ચંદ્રવંશી

(31)
  • 15.5k
  • 0
  • 7.7k

પશ્ચિમ બંગાળના કોલકતામાં આવેલા પાંડુઆ ગામના જંગલમાં આવેલા ચંદ્રતાલા મંદિરમાં વર્ષો પહેલાં રાઉભાન નામના ચંદ્રવંશી સામંતે મેળવેલા ખજાનાને પ્રજાના હિતમાં ઉપયોગમાં લેવાય અને જ્યાં સુધી તેની જરૂર નથી. ત્યાં સુધી કોઈ બીજા રાજાઓના હાથ ન આવે તે માટે તેને મંદિરમાં છુપાવ્યું. જેની રચના એ સમયના ગણ્યા ગાંઠ્યા મહાનશિલ્પકારો એ કરી હતી. તેઓ એકવાર કોઈ રહસ્ય મય ગુફા બનાવીને તે ખજાનાને ત્યાંજ ગુફામાં છુપાવ્યો. તેને મેળવવાના માત્ર બે જ રસ્તા હતા. પેહલું સામંત રાઉભાનનું લોહી અથવા તેના જ વંશનું લોહી મળ્યે જ તે ગુફા અંદર જવાનો રસ્તો મેળવી શકાય.

1

ચંદ્રવંશી - પ્રસ્તાવના

અર્પણમારા માતા-પિતાને....પ્રિય વાચકોને.આભારવાર્તા લખવામાં મદદ કરનાર, વાર્તાની ભાષા શુદ્ધિ કરી આપનાર મિત્રોનો હું હંમેશા આભારી રહીશ.મારી અર્ધાંગિનીનો આભાર કે મને લેખન પ્રત્યે વધુ ધ્યાન દોરવામાં મદદ કરી.મારા માતા-પિતાનો આભાર કે જેમને જીવનના દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરવાના આશીર્વાદ આપ્યા.મારી બેહનોનો આભાર કે જેમને મને દરેક કામમાં પ્રોત્સાહન આપ્યું.કૉપિરાઇટઆ પુસ્તક કે તેનો કોઈ પણ અંશ કોઈ પણ પ્રકારે, કોઈ પણ માધ્યમમાં જાહેર કે ખાનગી પ્રસાર/વ્યવસાયિક તથા બિનવ્યવસાયિક હેતુ માટે પ્રિન્ટ/ઈન્ટરનેટ (ડીજીટલ)/ ઓડિયો વિઝ્યુઅલ સ્વરૂપમાં લેખક-પ્રકાશકની લેખિત પરવાનગી વિના ઉપયોગમાં લેવો ગેરકાનૂની છે.© યુવરાજસિંહ જાદવઆ પુસ્તકના બધા જ અધિકાર લેખકના હસ્તક છે.આ કૃતી કાલ્પિનક છે. નામો, પાત્રો, સંસ્થાઓ, સ્થાનો, અને ઘટનાઓ કાં ...Read More

2

ચંદ્રવંશી - પ્રકરણ 1

સૂર્યાસ્તનો સમય છે, સુરજ પૂર્વથી પશ્ચિમનો સફર કાપી ચૂક્યો છે. તેના એ સફર દરમિયાન તેને અગીણીત કહાની શરૂ થતી હશે અને અનેક કહાનીઓનો અંત પણ જોયો હશે. તે તેની એક-એક ક્ષણે રોયો હશે અને પલે-પલ હસ્યો પણ હશે. જે તેનું રોજનું કામ હતું. પરંતુ આજે તે જ સૂર્ય નિરાશ થઈને ઢળી પડ્યો હતો અને ચાંદાને પણ આવવાની મનાઈ કરી દીધી હતી. શુ ખબર આજે તેને એકાદ કહાનીનો અતં ના ગમ્યો હોય કે રામ જાણે તેને ચાંદાને ચોખ્ખીના પાડી દીધી હતી..! રાત્રીના લગભગ આઠ વાગ્યે જ ઘણઘોર અંધારું થઈ ગયુ હતું. આકાશ વાદળોથી ઢંકાઈ ગયું હતું. તે રાતે ...Read More

