Quotes by S. V. Navya in Bitesapp read free

S. V. Navya

S. V. Navya

@vaghelashilpa
(22)

"સ્વાર્થી સ્વાભિમાન"

કુંવારી નદીની કરુણતા તો જોવો,
રોકાય વહેતા, રણ-રેતીના સમાજે,
એકલી સ્ત્રી પણ આમજ અટકાઈ,
ઈર્ષાળુ, પૂર્વગ્રહી, અહંકાર કાજે,

વહેવું ખળખળ, બની મીઠી વીરડી, ઝરણું ને નદી,
નથી ભળવું આ ખારાશ-એ-સમુંદર,
દીકરી બનીનેજ રહેવું ને વહેવું,
નવોઢા બની ના ભળવું ખારાશ-એ-અનુભવ,

ભળશે સાગરે, ભૂલી મીઠાશ,
ખોઈ દેશે પોતાનું, મીઠું અસ્તિત્વ,
ભળી સમાજે, કુટુંબ-કબીલે,
ગુમાવશે પોતાનું, સ્વાભિમાની સ્ત્રીત્વ,

એથીતો ભળી જાવું કુંવારા કેહવાઈ,
સૂકા રણમાં કરી કેસરિયા,
"નવલા નજરાણે" લડાઈ સ્વાભિમાનની,
પછી સમજે ક્રૂર, નિર્દયી ને સ્વાર્થી ભલે દુનિયા,

-વાઘેલા શિલ્પાબા"નવ્યા"

Read More

"વારસદાર"

"અભિનંદન તમારે દીકરો થયો છે"

ઓહ!, તમારો ખૂબ ખૂબ આભાર ડૉક્ટર, આખરે આપણાં કુટુંબનો વારસદાર આવી જ ગયો.
"હા પપ્પા, એકદમ એના કાકા જેવોજ લાગે છે", "અરે હોય કાઈ! એતો એના મોટા બાપુ જેવો લાગે છે", "અરે ના ના એતો એના દાદા જેવો લાગે છે"

"તુજ બોલ ક્ષિતિજા આપણો વારસદાર કોના જેવો લાગે છે?"

જેઠ, સસરા અને દિયર ક્ષિતિજા સામે ખંધુ હસી રહ્યા....,

અને ક્ષિતિજા દૂર ઉભેલા પતિને તિરસ્કારથી જોઈ રહી....

-વાઘેલા શિલ્પાબા"નવ્યા"

Read More

જે મનમાં એજ ચેહરા પર રહેતું,
પહેલાના જમાને નિખાલસ સૌ કોઈ રહેતું,

આવી ગયો સોશિયલ મીડિયાનો પહેરો,
ચલો બધા ઓઢો જલ્દી, ચહેરા પર ચહેરો.

Read More

દરેક ચહેરામાં તારોજ તો ચહેરો દેખાય છે,
છતાં તારો ચહેરો જોવા શાને આ દિલ ઝંખાય છે?!?

રંગ કાવ્ય

અલગ-અલગ રંગ સાથે, જીવન ના પડે છે પનારા,

રંગીન મેઘધનુષી જેવા, જાનીવાલીપીનારા,


જાંબુડીયો લાગે જાણે, નવજાત શિશુ જેવો,

નીલો રંગ ડોકાય આંખોમાં, કેવો વિસ્મય જેવો,


વાદળી જો ને સ્વપ્ન આકાશે, કેવો વિશાળ ફેલાય,

હરિયાળી મનશાઓ લીલા હદયે, જોને કેવી લહેરાય,


પીળા-નારંગી અવકાશે, પંખીઓ વહેતા જાય,

રાતો ગોળો શરમાતા-શરમાતા, ધરતીમાં સમાઈ જાય,


જાનીવાલીપીનારા સંગે, જીવન સફર કહેવાય,

"નવ્યા" નું નવલું નજરાણું તો, સમજદારને જ સમજાય,

Read More

મારા શબ્દોને સમજવા સહેલા નથી,
શબ્દોને ય શબ્દ હોવાની સાબિતી આપવી પડે છે

વજનદાર મકાઈ ને પણ સમયની ગરમી હળવી ફૂલ ધાણી બનાવી દે છે. બસ જરૂર છે મકાઈએ થોડું સહન કરવાની.
પછી રૂપ પણ વધે ને કિંમત પણ...

Read More

ઢોલના ધબકારે, દાંડિયાના દેકારે,
અવનવા શણગારે સજે જો ઓરતા,..

એ હાલો.. લ્યો આવી ગયા,
ગરવી ગુજરાતના લાડીલા નોરતા.

Read More