Chandrvanshi - 3 in Gujarati Love Stories by yuvrajsinh Jadav books and stories PDF | ચંદ્રવંશી - પ્રકરણ 3

Featured Books
  • Operation Mirror - 4

    अभी तक आपने पढ़ा दोनों क्लोन में से असली कौन है पहचान मुश्कि...

  • The Devil (2025) - Comprehensive Explanation Analysis

     The Devil 11 दिसंबर 2025 को रिलीज़ हुई एक कन्नड़-भाषा की पॉ...

  • बेमिसाल यारी

    बेमिसाल यारी लेखक: विजय शर्मा एरीशब्द संख्या: लगभग १५००१गाँव...

  • दिल का रिश्ता - 2

    (Raj & Anushka)बारिश थम चुकी थी,लेकिन उनके दिलों की कशिश अभी...

  • Shadows Of Love - 15

    माँ ने दोनों को देखा और मुस्कुरा कर कहा—“करन बेटा, सच्ची मोह...

Categories
Share

ચંદ્રવંશી - પ્રકરણ 3

રોમ આસિસ્ટન્ટને જોઈને પ્રશ્ન કરે છે. “can you speak hindi.” આસિસ્ટન્ટ રીંગણી કલરના શર્ટનું બટન બંધ કરતા બોલ્યો. “હા મેં જાનતા હું.”
“કિતને વક્તસે તુમ યહાં પે કામ કર રહે હો?”
રોમ ઇન્વેસ્ટિગેશન કરી રહ્યોં હતો. સાથે-સાથે પેલાં રોમિયોની છેડતી પણ. જ્યારે તે જવાબ આપવાનું શરૂ કરતો ત્યારે રોમ તેની ગોળ-ગોળ ફરતો અને તેની સામે જોઇને ઝીણું-ઝીણું હસ્તો.

અચાનક જ તેની નજર જીદ પર પડી. તેને રોમિયોને થોડીવાર પછી મળવા કહ્યું. રોમ એકદમ ચોથા ફ્લોર પર ગયો અને ત્યાં ઉભેલા વિનયને વાત કરી. વિનય ત્યાંના સિક્યોરિટી પાસેથી સ્નેહાની ઇન્ફોર્મેશન લઇ રહ્યોં હતો. (હા આ એ જ સ્નેહા. જે જીદ પહેલાં તેની જગ્યાએ કામ કરી રહી હતી. જેનું કામ છોડીયાના લગભગ એક મહિના પછી તેના પતિ સાથે એક સુમસાન રોડ પર મર્ડર થયું હતું.)

રોમ વિનય પાસે પોહચે તે પહેલાં જ શ્રુતિ મેંમ રોમને અટકાવતા. “ક્યાં હુઆ રોમ તુમ્હે કુછ પતા ચલા?” રોમના મોંઢામાંથી એકદમથી એક શબ્દ સરકી પડ્યો. “જીદ...” વિનયનું ધ્યાન સિક્યોરિટીથી હટીને રોમ પર ગયું. 

શ્રુતિ આશ્ચર્ય સાથે. “જીદ ક્યાં ?” 
રોમે વિનય સામે જોયું અને પોતાની આંખોને પટપટાવીને. “જી દરસલ મેમ મેને સુના હે કી સ્નેહા એકાઉન્ટ ઓફિસ મેં કામ કરતી થી.”
“હા તો.”
“તો મેમ મેરે ખ્યાલસે ઉસકે કમ્પ્યુટર સે કુછ મિલ શકતા હૈ. જીસસે હમેં કુછ કલુ ભી મિલ જાયે શાયદ!”
શ્રુતિ વિચારીને “હા યે આઈડિયા અચ્છા હે. તુમ ઉસે ચેક કરલો. ઉસમેં મેરી ઇઝાજત્ત કી ક્યાં જરૂરત.”
“નહીં મેમ મેં આપકી ઇઝાજત્ત તો... કભી” અને રોમ હસવા લાગ્યો.

“હા મેં સમજ ગયી કી લેતે નહીં. ઇસી લિયે તુમ પર મુજે ભરોસા નહીં થા. ફિર ભી તુમ્હારે ઇસ પાર્ટનર કી વઝે સે મેરે સાથ હો.” શ્રુતિ ગુસ્સે થઈરહી હતી. ત્યારે જ વિનય ત્યાં તેમની પાસે આવીને.
“મેમ મેં ચલા જાતાં હું.” 

વિનય ત્રીજા ફ્લોરમાં આવે છે. તેને આજે પણ બ્લેક શર્ટ પહેર્યો છે. નીચે સફેદ પેન્ટ, સાદી ઘડિયાળ, બુટ અને બધાથી વિશેષ તેને આજે પણ એ જ સેન્ટ લગાવ્યો હતો. જે તેને જીદને પહેલીવાર મળ્યો ત્યારે લગાવ્યો હતો. જેવો તે પોતાના શર્ટના જમણા હાથની બાય ચડાવતો એકાઉન્ટ ઓફિસમાં પોહચ્યો કે તેનો હાથ કંપવા લાગ્યો. તે ઓફિસમાં જગ્યા ખુબ ઓછી હતી અને વર્કર્સ વધુ. તેને નજર ફેરવવાની જરૂરનો પડી કેમકે બારણાંની પાસે જ જીદનું કોમ્પ્યુટર હતું. વિનય ઊંડો શ્વાસ લઈને જીદની બાજુમાં બેસેલી સાઈનાને પ્રશ્ન કરે છે. 

“મેમ યહાઁ સ્નેહા કા કમ્પ્યુટર કોન શા હૈ?” વિનય તીચ્છી નજરે જીદને જોઈ રહ્યોં હતો.

જીદનું મન પણ તેના તરફ ખેંચાઈ રહ્યું હતું અને વારંવાર તેની સામે જોવાઈ જ જતું. મનોમન એક ખુશીના એહસાસનો અનુભવ જીદને થઈ રહ્યો હતો. એક્દમથી તેને પોતાના મનને કાબુમાં કર્યું. 

સાઈનાએ જીદના કમ્પ્યુટર પર આંગળી ચીંધી અને વિનયને પ્રત્યુત્તર આપતા કહ્યું. “જી યે મેરે પાસ વાલે કમ્પ્યુટર પર હી બેઠતી થી.”

વિનય માથું હા માં હલાવે છે. જીદ સમજી જાય છે એટલે તે પોતાની ખુરશી પરથી ઉભી થઇ જાય છે. વિનય તેને બોલાવતા. “કોઈ બાત નહીં આપ અપની ચેર પર બેઠીએ મેં તો ખડે-ખડે હી ચેક કરના ચાહુંગા.”

જીદ અને વિનય બંન્નેમાંથી એક પણ ખુરશી પર બેસ્યા નહીં. વિનય કમ્પ્યુટર ચેક કરતા-કરતાં જીદને પુછે છે. “આપ કિતને વક્ત સે યહાઁ પે કામ કર રહી હૈ?”

“જી મેં તીન દિન સે.” જીદ બોલી. વિનય કમ્પ્યુટરથી ધ્યાન હટાવીને તેની તરફ જોવે છે. ફરી એક સવાલ કરે છે. “તો આપ યહીં કલકત્તા કી હૈ?” આ સવાલને અને ઇન્વેસ્ટિગેશનને કંઈજ લેના દેના ન હતા. 

જીદ થોડું જૂઠું બોલતા. “હા મેં યહીં કી હું.” 

“લેકિન, આપકો કભી દેખા નહીં.” વિનય આ વાક્ય સાથે ફરી ટેબલના ખાનાને ચકાસવા લાગ્યો. જેથી જીદને એમ થાય કે તે પોતાની રિસર્ચનો એક હિસ્સો છે. પણ જીદની આખો તેનું આ બનાવટી ઇન્વેસ્ટિગેશન સમજી ગઈ હતી. કેમકે, વિનયની નજર અને હાથ બંને વિરુદ્ધ દિશામાં કામ કરી રહ્યાં હતાં. 

થોડીવારમાં જ શ્રુતિ નીચે આવી પોહચી અને વિનયને પોતાની સાથે આવવા કહે છે. 
“લેકિન, મેમ મેને અભી પુરા ચેક નહીં કિયા હૈ.” વિનયને હજુ થોડીવાર જીદની સાથે વાતો કરવી હતી. રોમ શ્રુતિ પાસે આવીને છાતી ફુલાવીને. મર્દ જેવો રોપ જમાવતા “મેમ વહાં યે ક્યાં કરેગા. મેં હું ના સંભાલ લુંગા.” 

“હા તુમ્હે સંભાલને કે લિયે હી ઉસે લે જા રહે હૈ.” 
શ્રુતિ બોલી.

“આપને તો ઇજ્જત કા ફલૂદા કર દિયા મેમ.” રોમ કરમાઈ ગયો.

વિનયને શ્રુતિએ પછી ક્યારેક આવવાનું કહ્યું. જેથી તે ચેક કરી લે. તે સમયે ડોઢડાયો રોમ બોલ્યો. “મેમ હમ ફિર કબ યહાઁ આયેંગે.”

“હમ નહીં. સિર્ફ વિનય."

રોમ જીણેથી ગુણ-ગુણયો (હા મેમ એને જ તો અહીં આવવું છે. મારે તો એરહોસ્ટેસ પાસે જ જાવું છે.) 

“ક્યાં ગુન ગુના રહે હો?”

“કુછ નહીં મેમ બસ સોચતે-સોચતે મુહ સે નિકલ ગયા."

“ઠીક હે અભી યહાઁ સે ચલો. વિનય તુમ ભી જરૂરી કામ હૈ.”

“જી મેમ." કહીને વિનય બહાર નીકળવા લાગ્યો. જતાં-જતાં તે જીદ તરફ નઝર કરતો ગયો. જીદ પણ તેને એકટક થઈને જોઈ રહી હતી. એ જ સમયે સાઈનાએ પોતાનો હાથ જીદની ખુલી આંખોની સામે રાખીને ઉપર નીચે કર્યો. 

“ક્યાં ખોવાઈ ગઈ હા. દિલની ધડકનનો અવાજ મને પણ સંભળાઈ રહ્યો છે. કંઈક કનેક્શન તો છે હા.” સાઈના હસીને બોલી રહીં હતી.

અચાનક ત્યાં શ્રેયા આવી પોહચી અને સાઈનાને જીદ સાથે વાતો કરતાં જોઈને ગુસ્સે થઈ. તે એકાઉન્ટ ઓફિસના પહેલા કમ્પ્યુટર પાસે આવીને થોભી ગઈ. પોતાના હાથમાં રહેલી ફાઇલ ત્યાં ટેબલ પર મુકી. તે જીદની ફાઇલ હતી અને તેના પરથી નજર હટાવીને શ્રેયાએ સાઈનાને આંખો ફાડીને ગુસ્સેથી જોયું અને બોલી. 
“વો તો યહાઁ પર નયી હૈ. લેકિન, તુમ નહિં જાનતી યહાઁ કા રુલ ક્યાં હે! ઔર હા.” જીદ તરફ જોઈને. “તુમ ભી જાન લો યહાઁ આપકો એક દુસરે કી જાન પહેચાન કે પૈસે નહીં દિયે જાતે. આપકો બીના બાત કિયે સિર્ફ અપના કામ કરના હે.” કહીને શ્રેયા ત્યાંથી ચાલતી થઇ.

જીદ અને સાઈના પોતાના કામમાં લાગી ગયા. જીદના મનમાં ઘણાં બધા સવાલો ઉભા થયા. (આ કોણ છે? મારી પહેલાં અહીં બેસનાર સ્નેહાને તે શા માટે શોધી રહ્યાછે? તેને એવુતો શું કર્યું કે શ્રેયાએ તેને નોકરીમાંથી કાઢી નાખી..!) વિચારતા-વિચારતા તેના હાથમાં એક અલગ ફાઇલ આવી. તે ફાઈલને જીદે ખોલી અને તેને અડધા સવાલોના જવાબ મળી ગયા. પછી તેને એ ફાઇલમાંથી એક પેપર (પેજ) કાઢીને ટેબલ પર પડેલી પોતાની ફાઈલમાં મુકી દીધું.

સાંજે બધા છૂટી ગયા. જીદ અને માહી પણ નીકળી ગયા. આજે ત્રણ દિવસબાદ પણ કાળા વાદળો ગયા ન હતા. ‘લગભગ તોફાની પવન થશે અથવા તો વાવાઝોડું આવશે.’ લોકો આવી વાતો કરી રહ્યા હતા. જીદ પણ માહીને જણાવી રહી હતી કે આજે તેના સાથે શું-શું થયું હતું. પરંતુ, તે માહીને એ ફાઇલ વાત નથી કરતી. 

જીદ માહીને ત્યાં ઓફિસની બહારના રસ્તા પાસે ચન્દ્રતાલા મંદિર જવાની વાત કરે છે. બંને કાલે રજા છે એટલે ત્યાં જવાનું પાકું કરે છે. ત્યારે અચાનક જ જીદની નજર રસ્તાની સામે ઉભેલા વિનય તરફ પડે છે. વિનય જીદને જ જોઈ રહ્યો હતો. જો કે, જીદની નજર અત્યારેજ પડી. તે હવે માહીને જણાવે છે.

“જો પેલો માણસ નય! ઓફિસર મતલબ ખબર નય પણ કોઈ સરકારી ઓફિસર. થોડો વધુ પડતો આગળ વધી ગયો છે.” જીદ કતરાઈને બોલી.

માહી થોડી રોમાન્ટિક થઈને મસ્તી કરતાં બોલી. “હા એ તો તારી ખૂબસુરતીનો દિવાનો થઈ ગયો લાગે છે.”

“હા તને તો મોકો મળી ગયો મને હેરાન કરવાનો.” જીદ બોલી.

“હું તને હેરાન કરું છું? એવું છે તો તેને કાઈ આવું ફરી આ ગલીમાં દેખાતો નય. જો ભાળી ગઈ તો...” માહી અટકાઈ ગઈ.

“ભાળી ગઈ તો શું? એ તો હજુ પણ તપાસ કરવા આવવાનો છે. આપણી ઓફિસમાં.” જીદ પાછી માહીને ચિડાવવા લાગી અને બંને વચ્ચે એક મીઠો ઝગડો શરૂ થયો. તે બંને જગડી રહી ત્યાં સુધીમાં વિનય ત્યાંથી ચાલ્યો ગયો હતો. માહી પણ હસીને બોલી પડી. “જોયું આપણા ઝગડાને જોઈને એ ડરીને ભાગી ગયો. કેમકે મારી સાથે ઝગડતા તારું ચુડેલ સ્વરૂપ બહાર આવી ગયું.” 

“ના એ મારા ચુડેલ રૂપને જોઈને નહીં પણ મને ચુડેલ સાથે ઝગડતા જોઈને સમજી ગયો હશે. હું કેટલી ખુંખાર છું.”

“હા..હા.મને ખુબ હસવું આવ્યું.” માહી ચીડાઈને બોલી. પછી બંને માહિના ઘરે જાય છે. રાતે જીદની ઊંઘ ઊડી ગઈ હતી. તેને વિનયનો જ વિચાર આવ્યા કરતો હતો. તેનો બોલેલા શબ્દોના પડઘા થોડી-થોડીવારમાં પડ્યા કરતાં. તેની એ રાત ખુબજ લાંબી રહીં. જેમાં ફક્ત વિનયના જ વિચાર ચાલતા હતા.

***