3

ચંદ્રવંશી - પ્રકરણ 1 - અંક ૧.૧

બીજે દિવસે સવારે સાડા છ વાગ્યે ઘડિયાળનો એલાર્મ વાગ્યો “ટીટી-ટીટ… ટીટી-ટીટ… ટીટી-ટીટ...” લગભગ એક મિનિટ વાગ્યો. જેથી જીદ જાગી તેને માહીને પણ ઉઠાડી દીધી. માહિ તેની આંખો ચોળતી-ચોળતી તેના ચશ્માં શોધી રહી હતી. તેના ચશ્મા સોફાની પાછળ પડી ગયા હતા. માહિ ચશ્મા લઈને ચડાવે જ છે કે, સામેની દિવાલ પર તેના અંકલના ફોટાઓ જોવે છે. તેને જોયું કે અંકલ જ્યોર્જના બાળપણના ફોટા અને તે જે હાલમાં છે, તેમાં જમીન આસમાનનો ફર્ક હતો. માહીના પપ્પા હંમેશા તેના અંકલના વખાણ કર્તા હતા. આ તે જ અંકલ જ્યોર્જે હતા. એકદમ સ્વીટ છોકરી જેવા અને ધોળા તો એટલા કે અંગ્રેજોને પણ પાછા પાડીદે. ...Read More

4

ચંદ્રવંશી - પ્રકરણ 1 - અંક ૧.૨

હવે તે બંન્ને શાંતિથી બેસી ગઇ હતી. એ સમયે માહીની નજર જીદના હાથ ઉપર પડી. તેના હાથમાં એ જ પુસ્તક હતી અને તેના પર સફેદ રંગના અક્ષરથી ચંદ્ર્વંશી લખાયેલું હતું. જેને તે સાથે લઈને નીકળી હતી. માહીએ તેના મનમાં આવેલો પેહલો પ્રશ્ન પૂછ્યો :“તારા મમ્મીએ કેમ અચાનક જ તને કોલકત્તા આવવાની અનુમતિ આપી દીધી? મેં અને મારા મમ્મી-પપ્પાએ તને ત્યાં જોબ મળી, ત્યારે તેમને મનાવવા કેટલી બધી રીકવેસ્ટ કરેલી પણ ત્યારે તો તારા મમ્મી ટસના મસના થયા અને હવે આમ અચાનક જ તને કલકત્તા જવાનું કહીં દીધું?”ત્યારે જીદ અચકાતા-અચકાતા કહે છે : “એ તો… ક..ક...કદાચ એમને તારા મમ્મી-પપ્પાનું કહેલું ...Read More

5

ચંદ્રવંશી - પ્રકરણ 1 - અંક ૧.૩

“અરે તેને ક્યાં ગુજરાતી આવડે છે. ટેનસન નોટ યાર.” હસ્તા-હસ્તા રોમ બોલ્યો.“પણ તું સમજને ગમે ત્યાં ગમે તે કહી છે.” વિનય બોલ્યો.રોમની નઝર એર હૉસ્ટેસની સામે જ હતી અને જાણે તેને બળતરા થતી હોય તેમ ઉંચેથી બોલ્યો. “ઓહ અચ્છા એટલે તું આ એરહોસ્ટેસ્સને લાઈન મારે છે. હૂઁ પણ વિચારતો કે તને ગુજરાતની યાદ કેમ આવે છે અને તું હંમેશા પ્લેનમાં જ કેમ આવે છે. છેલ્લીવાર હું અને તું સાથે આવ્યા હતા, ત્યારે પણ આજ એર… હોસ્ટસ હતી નય! તારા મમ્મીને મલવાનું તો એક બાનુ જ છે."રોમની વાત સાંભળીને જીદ હસવા લાગી. તેના બંને હાથ તેના મોઢાને ઢાંકવા નિષ્ફળ નીવડ્યા ...Read More

6

ચંદ્રવંશી - પ્રકરણ 2

જીદ માહિના ઘરે આવે છે. માહીનું ઘર કોલકાતાના દાજીપરમાં છે. માહીએ બારણું ખટ-ખટાવ્યું. “હા આવી રહીં હું.” હિન્દી અને મિશ્રણ કરતી માહિની મમ્મીએ બારણું ખોલ્યું. “ઓહો બહુ જલ્દી આવી ગયા દીકરા.” માહિની મમ્મીએ વ્હાલ સોયા શબ્દોથી બંન્નેનું સ્વાગત કર્યુ. જીદ માહીના મમ્મી અને પપ્પાને મળે છે. તેમના ચરણ સ્પર્શ કરે છે અને આશીર્વાદ લે છે. તે બધા નવા-જૂની વાતો કરે છે અને આમ, તે સાંજ જીદ માટે ખુશીમાં ફેરવાય જાય છે. રાતે જમીને જીદ તેની મમ્મીને માહિના ઘરનાં ટેલીફોનમાંથી ફોન કરે છે પણ કોઈ કારણોસર ટેલિફોનનો કવરેજ પ્રોબ્લેમ હતો. ત્યારબાદ માહી તેના ગુજરાતવાળા આંટીને ફોન કરે છે. તેમને ફોન ...Read More

