Quotes by Keval Vithalani in Bitesapp read free

Keval Vithalani

Keval Vithalani

@kevalv


વાત હતી સાવ ટૂંકી તોય રાત આખી ટૂંકી પડી,
આંખોએ અડપગલા કર્યા ને વાત પ્રેમ સુધી જય ચડી,

તારી જીભનો એ ગુલાબી હોઠ સાથે સંવાદ થયો,
ને મારી કેટલીયે લાગણીઓ બોલકણી થઇપડી,

એ ઠંડીની મોસમમા તુ બંને હથેળીયો ઘસતી હતી, 
ને થયુ રેખાઓ મારા હાથની બદલાતી હતી,

પછી પીઠ પાછળ અથડાઈ તારી આંગળીયોએ ભલામણ કરી,
ને કારાવાસ ભોગવતી કેટલીયે ઈચ્છાઓની જામીન અરજી મે મંજુર કરી,

બંધ આંખે મારા હૃદયમા એવી તો નિરાંત જાગતી હતી,
જાણે શેવાળ થયેલી મારી લાગણીઓને તુ વર્ષા બની ભીંજવી હતી,

યે રાતને મારે આખા એક ભવની જેમ જીવવી હતી,
પણ એતો શિયાળાની સવારમાં સરકતી ચાદરની જેમ સરકી પડી,

વાત હતી સાવ ટૂંકી તોય રાત આંખી ટૂંકી પડી. 

    ~કેવલ વિઠ્ઠલાણી (સનવાવ)

Read More

જેમણે પોતાના અરમાનોની ત્રિકમથી મારી જિંદગીના પાયા ખોદયા છે, એ પિત્તા ખરેખર ભગવાનની  જીવતી જાગતી વ્યાખ્યા છે, 

મુઠીભર પૈસામાં પણ મારા કોથળા ભર સપ્નાઓ પુરા કર્યા  છે, નજાણે તેમણે તેમના કેટલાયે સપ્નાઓ વધેર્યાં છે,

પોતાની ઈચ્છાઓ ને ગીરવે મૂકી મારી માંગણીઓના હપ્તા ચૂકવ્યા છે, આમને આમ મેં તેમની ખુસશીના કેટલાય બજેટ વિખેર્યા છે,

તેમના સુખમા સરવાળો અને દુઃખકોમાં મારી બાદબાકી કરી છે, પોતાના ભવિષ્યનો ભાંગાકાર કરી મારી માંગણીઓના ગુણાકાર કર્યા છે,

ઘસમસ્તી નદીની જેમ દિવસ -રાત દોડીને એ થાક્યા છે,  તેમની  સમુદ્ર સમી જિંદગી સ્થિર થઇ આજે સપનોના શેવાળ જામ્યા છે. 

આજે મારી અંદર રહેલા પુત્રએ મને બિનજાવબી સવાલ કર્યા છે, કે આખી જિંદગી મા પિત્તા પોતાના માટે ક્યારે જીવ્યા છે? 

જેમણે પોતાના અરમાનોની ત્રિકમથી મારી જિંદગીના પાયા  ખોદયા છે, એ પિત્તા ખરેખર ભગવાનની જીવતી જાગતી વ્યાખ્યા છે. 

     ~કેવલ વિઠલાણી (સનવાવ)

Read More

આ ચિત્ર ને જીંદગી બંને જીભા - જોડીયે ચડ્યા કે કોણ વધારે ધૂંધળું... ને જીંદગી જીતીગઈ...

