Gujarati Quote in Blog by RaviKumar Aghera

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*પ્રેમની ભીખ*

2 વર્ષ પહેલાં એક કોલેજમાં(મારી જ Ex કોલેજ) ગયો ત્યાં એક નવો મિત્ર મળ્યો, અલમોસ્ટ એક દિવસનું કામ હતું કોલેજ એટલે આમ તો છોકરાં જલ્દી મિત્ર ન બને પણ મને એ વ્યક્તિની નિખાલસતા ગમી.
જ્યારે એને ખબર પડી કે હું લેખક છું(નાનું મોટું લખું ક્યારેક ક્યારેક) તો એને એની પ્રેમકહાની મને કહેવાની ચાલુ કરી, એ બોલતો ગયો, હું સાંભળતો ગયો(મને એવું લાગ્યું કે એના દિલમાં વરાળ ભરાય ગઈ છે એ બહાર નીકળવા દેવી જોઈએ). ચોમાસાનો સમય અને જોરદાર વીજળી એ લાઈટ જવડાવી દીધી હતી, એટલે એનાં ચહેરાના હાવભાવ તો જોઈ ના શક્યો પણ end માં રાતે 2 વાગે એ રડવા લાગ્યો હતો(I Think),પછી એ સુઈ ગયો પણ હું એની કહાનીનું તારણ કાઢતો હતો, બસ એટલું સમજાયું કે ભાઈ છોકરી પાછળ ભિખારી જેવા બની ગયાં હતાં. સવારે એને મને એક request કરી કે હું તેની કહાની કાગળ પર ઉતારું, ત્યારે હું હા સિવાય કંઈ ન કહી શક્યો,પણ જો હું એની કહાની કાગળ પર ઉતારું તો સાચા દિલના હજારો છોકરાંની પરિસ્થિતિ છતી થાય, શાયદ કોઈ રોમિયો type છોકરાંઓ આ બધું નકામું ગણે, અને છોકરીઓ મારો જબરો વિરોધ કરે(જોકે મને કોઈ ફરક ન પડે), પણ સમય આવ્યે એ કહાની પણ કાગળ પર આવશે. એ મિત્રની કહાની પરથી એટલી ખબર પડી કે ઘણાં સીધાં સાફ દિલના(19મી સદી નો પ્રેમ કરવાં વાળા) છોકરાં આજકાલની 95% છોકરીને ફાવતા નથી, બાકીની 5% છોકરીઓને એનાં વડીલો પર ભરોસો હોય છે કે એ એનાં માટે perfect જીવનસાથી શોધી આપશે (જે વડીલો પોતે પોતાના જીવનસાથી સાથે અઠવાડિયામાં 2 વાર ઝઘડતાં હોય, અમુક અમુક વડીલ જ હો),પરંતુ આ બંને type ની છોકરીઓને લાઈફમાં એક વાર સીધા છોકરાં મળે જ છે પણ બંને અલગ અલગ રીતે "reject" કરે છે. કડવું લાગશે પણ વાસ્તવિકતા છે(ખાસ કિસ્સામાં બાદ કરતાં). 95% વાળી એ છોકરાં ને 2 રીતે રિજેક્ટ કરશે-
1) relationship માં આવે પણ પછી રોમિયો પ્રકારના છોકરાંના નાટકને પોતાનાં શુદ્ધ પ્રેમ સાથે સરખાવીને સીધા છોકરાંમાં રોમાન્સ જેવું તત્વ ઘટે છે એવું સમજી ધીરે ધીરે move on થઈ જાય,
2)'The Friendzone' કરી bfની બધી સેવાઓ લઈ લ્યે, અને જ્યારે છોકરો ઈઝહાર કરે ત્યારે એમ કહે કે હું તો તને મારો સારો ફ્રેન્ડ માનું છું...
5% વાળી છોકરીઓ થોડું ઓછું દુઃખ દઈને વાત પૂરી કરે,
1)મને મારા મમ્મીપાપા ગોતી દયે ત્યાં જ,
2)તું સારો છોકરો છે પણ મારાં મમ્મી પાપા નહીં માને. પણ આપણે ફ્રેન્ડઝોનમાં રહી શકીએ...
અરે બેન....... એને ફ્રેન્ડ જ બનવું હોય તો ઘણી મળી જાય. એને બિચારાંને તારી સાથે ઘરડું થવું છે, લાકડીની જગ્યાએ તારો હાથ પકડીને ચાલવું છે, એને હિંમત કરીને પ્રેમ
કર્યો. (જે તમે કદાચ ન કરી શકો) તમને પણ ખબર હોય કે વ્યક્તિ સારો છે તો પણ ચાન્સ ન લઈને arrange marriage ના ભરેલાં નારિયેળ ચાન્સ હસતાં હસતાં લઈ લે છે. તો પણ અમે છોકરાં ઓ છોકરીઓને judge કર્યા વગર ચાહીએ છીએ, પ્રેમ આપીએ છીએ(વગર માંગ્યો પણ), અને વળતરમાં પ્રેમની ભીખ પણ માંગીએ છીએ પણ શાયદ ન તો એ છોકરીઓને દેખાય છે કે ન તો એનાં માતાપિતાને. પણ કોશિશ બંધ નથી થતી, અને થશે પણ નઈ...

-A&R

Gujarati Blog by RaviKumar Aghera : 111513310
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now