7

ચંદ્રવંશી - પ્રકરણ 2 - અંક 2.1

શહેરની એકદમ વચ્ચે ચાર રસ્તા પર એક મોટી બિલ્ડીંગ હતી અને એ પણ આખી કાચની. શ્રીવાસ્તવ પાવર કોમ્પ્લેક્સ તે નામ અંગ્રેજીમાં લખાયેલું હતું. તે બિલ્ડિંગનું નામ સાદાબોર્ડમાં નહીં પણ ડિજિટલ બોર્ડ પર લખ્યું હતું. જેથી રાતે પણ તેનું નામ દેખાતું રહે. જીદ ટેક્ષીની બારીમાંથી રસ્તા પર એકસાથે ચાલી રહેલા કેટલીય ગાડીઓ અને બસોને જોઈને જ ચોકી ગઈ હતી. જીદ જાણે લંડન આવી ગઈ હોય તેવો એહસાસ તેને થઈ રહ્યો હતો. જીદની નજર તે બિલ્ડીંગ ઉપર પડી. બિલ્ડીંગને જોતા જ તેની નજર ડિજિટલબોર્ડ ઉપર ચોંટી રહી. જીદ એક-ટક થઈને જોવા લાગી. જેના નામના અક્ષરો ઉપર વારા-ફરતી(એક પછી એક) કલર બદલાયા ...Read More

8

ચંદ્રવંશી - પ્રકરણ 2 - અંક 2.2

સવારના આઠેક વાગે જીદની આંખો ખુલી ગઈ. તેને એક ભયંકર સપનું આવ્યું હતું. કપાળ પર ચિંતાની રેખા પથરાઈ ગઈ તેનો ચેહરો પાણી-પાણી થઈ ગયો હતો અને તે પોતાના મોંઢામાં રહેલું થુંક કાઢવા પલંગ પરથી ઉભી થવા પોતાની ચાદર ઉંચી કરીને નીચે પગ રાખીને ઉભી થઇ. જીદે એજ રાતવાળા જ કપડાં પહેર્યા હતાં. તે વોશ રૂમમાં જઈને ફ્રેશ થઈ ગઈ અને માહીને ઉઠાડીને કહ્યું.“માહી ઉઠ... જાગી જા... તે મને કહ્યું હતું કે કાલે આપણે જઈશું અને મારી મમ્મીને તાર મોકલોશું.જાગ જલ્દી થી.”જીદે જાણે સપનામાં કંઈક અત્યંત ખરાબ જોયું હોય તેવું લાગી રહ્યું હતું. તેના વર્ચસ્વથી તો એમ જ લાગી રહ્યું ...Read More

9

ચંદ્રવંશી - પ્રકરણ 2 - અંક 2.3

સાઈના હવે તેની સામે ખુલ્લીને વાત કરે છે. “મારી કોલેજમાં એક નયન નામનો છોકરો હતો. જેમ તું જાણે છે આખા ભારતમાં સારામાં સારી કમ્પ્યુટર્સ કોલેજ તે છે. કદાચ તે પણ મારી જેમ કમ્પ્યુટરનો શોખીન હતો. અંગ્રેજી અને ગુજરાતીભાષા સિવાય તે વધુ બે ભાષાનો તજજ્ઞ હતો. હિન્દી અને બંગાળી.”“હું તેને જ્યારે પહેલીવાર મળી ત્યારે તે પણ મારી જેમ એ પણ પ્રિન્સિપાલની ઓફિસમાં એક ખૂણામાં ઉભો હતો. લગભગ અડધું વર્ષ પૂરું થઈ ગયું હતું અમારા ભણતરનું. પ્રિન્સિપાલે પ્રશ્ન અમને કર્યો. કાલે તમે બંન્ને મેન કોમ્પ્યુટર હોલમાં શું કરતાં હતાં?”‘હું વિચારમાં પડી ગઈ. (અમે બંન્ને મેં તો આને અત્યારે જોયો.) હું કંઈ ...Read More

