“મને માફ કરજે પણ હું તારી સાથે લગ્ન નથી કરવા માંગતી.” જીદ બોલી.
“મતલબ!” વિનય ગુસ્સે થઇ રહ્યોં હતો.
“મતલબ હું તને અત્યારે નય સમજાવી શકું.” જીદ બોલી.
“પણ તને અચાનક શું થયું?” માહી પણ તેમની સાથે હતી.
“બસ એમજ.” જીદ બોલી.
“હજું તમે મળ્યાં એનો એક મહીનો જ થયો છે અને તારો લવ પૂરો થઈ ગયો?” માહી બોલી.
“ના...!” ઉતાવળે જીદના મોંઢામાંથી એક શબ્દ સરકી પડ્યો. તેની સાથે જ તેની આંખમાંથી એક આસું પણ સરકી પડ્યું અને એકદમ કંપનીબાગથી નીકળીને રસ્તા પાસે જઈને થોભી ગઈ. તેના પાછળ જોયું. વિનય અને માહી તેને જ જોઈ રહ્યાં હતાં. જીદે લાંબો શ્વાસ લીધો. એ જ સમયે અચાનક એક ગાડી એકદમ તેની નજીક આવીને ઉભી રઈ ગઈ. તેમાંથી ત્રણ અજાણ્યાં માણસોએ હાથ કાઢીને જીદને ગાડીમાં ખેંચી લીધી. જીદ રાડો નાખવા લાગી. વિનય અને માહી દોડ્યા પણ તે પેહલાં જ તે ગાડી ચોકડી વટી ગઈ. વિનય ઉભો રહીને પાછળ પોતાની ગાડી તરફ દોડ્યો. ત્યાં જઈને જોયું તો ગાડી આગળના બંને ટાયરની હવા કાઢી નાખી હતી. માહી રડવા લાગી. તેમની આજુબાજુમાં માણસો ભેગું થઈ ગયું. પરંતુ હવે મોડું થઈગયું હતું.
“સીટ...” વિનય ગાડીને પાટુ(લાત) મારતો બોલ્યો.
પોલીસ સ્ટેશન
“કબ હુઆ યે સબ.” એક સફેદ વર્દીમાં બેઠેલો એફ.આઇ.આર દર્જ કરવાવાળો કોન્સ્ટેબલ બોલ્યો.
“આજ શુભે હી હુઆ યે સબ.” માહી બોલી. વિનયબાજુમાં મોંઢે રૂમાલ રાખીને ત્યાંજ પોલીસસ્ટેશનના બાકડે બેઠો હતો.
“કહા હુઆ યે સબ?” પોલીસવાળો બોલ્યો.
“જી કંપનીબાગમેં.” માહી બોલી.
“વહા પે ક્યાં કરને ગયે થે?” પોલીસવાળો વધુ પડતા પ્રશ્નો કરવા લાગ્યો.
“જી બસ ઘુમને ગયે થે.” માહિ શાંત રહીને બોલી.
“ઘુમને કે લિયે ઔર ભી જગે થી. તુમ વહી ક્યોં ગઈ?” તે પોલીસવાળાનું મોંઢું મલકાઈ રહ્યું હતું. લાગતું હતું કે, તે જાણે છે.
“ક્યોંકી વહાં તેરી બીવી. ઉસકે આશિક સે મિલને ગઈ થી.” રોમ એકદમ પોલીસસ્ટેશનમાં આવીને બોલ્યો.
“તુમ કૌન હો ઔર પોલીસસ્ટેશનમેં આકે તુમ મુઝસે બદ્તમીજી કરતે હોં.” પોલીસવાળો ગુસ્સે થઈને ખુરશી પરથી ઉભો થઈને બોલ્યો.
“સીનીયર સ્પેશિયલ એજેન્ટ રોમ.” રોમ બોલ્યો.
“સર...” પોલીસવાળો સેલ્યુટ કરતા બોલ્યો.
“ક્યાં સર! તુમ્હે ઇસ કામ કે લીયે યહાઁ પે રખા હે?” રોમ ગુસ્સે થઈને બોલ્યો.
