દિવસનાં તાપમાં ઠંડો છાયો બની જાઉં,
પણ જો તને ગમે તો...
તારે શીતળતા જોઈએ, તો ચંદ્ર બની જાઉં,
પણ જો તને ગમે તો...
તને ગમે તે બધું કરું...હું,
આરામ આપું,
લાગણી આપું,
આપું તને સ્નેહ...
ખુશીયાઁ તને સુંડલા ભરી આપું,
પણ જો તને ગમે તો...
બચપનમાં ખુબ સાથે રમ્યા, હારે ફર્યા,
આજે ફરી એવો જ દિવસ બનાવું,
પણ જો તને ગમે તો...
કાંઈ જ ન'તું આ...થોડું સંભારણું કર્યું તારા-મારા સંબંધનું...
યાદ જો તને આવે, તો હસી લે ખડખડાટ
પણ જો તને ગમે તો...
તને ગમે તો....
- Written By : RJ Gohel