10

ચંદ્રવંશી - પ્રકરણ 3

રોમ આસિસ્ટન્ટને જોઈને પ્રશ્ન કરે છે. “can you speak hindi.” આસિસ્ટન્ટ રીંગણી કલરના શર્ટનું બટન બંધ કરતા બોલ્યો. “હા જાનતા હું.”“કિતને વક્તસે તુમ યહાં પે કામ કર રહે હો?”રોમ ઇન્વેસ્ટિગેશન કરી રહ્યોં હતો. સાથે-સાથે પેલાં રોમિયોની છેડતી પણ. જ્યારે તે જવાબ આપવાનું શરૂ કરતો ત્યારે રોમ તેની ગોળ-ગોળ ફરતો અને તેની સામે જોઇને ઝીણું-ઝીણું હસ્તો.અચાનક જ તેની નજર જીદ પર પડી. તેને રોમિયોને થોડીવાર પછી મળવા કહ્યું. રોમ એકદમ ચોથા ફ્લોર પર ગયો અને ત્યાં ઉભેલા વિનયને વાત કરી. વિનય ત્યાંના સિક્યોરિટી પાસેથી સ્નેહાની ઇન્ફોર્મેશન લઇ રહ્યોં હતો. (હા આ એ જ સ્નેહા. જે જીદ પહેલાં તેની જગ્યાએ કામ ...Read More

11

ચંદ્રવંશી - પ્રકરણ 3 - અંક 3.1

“લગભગ દસ વાગ્યા છે. હું તને કહેતી હતીને પાડુઆ ભલે નજીક હોય પણ વચ્ચે હાવડા બ્રીજથી અહીં અવવામાં આપણે કલાક થઈ જશે.” માહી બોલી.પાડુઆ એક નાનકડું ગામડું છે. ત્યાં લગભગ સો થી બસો જેવા ઘર આવેલા હતા. ગામથી ચંદ્રતાલામંદિર આવેલ છે. તે મંદિરનો એક માત્ર પૂજારી પાડુઆ ગામમાં રહે છે. તેનું નામ શુદ્ધિનાથન્ હતું. જીદના મમ્મીએ કહ્યા મુજબ. તે પૂજારીના પૂર્વજો વર્ષોથી ચંદ્રતાલા મંદિરના જ પુજારી રહ્યાં છે. એટલે માહી અને જીદ સૌપ્રથમ પાડુઆ ગામની અંદર જાય છે. તે બંને પૂજારીના ઘરે જવા માટે આગળ વધે છે.ગામની અંદર જતાંજ પહેલાં એક મોટૉ વડ હતો. તેની ફરતે ગોળ ઓટો હતો ...Read More

12

ચંદ્રવંશી - પ્રકરણ 3 - અંક 3.2

“માહી તને લાગે છે કે, જંગલમાં આટલે દુર પણ કોઈ મંદિર હશે.” જીદ ચાલતા-ચાલતાં જ બોલી રહી છે.“હવે ખબર કે તે નાની છોકરી એ છોકરાને કેમ ડરાવી રહીં હતી. એની મમ્મી તો શું! મારી મમ્મી પણ મારે.” માહી બોલી.લગભગ પંદર મિનિટ ચાલ્યાબાદ થોડી દુર એક મંદિરની ટોચ (શિખર) દેખાવા લાગી હતી. માહી જીદ તરફ ખુશીથી જોઈને તે ટોચ તરફ ઈશારો કર્યો. તે બંનેની ચાલવાની ઝડપ વધી ગઈ. મંદિર સુધી પહોંચતા તો બંને પરસેવો-પરસેવો થઈ ગઈ. આકાશમાં રહેલા વાદળોના લીધે તેમને વધુ બાફ થઈ રહ્યો હતો. માહી તે મંદિરને જોઈને ડરી રહી હતી.તે મંદિર ફરતે કિલ્લા જેવી ઉંચી દિવાલ ફરતે ...Read More

