દિલ ની વાત દિલમા રહીગઈ ને તુ રમત કંઈક આવી રમીગઈ,
જિંદગીનો દરિયો ખેડવા નીકળતા હતા આપણે પ્રેમની હોડી ને લાગણી નુ હલેસુ લઇ,
આ હોડી ફક્ત મારી જ છે એવું સંભળાવી તુ મને મધદરિયે જ છોડી ગઈ,
હુ જજુમતો રહ્યો તારી બેવફાઈ ને એ ખારા દરિયા વચ્ચે, ને તુ પાછુવળી હસ્તી ગઈ,
તારી આ હરકત જોઈ ભર ઉનાળે પણ દરિયામા ભરતી આવીગઈ,
ખબર નથી પડતી કે એમા હાથ કુદરતનો હતો કે પછી મારી આંખો થી કઈ ભૂલ થઈગઈ,
સાચો પ્રેમ કરીને પણ, દેવડીએ દંડાયો હુ, ને તુ બેવફા હોવા છતા પણ મહેફિલ આખી વાહ વાહ કરતી ગઈ,
દિલ ની વાત દિલમા રહીગઈ ને તુ રમત કંઈક આવી રમીગઈ.
~ કેવલ વિઠ્ઠલાણી (સનવાવ)