Quotes by Alkesh Chavda Anurag in Bitesapp read free

Alkesh Chavda Anurag

Alkesh Chavda Anurag Matrubharti Verified

@achavda53gmailcom
(789)

"છે પરમેશ્વર પ્રાર્થના, દિલ થી કરેલું કામ.

હૃદય રેડી શુભ કર્મ કરો, રાજી રહેશે રામ..."

- અલ્કેશ ચાવડા 'અનુરાગ'

(મારો ભરેલો હિંચકો...)

Read More

@@@ જન્મ થયો છે...જગતગુરુનો...
(રાગ- સુનો સાસુરજી...અબ જીદ છોડો...)

જન્મ થયો છે...જગતગુરુનો...
જન્મ થયો છે...જગતગુરુનો...
કરવા પાપોનો નાશ,
પુરી થશે શુભ આશ,જગતને છે વિશ્વાસ...(૨)

કંસ વૃત્તિની જગમાં,વધી છે બોલબાલા.
પાપના તાપની,સળગે છે આજ જ્વાળા.
સત્ય સંકટમાં આજે,જૂઠ નું ચલણ છે.
પિશાચી સ્વભાવનું,માનવમાં વલણ છે.

સજ્જનોને...હવે રક્ષાવા...
સજ્જનોને...હવે રક્ષાવા...
આવે છે અવિનાશ,
પુરી થશે શુભ આશ,જગતને છે વિશ્વાસ...(૨)

પાપરૂપી આજ ગિરી,ફરીથી ઊંચકવા.
સજ્જન વૃત્તિને હવે ,સંકટ થી તરવા.
મુરલીના મીઠા સુરો,જગને સંભળાવવા.
જગ પોષણ હેતુ અર્થે,ગાયોને ચરાવવા.

માનવ બનીને...આવશે ઈશ્વર...
માનવ બનીને...આવશે ઈશ્વર...
હશે માનવ ભેળો વાશ,
પુરી થશે શુભ આશ,જગતને છે વિશ્વાસ...(૨)

જન્મ થયો છે...જગતગુરુનો...
જન્મ થયો છે...જગતગુરુનો...
કરવા પાપોનો નાશ,
પુરી થશે શુભ આશ,જગતને છે વિશ્વાસ...(૨)

- અલ્કેશ ચાવડા "અનુરાગ"

Read More

સતત સાત દિવસની મહેનત બાદ આજે ચોથો ખાટલો ભરવાનું કામ પૂરું કર્યું... ખરેખર સર્જનાત્મકતા નો આનંદ અનેરો હોય છે...
- અલ્કેશ ચાવડા 'અનુરાગ'

Read More

મા, માટી, માનુષ સાથે જોડાય જ્યારે બાળપણ...
ત્યારે,
મહેકી ઉઠે માનવતા... પછી તો,
એ માનવતા બની જાય છે
ભવિષ્યની સુંદર ઇમારત નો પાયો...
કે જેને ક્યારેય સ્વાર્થપણા કે સંકુચિતતા નો
લૂણો લાગતો નથી...

- અલ્કેશ ચાવડા 'અનુરાગ'

Read More

#KAVYOTSAV -2

પરિચય આપતાં... (પ્રાર્થના ગઝલ)

પરિચય આપતાં પ્રભુનો અભિભૂત વાણી મારી છે.
કરુણામયની કરુણા સૌ જીવો પર ખૂબ ન્યારી છે.
પરિચય આપતા ...

કરે છે તૃપ્ત એ સૌની ક્ષુધા જે ઉદર માં ભડકે...(૨)
પિતાની જેમ પ્રભુએ સૌની આંતરડી ઠારી છે.
કરુણામયની કરુણા...

વહાવે વાયરા સરિતા સમંદર સારી શ્રુષ્ટિ પર...(૨)
ગિરિવર એવા ઉન્નત છે જાણે આભે અટારી છે.
કરુણામયની કરુણા...

દીધું છે હાથ હૈયું ને જીવન ફરિયાદ શુ કરવી...(૨)
કવિતામય આ જીવન પ્રત્યેક પંક્તિ ખૂબ પ્યારી છે.
કરુણામયની કરુણા...

કરાવી અવનવા અનુભવ કરાવે જીવનનો પરિચય...(૨)
ઘડીઓ એ ... ઘડનાર ની સૌ શીખવનારી છે.
કરુણામયની કરુણા...

પરિચય આપતાં પ્રભુનો અભિભૂત વાણી મારી છે.
કરુણામયની કરુણા સૌ જીવો પર ખૂબ ન્યારી છે.
પરિચય આપતા ...

- અલ્કેશ ચાવડા "અનુરાગ"

Read More

#KAVYOTSAV - 2

મંત્રીજી. . . !!!

નહીં કરે વિરોધ કોઈ,મંત્રીજી તમે કીધે રાખો.
ન પુરા કરવાના વચનો,અમને તમે દીધે રાખો.

બની ઠની ને બેસી ગયા છો.
ખોટું કરવાને પેધિ ગયા છો.
વાતો તો કરો છો અડગતાની,
વટાવી વરસ એંસી ગયા છો

તરશે મારી જનતાને,દૂધ મલાઇ પીધે રાખો.
નહીં કરે વિરોધ કોઈ,મંત્રીજી તમે કીધે રાખો.

ભાષણમાં પાછા કદીન પડતા.
મગરના આંસુએ તમે રડતા.
લાભ હોય ત્યારે ઝૂકીઝૂકીને,
ઢીંચણીયે તમે પડીને ગળતા.

તમારી તિજોરીને સદા,સંપત્તિથી સીંચ્યે રાખો.
નહીં કરે વિરોધ કોઈ,મંત્રીજી તમે કીધે રાખો.

ઝબ્બોતો પહેર્યો છે ખાદીનો.
સાથતો દો છો મૂડીવાદીનો.
સૂરજ તપ્યો જે આપના લીધે,
એ છે જનતા ની બરબાદીનો.

ગોટાળાથી અડધા પૈસા,તમારા ખીસ્સે રાખો.
નહીં કરે વિરોધ કોઈ,મંત્રીજી તમે કીધે રાખો.

હજુરીયાઓ પડખે રાખો છો.
વિકાશને સદા ડખે રાખો છો.
ફરો મ્હોરા સેવકના પહેરીને,
અસલી ચહેરો પડદે રાખો છો.

મહેફિલોમાં મસ્ત બની,ઘૂંટ શરાબના ઢીંચે રાખો.
નહીં કરે વિરોધ કોઈ,મંત્રીજી તમે કીધે રાખો.

- અલ્કેશ ચાવડા "અનુરાગ"

Read More

આ લિંકથી Shabd Sanjivni-શબ્દ સંજીવની એપ ડાઉનલોડ કરો.
https://goo.gl/eG8aKD

આ લિંકથી Shabd Sanjivni-શબ્દ સંજીવની એપ ડાઉનલોડ કરો.
https://goo.gl/eG8aKD

આ લિંકથી Shabd Sanjivni-શબ્દ સંજીવની એપ ડાઉનલોડ કરો.
https://goo.gl/eG8aKD