13

ચંદ્રવંશી - પ્રકરણ 3 - અંક 3.3

“જીદ... જીદ... ક્યાં સપનામાં ખોવાઈ ગઈ.”એકા-એક માહીનો અવાજ સાંભળી જીદ ઉભી થઈ અને આંખો ચોળતા-ચોળતા બોલી. “આજે તો છુટ્ટીનો છે ને!”“હા પણ એ છુટ્ટીના દિવસે જ તું કોઈને મળવા જવાની છે. તને યાદ તો છે ને.” માહીની વાત સાંભળતા જ જીદ બોલી. “અરે...હા! હું એતો ભૂલી જ ગઈ.” પછી પોતાના બેડ પર જ બેઠી થઈ.“હા તો મેડમ આજે ક્યાં કપડાં પહેરીને જવાનો ઈરાદો છે?” માહી બોલી.“આજે...” બોલીને જીદ વિચારવા લાગી.જીદે જાણે કપડાંની પસંદગી ન કરી હોય તેવું લાગતા માહી જીદને ચિડાવવા બોલી. “એક કામ કર આપણા ઓફિસનો યુનિફોર્મ પેહરી જા!”જીદ ખોટો ગુસ્સો બતાવતી પોતાનું નાક ફુલાવી રહી હતી અને ...Read More

14

ચંદ્રવંશી - પ્રકરણ 4

“રોમ...રોમ... ક્યાં છે તું?” વિનય હેડ ઓફિસમાં રોમને શોધતો-શોધતો બોલ્યો. પાછળની સીડીએથી રોમ એકદમ ત્રાટક્યો અને “ભૂ...” કરીને તેને પ્રયાસ કર્યો.“તારા આ ખેલ ક્યારે બંધ કરીશ? ચાલ આપણે સ્નેહા કેશ માટે આજે ફરી તે કોલસાની ખાણે જવાનું છે.” વિનય રોમને યાદ અપાવતા બોલ્યો.“સર કોણ છે? હું કે તું?” રોમ હજું પણ મસ્કરી કરી રહ્યો હતો.“હું” રોમની પાછળ શ્રુતિ આવીને બોલી.રોમ ગભરાઈને એકદમ વિનયને ચોટી ગયો અને પાછળ જોઈને બોલ્યો. “મને લાગ્યું ભૂત આવ્યું.”“તારા માટે ભૂત જ સમજ.” શ્રુતિ બોલી. પછી બધા સાથે જ ત્યાં કોલસાની ખાણે પહોંચ્યા. એલ.સી.બી ઓફિસરો પણ ત્યાં આવી પહોંચ્યા હતા. ખાણને શિલ્ડ કરવાનું કામ ચાલી ...Read More

15

ચંદ્રવંશી - પ્રકરણ 4 - અંક 4.1

“કેસે હુઆ યે સબ! હમારી કંપનીમેં સે હી કિસીને ઇન્ફોર્મેશન દી હે. ક્યાં તુમ બતા શકતી હો કોન હે શ્રેયા સામે કંપનીનો માલિક એટલે કે જ્યોર્જ ઉભા રહીને પ્રશ્ન કર્યો.“મેં! કુછ સમજી નહીં. મેં કેસે બતા શકતી હૂઁ.” શ્રેયા ગભરાઈ ગઈ હતી. તેના હાથમાં એક ફાઇલ હતી. હાથ ધ્રુજી રહ્યાં હતાં. શ્રેયા અને જ્યોર્જ એક હોટેલના રૂમમાં ઉભા હતા. જોકે, શ્રેયાને જ્યોર્જથી કોઈ ખતરો નોંહતો પરંતુ, તેનો પાર્ટનર ખુબજ ખતરનાક માણસ હતો. એ જ સમયે કોઈ માણસે હોટલના રૂમનું બારણું ખખડાવ્યું. જ્યોર્જને પણ પરસેવો વળી ગયો. બંને આખા ધ્રુજી રહ્યાં હતાં. શ્રેયાએ જ્યોર્જ તરફ જોયું અને બારણું ખોલવાનો ઇશારો ...Read More

16

ચંદ્રવંશી - પ્રકરણ 4 - અંક 4.2

“આ આદમ જેવું પણ નામ હોય ખરું!” રોમ હસ્તો-હસ્તો બોલ્યો.“કેમ નામ તો ગમે તેવા હોય શકે. તો આદમમાં શું છે?” વિનય બોલ્યો.“ના મને કંઈ વાંધો નથી. વાંધો તો એને છે. (હસીને) તેનું નામ મારા હાથમાં રહેલાં કાગળમાં છે એટલે.” રોમ હસવા લાગ્યો.“એ કાગળ નથી. અરેસ્ટવોરંટ છે.” વિનય બોલ્યો.“અરેસ્ટવોરંટ કાગળનો કહેવાય?”“આમાં શું સમજવું. આપણે કાયદાના રક્ષક જ વોરંટની કદર નય કરીએ. તો બીજા લોકો શું કરે ખાંક.” વિનય રોમને સમજાવતો બોલ્યો.“એ વાત પણ છે નય! ચાલ ભાઈ કાગળ. આજથી તારું નામ અરેસ્ટવોરંટ.” રોમ કાગળને જમણા હાથની આંગળીથી ફટકારીને બોલ્યો.લાંબો નિઃશાસો છોડીને વિનય બોલ્યો. “તું નય સુધર.”“હા જાણે તું સુધરી ગયો ...Read More