રોમનો અવાજ સાંભળી વિનયે તેના ચહેરા આગળથી રૂમાલ હટાવ્યો. વિનયની આંખો લાલ થઈ ગઈ હતી. વિનયનો ઉદાસ ચેહરો જોઈ રોમ તેની નજીક જઈને તેને આશ્વાસન આપવા બોલ્યો.
“વિનય આમ બીજાના ભરોસે બેસી રેહવાથી કઈ નય થાય. હવે, આપણે બંનેએ જ આ કેસ સોલ કરવો પડશે.”
“અને સ્નેહા કેસનું?” વિનય બોલ્યો.
“પેહલા આપણી જીંદગીના કેશ સોલ કરીએ પછી બીજાના.” રોમ બોલ્યો.
“પણ જીદે મારી સાથે લગ્ન કરવાની ના પાડી દીધી છે.” વિનયની આંખોમાં આસું હતા.
“કેમ?” રોમ ચોંકી ગયો.
“મને નથી ખબર.”
“પણ કદાચ હું જાણું છું.” માહી તેમની પાસે આવીને બોલી.
વિનયે અને રોમે એકસાથે માહી સામે જોયું અને બોલ્યા. “કેમ?”
“ચંદ્રવંશી.”
માહિના ઘરે
“આ રહી ચંદ્રવંશી.” માહિના રૂમમાં ઉભેલા વિનયના હાથમાં પુસ્તક રખતાં માહિ બોલી.
“બેટા કઈ ચા-પાણી?” માહિની મમ્મી બોલી.
“મમ્મી અત્યારે નય!” માહી બોલી.
વિનયે તે પુસ્તક લીધું અને તેને લઈને પાછળ ફરતા તેની નજર ઉપર કરી. તેની સામે જીદના ખાનામાં એક ડાયરી પડી હતી. વિનયે તે ડાયરી લીધી. તેનું પહેલું પાનું ખોલ્યું. પેહલ પેજની ઉપર કલકત્તા લખ્યું હતું.
વિનય સમજી ગયો કે, જીદે ડાયરી લખવાની શરૂઆત કલકત્તાથી કરી હશે. તેને બીજું પાનું ફેરવ્યું અને અંદર લખેલાં શબ્દો ઉપર નજર ફેરવવાની શરૂ કરી.
“મમ્મી મારા બાળપણથી આજ સુધી હું ક્યારેય તારાથી દૂર નથી રહી. મને ગુજરાત જેવું કલકત્તા નથી લાગતું. હા કલકત્તા મોડલ શહેર છે. લોકો પણ ફેન્સી છે. કદાચ ગુજરાત કરતા દસ વર્ષ આગળ આવી ગઈ હોય તેવું લાગી રહ્યું છે પણ આગળ જઈને. જાણે હું તને ખોઈ રહી હોય એવું લાગી રહ્યું છે. બસ... તારી પાસે આવી જવાનું મન થાય છે. જોકે, હજું એક જ દિવસ પસાર કર્યો છે, તો પરંતુ....” વિનય પેઝ ફેરવે છે.
“આજે મને એ દેખાયો જે મને પ્લેનમાં મળ્યો હતો. મતલબ કંઈક અજીબ ફીલ થાય છે. હું ક્યારેય આવું કોઈ બીજા છોકરા વિશે નથી વિચારતી. ના મારે એના વિશે કઈ નથી વિચારવું. બસ આજ માટે આટલું જ.” એ પેઝ અડધું હતું. મતલબ વિનય માટે જીદના દિલમાં પણ પ્રેમ હતો. જીદ એ પ્રેમ દબાવી રાખવા માંગતી હતી. એ માટે જ તેને એ સમયે વિનય વિશે વધુ ન વિચાર્યું અને અડધું પેઝ લખીને છોડી દીધું.
“વિનય ચા!” માહિ વિનય પાસે ચા લઈને આવીને બોલી.
“જી.” કંઈને વિનયે ચાનો કપ લીધો.
“કંઈ મળ્યું?” માહિએ પ્રશ્ન કર્યો.
“જીદને કોઈનો ખતરો હતો?” વિનય બોલ્યો.
