વાત હતી સાવ ટૂંકી તોય રાત આખી ટૂંકી પડી,
આંખોએ અડપગલા કર્યા ને વાત પ્રેમ સુધી જય ચડી,
તારી જીભનો એ ગુલાબી હોઠ સાથે સંવાદ થયો,
ને મારી કેટલીયે લાગણીઓ બોલકણી થઇપડી,
એ ઠંડીની મોસમમા તુ બંને હથેળીયો ઘસતી હતી,
ને થયુ રેખાઓ મારા હાથની બદલાતી હતી,
પછી પીઠ પાછળ અથડાઈ તારી આંગળીયોએ ભલામણ કરી,
ને કારાવાસ ભોગવતી કેટલીયે ઈચ્છાઓની જામીન અરજી મે મંજુર કરી,
બંધ આંખે મારા હૃદયમા એવી તો નિરાંત જાગતી હતી,
જાણે શેવાળ થયેલી મારી લાગણીઓને તુ વર્ષા બની ભીંજવી હતી,
યે રાતને મારે આખા એક ભવની જેમ જીવવી હતી,
પણ એતો શિયાળાની સવારમાં સરકતી ચાદરની જેમ સરકી પડી,
વાત હતી સાવ ટૂંકી તોય રાત આંખી ટૂંકી પડી.
~કેવલ વિઠ્ઠલાણી (સનવાવ)