17

ચંદ્રવંશી - પ્રકરણ 4 - અંક 4.3

“મને માફ કરજે પણ હું તારી સાથે લગ્ન નથી કરવા માંગતી.” જીદ બોલી.“મતલબ!” વિનય ગુસ્સે થઇ રહ્યોં હતો.“મતલબ હું અત્યારે નય સમજાવી શકું.” જીદ બોલી.“પણ તને અચાનક શું થયું?” માહી પણ તેમની સાથે હતી.“બસ એમજ.” જીદ બોલી.“હજું તમે મળ્યાં એનો એક મહીનો જ થયો છે અને તારો લવ પૂરો થઈ ગયો?” માહી બોલી.“ના...!” ઉતાવળે જીદના મોંઢામાંથી એક શબ્દ સરકી પડ્યો. તેની સાથે જ તેની આંખમાંથી એક આસું પણ સરકી પડ્યું અને એકદમ કંપનીબાગથી નીકળીને રસ્તા પાસે જઈને થોભી ગઈ. તેના પાછળ જોયું. વિનય અને માહી તેને જ જોઈ રહ્યાં હતાં. જીદે લાંબો શ્વાસ લીધો. એ જ સમયે અચાનક એક ...Read More

18

ચંદ્રવંશી - પ્રકરણ 5

સવારॐ सूर्याय नम: ।ॐ सूर्याय नम: ।। બે હાથ વચ્ચે એક સોનાની કળશ પકડીને એક સુંદર સ્ત્રી સરોવર કિનારે પુજા કરી રહી છે. તેના માથાં ઉપર લગાડેલા મોગરાનાં ફુલ, એના વાળની સુંદરતામાં ચારચાંદ લગાડી રહ્યાં છે. તેની દુધિયા રંગની જીર્ણ સાડીને જોતાં એવું લાગી રહ્યું હતું કે, તેને વિશાળકાય આભ ઓઢી રાખ્યું છે. રોજે સુર્ય જાણે જાગીને પેહલા તેને જ એકટક જોઇ રેહતો હોય તેવું લાગતું હતું. તેની આસપાસ સૂર્યના પ્રકાશનો પ્રકોપ નય પણ ઠંડકનો એહસાસ હતો. તેના સાથે એક દાસી પણ છે, જે રોજે તેની સાથે સુર્યપૂજાની સામગ્રી લઇને આવતી. તે એક રાજકુમારી છે. તેના પિતા રાજા છે ...Read More

19

ચંદ્રવંશી - પ્રકરણ 5 - અંક 5.1

સાંજસાંજના સમયે સંધ્યા ખીલી છે. ચારે તરફ ચકલી ઓ જ ચકલીઓ ઉડી રqહી છે. ઝડપથી પંખ ફડફડાવી રહેલી મહેલની ગોળ-ગોળ ઉડી રહી હતી. મહેલની દિવારો અને કોતરણી આથમતા સૂર્યની છેલ્લી રોશનીનો એહસાસ કરી રહી હતી. ઉપર ચકલી, સામે સૂર્ય અને પહાડો સાથે અથડાઈને પાછા આવી રહેલા પવનો વાતાવરણને મોહક બનાવી રહ્યાં હતાં. તે સમયે મહેલની સુંદરતામાં ભાગ ભજવવા રાજકુમારી સંધ્યા પણ બારીએ આવીને ઉભી રહી ગઈ. રાજકુમારીની આંખે લાગેલું કાજળ થોડું લીપાઈને પાંપણથી નીચે આવી ગયું હતું. સફેદ ઝીર્ણ જરિકામવાળી સાડીમાં સૂર્યનો પ્રકાશ પડતાં રાજકુમારીની આજુબાજુ પ્રકાશ ફેલાઈ ગયો હતો.એ સમયે મહેલથી થોડે દુર એક ઉંચા ટેકરા ઉપર બે ...Read More