“ના એને કોનો ખતરો હોય. એ સાવ સાદી અને સિમ્પલ છોકરી છે. પણ હા એને મને થોડાદિવસ પહેલાં સ્નેહા કેસની વાત કરી હતી.” માહિ બોલી.
“સ્નેહા કેસ?” વિનયને અચંબો લાગ્યો.
“હા એ સ્નેહા જે જીદના આવ્યા પેહલાં તેની જગ્યાએ કામ કરતી હતી.” માહિ બોલી.
“શું કહ્યું?”
“વધું તો કંઈ નય પણ એના કોમ્પ્યુટરમાં સ્નેહનો કોઈ ડેટા કે કદાચ કોઈ એવો ગવાહ હતો કે જેની સ્નેહાએ નોંધ કરી હતી.” માહિ બોલી.
“મતલબ જીદને એ જ લોકો ઉપાડી ગયા હશે. જેને સ્નેહાને મારી નાખી.” વિનય બોલ્યો.
“શું.” અચંબિત થઈને માહિ ખુરશી પરથી ઉભી થઇ ગઇ.
“એના મમ્મી સાચું જ કહેતાં હતા. જીદ હંમેશા બીજાને બચ્ચાંવવાના ચક્કરમાં ફસાઈ જાય છે અને પછી મોટી મુશ્કેલી ઉભી થાય છે. બસ શું સુજ્યું મને ગાંડીને કે તેને અહીં લઈ આવી.” માહિ કપાળ ઉપર હાથ રાખીને રડવા લાગી.
વિનયે માહિને શાંત કરી માહિના મમ્મી તેની પાસે આવ્યા અને તેને સમજાવવા લાગ્યાં. એ સમયે વિનયને કંઈ જ ન સુજ્યું એટલે હાથમાં રહેલી ડાયરી ફરી ખોલી. લગભગ થોડા પેઝ વટીને એક પેઝ ખુલ્યું.
“આજે હું બહુંજ ખુશ છું. મારુ મન નાચી રહ્યું છે. મને પણ રાતના બાર વાગ્યે નાચવાનું મન થઇ રહ્યું છે. હું બારી ખોલીને બાહો ફેલાવીને સૂતી આળસુ માહિને પ્રેમના પવન લહેર પહોંચાડી રહી છું. હા હવે હું દિલ ખોલીને કહી શકું કે એ ફક્ત મારા જ છે. ના એ નહીં પણ હું ફક્ત એમની જ છું.”
પેઝની અંતિમ લાઈનમાં લાલ કલરની પેનથી લખ્યું હતું. “આઈ લવ્યું વીનું.” લાઇન વાંચતા જ વિનયે એક્દમથી ડાયરી બંધ કરી. તેને જાણે કોઈ સદમો લાગ્યો હોય તેમ જીદના બેડ પર બેઠો અને યાદ કર્યું કે, “શા માટે તો જીદે મારી સાથે લગ્ન કરવાની અને આગળ રેહવાની ના પાડી?” વિનયનું દિલ જોર-જોરથી ધડકવા લાગ્યું. વિનયે તેના પ્રશ્નનો જવાબ મેળવવા ફરી એકવાર જીદની ડાયરી ખોલી. પરંતુ, તે જે વાંચી રહ્યોં હતો એ અંતિમ પેઝ હતું. મતલબ તેનાથી આગળ જીદે કંઈજ લખ્યું નહતું. વિનયે ચોપડી બંધ કરવા જમણા હાથની વચલી આંગળીથી દબાવીને પત્તા ફેરવવા લાગ્યો અને જેવું પુઠ્ઠું આંગળી અને અંગુઠા વચ્ચે દબાવીને બંધ કરવા ગયો ત્યારે વિનયની નજર છેલ્લાં પેજ ઉપર પડી. તે પેજની એકદમ વચ્ચે એક લાઇન લખી હતી.
“હવેથી મારા દિલની વાત મારા લવને કહીશ.”
વિનયે જીદની ડાયરી એ જ જગ્યાએ રાખી દીધી. જ્યાંથી લીધી હતી. તે ઉભો થયો અને ત્યાંથી ચાલ્યો ગયો.
***