“વિનય... વિનય! (ધીરેથી અવાજ વધી ગયો.)” માહિ વિનય પાસે આવી પહોંચી.
“સોરી માહિ હું હજુ સુધી તેને નથી શોધી શક્યો.” સતત બીજી રાત જાગવાથી વિનયની આંખો લાલ થઇ ગઇ હતી. પણ વિનયને એની કોઈ પરવાહ ન હતી એની આંખો તો માત્ર જીદને શોધી રહી હતી. જે માહીને સાફ દેખાઈ રહ્યું હતું. એટલે માહિએ તેના હાથમાં રહેલું એક પેપર ઉચક્યું અને વિનયને દેખાડ્યું.
“શું છે આમાં?” વિનય બોલ્યો.
“આજના ન્યુઝે મને અને મારી આખી ફેમિલીને હચ-મચાવી દીધી છે.” માહિની આંખમાં આંસુ હતાં.
“કેમ શું થયું?” માહીના હાથમાંથી ન્યુઝ પેપર લઈ વિનય બોલ્યો.
“અંકલ જ્યોર્જ..!” માહિ રડવા લાગી.
“શું થયું એમને?” પેપરના પત્તા ફેરવતાં વિનય બોલ્યો.
એજ સમયે શ્રુતિ મેડમ અને રોમ પણ ત્યાં આવી પહોંચ્યા. “અંડરવર્લ્ડ ડોન આદમે કાલે રાત્રે એક મર્ડર કર્યું. જેની લાસ રેલવેના પાટા ઉપર મળી આવી છે.” શ્રુતિ બોલી.
“શું તે મરવાવાળાની ઓળખ થઈ મેંમ?”
“અ... હા હું તેનું નામ...! લાગે છે ભૂલી ગઈ.” શ્રુતિ જાણી જોઈને ન બોલી.
“લ્યો... મેંમ એટલુંય યાદ નથી. જ્યોર્જ હવે.” રોમ એક ફટકામાં બોલ્યો.
વિનયે માહિ સામે જોયું. તે રડી રહી હતી. આ બધું એક સાથે થવા લાગ્યું માહિ સમજી ન શકી.
પણ આ બધાની પાછળ સામાન્ય હાથ એક જ વ્યક્તિનો છે. તે છે આદમ. કલકત્તા જ નહીં પણ પૂરી પશ્ચિમ બંગાળ પોલીસને તૈનાત કરી નાખવામાં આવી. સાથો સાથ આદમના આવ્યાની વાત લોકો સુધી પહોંચવા લાગી. હવે, નાના નાના ગુંડાઓ પણ તોફાની ટોળા સાથે નીકળી પડ્યા. મતલબ આદમને પોલીસ કસ્ટડીમાં લાવવો ખુબ જ અઘરો બનવાનો હતો.
એક બાજુ જીદ. બીજી બાજુ સ્નેહા કેસ અને હવે આવ્યો આદમ. વિનય પહેલીવાર સંકટમાં ફસાયો. શું આ બધાની પાછળ માત્ર આદમ જ હશે? કે નય! તે કહેવુ મુશ્કેલ બની રહ્યું હતું.
જેમ વિચાર્યું હતું એમ જ વિનયને જબકારો થયો અને આમ તેમ કઈક શોધવા લાગ્યો. વિનયને આમ ગાંડા કાઢતો જોઈને રોમ બોલ્યો, “ફ..ફાઇલ!”
વિનય એકદમ ચમક્યો “હા ક્યાં છે ફાઇલ?”
“તારી બેગમાં.” રોમ બોલ્યો.
શ્રુતિ અને માહીની સમજની બહાર હતું એટલે તે બંને એક ટક થઈ જોઈ રહી હતી.
વિનયે ફાઇલ ખોલી અને એકદમથી બધા ડોક્યુમેન્ટ જોવા લાગ્યો. જેમાં થોડા ડોક્યુમન્ટ જ્યોર્જના મળી આવ્યાં. તેમાં એક કવર મળ્યું જેની ઉપર જ્યોર્જનું નામ લખ્યું હતું. વિનયે તે કવર ન ખોલ્યું તેને લાગ્યું અંદર તેના જ ફોટા હશે અને બીજા ડોક્યુમેન્ટ વાચવા લાગ્યો. તે દરેક ડોક્યુમેન્ટ એક જેવા જ બે હતા. એટલે વિનયે તે બધા જ સાથે રાખીને એક પછી એક જોયાં. તેમાં અલગ વાત તેની અંદર લખાયેલી તારીખ હતી. હવે વિનયે કવર ઉચક્યું અને તેની અંદરથી એક ફોટો ખેંચી કાઢ્યો. તે ફોટો હતો જયોર્જનો જ પણ તે ધોળો હતો. માહિની સામે જોઇને વિનય બોલ્યો, “આ કોણ છે?”
“એતો મારા અંકલ જ્યોર્જ છે.” માહિ બોલી.
“તે કેટલાં સમયથી અહીં કલત્તામાં છે?” શ્રુતિ બોલી.
“મારા જન્મ પહેલા એટલે લગભગ ત્રીસેક વર્ષ.” માહિ બોલી.
“તારા અંકલના લગ્ન થયા હતા?” વિનય બોલ્યો.
“હા પણ એક એક્સિડન્ટમાં આંટી ગુજરી ગયા.” માહિ બોલી.
એટલે કવરની બહાર કાઢેલા બીજા ફોટાને માહીને બતાવતા વિનય બોલ્યો, “કોણ આ આંટી?”
ફોટો જોઈને બધા ચોંકી ગયા. ફોટામાં સાફ દેખાઈ રહ્યું છે કે, તે બંને એ હારમાળા પહેરેલી છે. એટલે માહિ બોલી, “શ્રેયા મેમ?”
પછી ન્યુઝ પેપરમાં આવેલો ફોટો અને શ્રેયા સાથે ઉભેલા જ્યોર્જને જોઇને વિનય બોલ્યો, “તારા અંકલ હજુ જીવે છે.”
હવે, બધા જ ઝડપથી હોસ્પિટલ જવા નીકળ્યાં. આજે રોમ ડ્રાઇવ કરી રહ્યો છે અને વિનય ગાડીની પાછળ બેસીને ફરી એ પુસ્તક વાંચવા બેઠો.
***