નાનુ અમથુ દફતર લઇ, એ આવતી શાળાએ ભણવા, 
સ્વાર્થના સંગાથે હુ પણ પોહચી જતો શાળાએ એને માણવા,

હાજરી પત્રકમા એના પછી નો મારો નંબર હતો,
એટલે જ તો હાજર હોવા છતા પણ હુ આખુ વર્ષ ગેરહાજર હતો, 

એના હાજર સાહેબ બોલવાથી વિચારોના વંટોળમા હુ ખોવાઈ જતો, 
ને વગર વાંકે સાહેબ ની નજર મા આવી જતો, 

સજા રૂપે મારે તારી બાજુમા બેસવાનુ થયુ, ને મિત્રો દ્વારા આરોપનામુ લખાયુ,

શાળાની કેન્ટીંગ મા મિત્રો નુ  ન્યાયાલય બોલાવાયું,
ને દંડ રૂપે કેન્ટીંગનુ આખે આખુ  બીલ ભરવા અપાયું,

વાંક તો તારા એ હાજર સાહેબ બોલવાનો હતો, તો મુકદ્દમો મારા પર કેમ ચાલ્યો એ મને  ના સમજાયું,
ત્યાંજ ઘંટ વગ્યોને ન્યાયાલય આખુ ગણિતના ક્લાસ મા ગયું,

ત્યાં આંકડાઓની ગુંચવણમા તારા હોઠ અને પેન નુ આલિંગન થયુ, 
ને પહેલીવાર માનવી મટી મને એ નિર્જીવ પેન થવાનું મન થયુ,

તારી આંખો ના દરિયામાં હજુ તો હુ લાગ્યો તો જ તણાવ, 
ત્યાંજ દિવસ પૂરો થયો, શાળા નો  ઘંટ લાગ્યો એ જણાવા, 

નાનુ અમથુ દફતર લઇ, એ આવતી શાળાએ ભણવા.

             ~કેવલ વિઠ્ઠલાણી (સનવાવ)

Read More

ઘરે થી હોસ્ટેલે જવા નીકળ્યો છુ, ખબર નથી પડતી કે ભાર દિલમા રહેલી લાગણીઓનો વધારે છે કે ખભે રહેલા સામાનો..

દિલ ની વાત દિલમા રહીગઈ ને તુ રમત કંઈક આવી રમીગઈ,

જિંદગીનો દરિયો ખેડવા નીકળતા હતા આપણે પ્રેમની હોડી ને લાગણી નુ હલેસુ લઇ, 

આ હોડી ફક્ત મારી જ છે એવું  સંભળાવી તુ મને મધદરિયે જ છોડી ગઈ,

હુ જજુમતો રહ્યો તારી બેવફાઈ ને એ ખારા દરિયા વચ્ચે, ને તુ પાછુવળી હસ્તી ગઈ,

તારી આ હરકત જોઈ ભર ઉનાળે પણ દરિયામા ભરતી આવીગઈ, 

ખબર નથી પડતી કે એમા હાથ કુદરતનો હતો કે પછી મારી આંખો થી કઈ ભૂલ થઈગઈ,

સાચો પ્રેમ કરીને પણ, દેવડીએ  દંડાયો હુ, ને તુ બેવફા હોવા છતા પણ મહેફિલ આખી વાહ વાહ કરતી ગઈ,

દિલ ની વાત દિલમા રહીગઈ ને તુ રમત કંઈક આવી રમીગઈ.

    ~ કેવલ વિઠ્ઠલાણી (સનવાવ)

Read More

માઁ, આજે આ અનરાધાર વરસતા વાદળ તારી નકલ કરતા હોય એવુ મને લાગે છે... ફર્ક એટલો છે કે એ પાણી વરસાવે છે અને તુ પ્રેમ.
            -કેવલ વિઠ્ઠલાણી

Read More

ખાલી રસ્તાની જેમ ખાલી મનમા ગાડીયો થી પણ વધારે ગતિ થી પસાર થઇ જતા અનેક વિચારોને ચિંતાઓની લાલ લાઈટ આપી ઉભા રાખવાનો નિષ્ફળ પ્રયાસ કરતો હું....

Read More

કોઈ સમજાવો આ ગુમાનમા રહેતા વરસાદને,  એને એમછે કે એ આવીને મને ભીંજવે છે,  હકીકતમા તો એનામાં આવતી તારી યાદો મને ભીંજવે છે

Read More