબ્દો રૂપી સફાઈને હમેશાં નકારાત્મક વલણ થી જોવાનું ટાળવું.
ઘણા આ મનના ઓરતાઓ ને કંડારૂ છું રોજ એ કાગળ પર, રખે ને કદાચ ક્યારેક એ સમજી સકે એ ઓરતાઓ ને!
ભૂતકાળ એ અરીસો છે જે તમને તમારી ભૂલો બતાવે છે પણ એ સુધારવી કે ના સુધારવી એ તમારા પર છોડી દે છે.
શિક્ષણ નો ઉદ્દેશ એ છે કે લોકો જે સમાજમાં રહે છે તેમાં તે ઢળાય જાય અને આપણે તે ભુલીએ એ આપણા જોખમમાં છે, ખાસ કરીને વર્તમાન વાતાવરણમાં.
કોઈનું વર્તન જ્યારે તમારા પ્રત્યે બદલાયેલું લાગેને ત્યારે એકવાર પોતાનું વર્તન પણ એના પ્રત્યેનું ચકાસી લેવું કેમ કે. ઘણીવાર એની શરૂઆત આપણાથી પણ થયેલી હોય છે.
પ્રવેશીએ નવા વર્ષમાં તિથિઓને અનુસરીને, સાચા તો પેહલાજ પ્રવેશ્યા તરીખોને અનુસરીને. નવા ઉત્સાહ અને ઉમંગ સાથે આરંભીએ, સૌને માફ કરીએ અને નવા સંબંધો જોડીએ. અધુરી ઇચ્છાઓ અને સપનાઓને લઇએે, તેને પુરા કરવાના મન સાથે વાયદા કરીએ. દિલ-દિમાગની સાફ-સફાઇ કરી લઇએ, નિષેધાત્મકને છોડી વિધાયક અપનાવીએ. નહી હોય કંઇ નવુ એજ સુર્ય ને એજ ચંદ્ર, બસ હશે નવા આપણા વિચારો, ચાલચલન. કોરી નોટબુક રૂપી જીવનના દરેક પાનાઓમા, કરેલા આપણા કર્મો રૂપી પ્રકરણો નવા ચિતરાશે. જીવનરૂપી આ પ્રવાસમાં વર્ષ એક નવું ઉમેરાશે, પળ-પળ દરેક જોડાઇ એ પણ અંતને ઝંખશે. - રશ્મિ રાઠોડ
આ તે કેવું નૂતનવર્ષ જ્યાં ના થાય કોઈનીયે સાથે ભેટ, આ તે એવું નૂતનવર્ષ બસ વિડિયો કોલમાં કરીએ ભેટ. આ તે કેવું નૂતનવર્ષ જ્યાં રોગના ડર સાથે મીઠાઈ ખવાતી, આ તે એવું નૂતનવર્ષ બસ કરવી પડે દરેક મનમાની જતી. આ તે કેવું નૂતનવર્ષ જ્યાં ખરીદવા રહ્યા માસ્ક વસ્ત્ર સાથ, આ તે એવું નૂતનવર્ષ બસ અહી - તહી ફરવું મુખોટા સાથ. આ તે કેવું નૂતનવર્ષ જ્યાં આગવું સ્થાન સેનેટાઈઝરનું હોય, આ તે એવું નૂતનવર્ષ બસ અનુસરવું તમામ જો જીવવું હોય. આ તે કેવું નૂતનવર્ષ જ્યાં સાવચેતી ને પ્રાથમિકતા આપીએ, આ તે એવું નૂતનવર્ષ જ્યાં ઉલ્લાસ સાથે ઉજવણી કરીએ. - રશ્મિ રાઠોડ
દિવાળી મન પુછે દિવાળીને કે કયા, ખોઇ તે તારી ઓળખાણ. શોધે તને આસપાસ પણ, તુ રંગાણી અર્વાચિન રંગમાં, શોધે તને પાંદડા-ફુલોના તોરણમાં, પણ તુ ખોવાઇ બંધ બારણામાં. શોધે તને ચાંદલીયા-સુતળીબોમમાં, પણ તુ ખોવાઇ આતશબાજીમાં. શોધે તને સ્વજનોની હુંફમાં, પણ તુ ખોવાઇ ન્યુ યર પાર્ટીમાં. શોધે તને મગસ-મોહનથાળમાં, પણ તું ખોવાઇ કાજુકતરીમાં. શોધે તને પ્રકાશિત દિવડામાં, તુ ખોવાઇ ઝગમગતી રોશનીમાં. શોધે તને સાકરના કટકામાં, તુ ખોવાઇ મોંઘા ડ્રાયફ્રુટસમાં. શોધે તને મઠિયા-ખાખરામાં, તુ ખોવાઇ પિત્ઝા-બર્ગરમાં. શોધે તને મંદિરની પુજામાં, તુ ખોવાઇ હોટેલના ડિનરમાં. શોધે તને શેરી-આંગણામાં, તુ ખોવાઇ પિકનીકની મોજમાં. શોધે તને અેકબીજાના રામરામમાં, તુ ખોવાઇ હેપી ન્યુ યરના દોરમાં. શોધે તને દિવાળીકાર્ડના તારમાં, તુ ખોવાઇ મોબાઇલના મેસેજમાં. શોધે તને અહી આસપાસ, તુ ખોવાઇ તહી ચારેકોર. -રશ્મિ રાઠોડ
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser