Chandravanshi - 1 - ank 1.2 in Gujarati Mythological Stories by yuvrajsinh Jadav books and stories PDF | ચંદ્રવંશી - પ્રકરણ 1 - અંક ૧.૨

Featured Books
  • महाशक्ति - 32

    महाशक्ति – एपिसोड 32"तांडव की आहट और प्रेम की शपथ"---कहानी अ...

  • लाल बैग

    रात का समय था। एक बूढ़ा आदमी अपने पुराने से घर में अकेला बैठ...

  • इश्क़ बेनाम - 3

    03 चौखट भीतर तूफान सुबह की धुंधली रोशनी में रागिनी अपने मन म...

  • महाभारत की कहानी - भाग 105

    महाभारत की कहानी - भाग-105 कौरव और पांडव पक्ष के युद्धयात्रा...

  • नागलोक

    Subscribe Bloody Bat Horror Stories for watching latest horr...

Categories
Share

ચંદ્રવંશી - પ્રકરણ 1 - અંક ૧.૨

હવે તે બંન્ને શાંતિથી બેસી ગઇ હતી. એ સમયે માહીની નજર જીદના હાથ ઉપર પડી. તેના હાથમાં એ જ લાલરંગની પુસ્તક હતી અને તેના પર સફેદ રંગના અક્ષરથી ચંદ્ર્વંશી લખાયેલું હતું. જેને તે સાથે લઈને નીકળી હતી. માહીએ તેના મનમાં આવેલો પેહલો પ્રશ્ન પૂછ્યો :
“તારા મમ્મીએ કેમ અચાનક જ તને કોલકત્તા આવવાની અનુમતિ આપી દીધી? મેં અને મારા મમ્મી-પપ્પાએ તને ત્યાં જોબ મળી, ત્યારે તેમને મનાવવા કેટલી બધી રીકવેસ્ટ કરેલી પણ ત્યારે તો તારા મમ્મી ટસના મસના થયા અને હવે આમ અચાનક જ તને કલકત્તા જવાનું કહીં દીધું?”

ત્યારે જીદ અચકાતા-અચકાતા કહે છે : “એ તો… ક..ક...કદાચ એમને તારા મમ્મી-પપ્પાનું કહેલું લાગી આવ્યું હશે!”

“હા! જેમ પેહલા લાગી આવતું હતું. નય?” હસતાં-હસ્તા માહી બોલી.

ચાલ જવાદે એ વાત પણ કાલે રાતે જ્યારે રસ્તા પર મેં તારી સામે ગાડી રોકી ત્યારે તું કેમ ડરી ગઈ હતી?” માહીએ જીદની સામે બીજો પ્રશ્ન ઉભો કરી દીધો.

જીદ હવે એકદમથી જવાબ આપીદે છે . “રાતે રુહીના લગ્નમાંથી નીકળ્યાં બાદ હુ તારા કહ્યાં મુજબ તારા આંટીના ઘરે જ જતી હતી પણ હું તેમના ઘરે પોહચું તે પહેલાં જ મારી પાછળ થોડા લોફરો પડી ગયા. તે સમયે સાત-આઠ વાગ્યા હશે અને સાથે-સાથે આવા ઉનાળામાં પણ ઘણઘોર અંધારુ થઈ ગયું હતું. હું જ્યાંથી નીકળી રહી હતી, ત્યાં રસ્તો સાવ સુમસાન હતો અને ત્યાં કોઈ હાથ રિક્ષાવાળો પણ ન હતો. તેથી હુ ઝડપથી ચાલવા લાગી તો એ લોફરો પણ મારી પાછળ-પાછળ ચાલવા લાગ્યા અને તેમનાંથી ડરીને હુ ભાગવા લાગી અને રસ્તો ભૂલી બેસી. પછી એક-બે સોસાયટીમાંથી નીકળ્યાબાદ એક રસ્તો દેખાયો અને હુ તે રસ્તે આવી પોહચી. જ્યાં ડરતા-ડરતા ચાલી રહી હતી, ત્યાં એકદમથી તારી ગાડી આવી. અંધારમાં મારી આંખો સામે તારી ગાડીની લાઇટ આવતા મને કાઇજ દેખાયું નહીં. એટ્લે મને એમ થયું કે એ લોફરો આવી ગયા.”

“હમ્મ એટ્લે જ તું ગભરાઈ ગઈ હતી. મને લાગ્યું કે તું કોઈ પ્રોબ્લેમમાં છે. નય તો તને એટલી બધી ડરેલી મેં ક્યારેય નથી જોઈ.” બોલીને માહી ચૂપ થઈ. 

થોડીવાર માહી તેની પુસ્તક સામે તીરછી નઝર કરીને જોઈ રહી હતી. તે ફરી એક પ્રશ્ન પૂછી લે છે : “આ પુસ્તકમાં એવું તો શું છે કે તું તેને આટલી બધી સાચવીને રાખે છે?”

“મને નથી ખબર. આતો મમ્મીએ રુહીના મેરેજમાં આવતા પેહલા જ મને આ બુક આપેલી અને મને આ પુસ્તકોને કોલકાતામાં આવેલા ચદ્રતાલા મંદિરના દર્શન કર્યા બાદ જ ખોલવાની સોગંધ આપી છે. આ પહેલા ક્યારેય મેં આ બુકને નથી જોઈ.” આટલું બોલી જીદ વોશરૂમ જવા સીટ પરથી ઉભી થાય છે અને બુક બાજુના પર્સમાં મૂકે છે.

***

જીદ વોશરૂમમાંથી બહાર આવતા જ તે એક કાળા શર્ટવાળા છોકરા સાથે અથડાઇ જાય છે અને તેનો પગ લપ્સી જાય છે. જીદને તે એક્દમથી પકડી લે છે. અચાનક જ બંનેની નઝરો મળી ગઈ અને બંને બધુ જ ભૂલીને બસ એકબીજાને જોઈ રહ્યાં હતા. જીદના ગુલાબની પાંખડી જેવા હોઠ તેની સામે હતા. પેહલીવાર જીદ આજે સાનભાન ભૂલીને કોઈ છોકરાને જોઈ રહી હતી. તે છોકરાની સ્પ્રેની સુગંધ જીદને કોઈ માદક નશો કરાવી રહી હતી. એટલી જ વારમાં એક એરહોસ્ટેસ આવી ગઈ અને તે થોડું શરમાઈને બોલી : “મેમ આર યુ ફાઈન.”

જીદ અને તે અજાણ્યો છોકરો ચોકીને એકદમ સરખા થઈ ગયા. તે છોકરો પોતાના વાળ સરખા કરીને જીદ સામે જોઇને બોલ્યો. : “સોરી મેં તો યહાઁ સે નિકલ રહા થા ઔર આપ આ ગઈ. આઈ એમ સો…સોરી... સિ...ર્ફ. મેં..તું." જીદની આંખોમાં જોઈને તે તોતડાવા લાગ્યો. જાણે કે તેની જીભ કઈક બીજું કેહવા માંગતી હોય.
 
એ જ સમયે એક બીજો છોકરો ત્યાં આવીને એકદમથી બોલ્યો. “હા..! વાહ મારો ભાઈ પ્લેનમાં ચાલું થઈ ગયો અને અમેં જો કદાચ અમારા માટે જોઈએ તો...તો… (થોડું અટકાઈને) ‘અચ્છા આપ કરે તો લીલા ઔર હમ કરે તો ઢીલા’ તું ઉભો રે હું શ્રુતિ મેમને કોલ કરું કે તું અહિયાં શું કામે આવ્યો છે.” એટલે તે કાળા શર્ટવાળા છોકરાએ બીજા છોકરાને કોણી મારીને અટકાવતા ચુપ કરાવતો બોલ્યો. “સી...ચ રોમ ચુપ થઈ જા.”