Chandrvanshi - 3 - 3.2 in Gujarati Love Stories by yuvrajsinh Jadav books and stories PDF | ચંદ્રવંશી - પ્રકરણ 3 - અંક 3.2

Featured Books
  • انکہی محبت

    ️ نورِ حیاتحصہ اول: الماس… خاموش محبت کا آئینہکالج کی پہلی ص...

  • شور

    شاعری کا سفر شاعری کے سفر میں شاعر چاند ستاروں سے آگے نکل گی...

  • Murda Khat

    صبح کے پانچ بج رہے تھے۔ سفید دیوار پر لگی گھڑی کی سوئیاں تھک...

  • پاپا کی سیٹی

    پاپا کی سیٹییہ کہانی میں نے اُس لمحے شروع کی تھی،جب ایک ورکش...

  • Khak O Khwab

    خاک و خواب"(خواب جو خاک میں ملے، اور خاک سے جنم لینے والی نئ...

Categories
Share

ચંદ્રવંશી - પ્રકરણ 3 - અંક 3.2

“માહી તને લાગે છે કે, જંગલમાં આટલે દુર પણ કોઈ મંદિર હશે.” જીદ ચાલતા-ચાલતાં જ બોલી રહી છે. 

“હવે ખબર પડી કે તે નાની છોકરી એ છોકરાને કેમ ડરાવી રહીં હતી. એની મમ્મી તો શું! મારી મમ્મી પણ મારે.” માહી બોલી.

લગભગ પંદર મિનિટ ચાલ્યાબાદ થોડી દુર એક મંદિરની ટોચ (શિખર) દેખાવા લાગી હતી. માહી જીદ તરફ ખુશીથી જોઈને તે ટોચ તરફ ઈશારો કર્યો. તે બંનેની ચાલવાની ઝડપ વધી ગઈ. મંદિર સુધી પહોંચતા તો બંને પરસેવો-પરસેવો થઈ ગઈ. આકાશમાં રહેલા વાદળોના લીધે તેમને વધુ બાફ થઈ રહ્યો હતો. માહી તે મંદિરને જોઈને ડરી રહી હતી. 

તે મંદિર ફરતે કિલ્લા જેવી ઉંચી દિવાલ ફરતે જાડી હતી. તે ફરતી લાંબી અને ઉંચી દિવાલ કાળી પડી ચુકી હતી. મંદિર તે કિલ્લાની અંદર હતું અને તે મંદિર કા તો ઉંચુ હશે અથવા તે મંદિર કિલ્લાની અંદરના ટેકરા પર બાંધવામાં આવ્યું હશે. કેમકે દુરથી જ નહીં પણ નજીકથી પણ તે મંદિરની ટોચ દેખાઈ રહી હતી. જીદ અને માહી તે કિલ્લાની અંદર જવાનો રસ્તો શોધી રહ્યાં હતાં. તે કિલ્લાની પુર્વથી આવેલા જીદ અને માહી તેની ઉત્તર તરફના રસ્તે ચાલી રહ્યાં હતાં. જ્યારે તેની દક્ષિણમાં પણ એક રસ્તો હતો.

  થોડું ચાલતા જ તેમને એક મોટો દરવાજો દેખાયો. તે દરવાજાની ઉંચાઈ લગભગ પંદર ફુટ જેટલી હશે. પરંતુ તે બંધ હતો. તેને ધક્કો મારતા માહી બોલી. 
“દરવાજો અંદરથી જ બંધ છે.”
તે સાંભળી જીદ પણ બોલી. “તો હવે શું કરશું?”
“કોઈ બીજો રસ્તો હશે જ.” માહીએ કહ્યું.

ઘણું આગળ ચાલ્યા પછી પશ્ચિમ દિશામાં તે દિવાલનો અંતિમ ખુણો આવ્યો. માહિની નજર તે ખુણાની પાછળ જાય તે પહેલાં જ દિવાલની એક મોટી બખોલમાં પડી. લગભગ તો એ દિવાલ પથ્થરની જ બનેલી હતી એટલે કા’ તો દિવાલ જાતે જ પડી ગઈ છે અથવા કોઈએ જાણી જોઈને પાડી હતી. જીદ અને માહીને અંદર જવાનો રસ્તો તો મળી જ ગયો. એટલે તેમણે તે પડી હોય કે પાડી હોય તેમનો આભાર માની એક-બીજા સામે હસીને અંદર જાય છે. 

અંદર સૌથી વધુ ઘાસ ઊગ્યું હતું. લોકો ત્યાં કદાચ ઓછા આવતા હશે એવું લાગી રહ્યું હતું. પરંતુ ત્યાં આવતા જરૂર હશે અને શા માટે એ નથી ખબર. કેમકે તે લોકો જો મંદિરના દર્શન કરવા આવતા હોત, તો મંદિરની હાલત ખંડિત જેવી ન થાત. મંદિરની દિવાલ ફરતા કેટલાંય પક્ષીઓના માળા હતાં અને મંદિરની દિવાલ પણ કિલ્લાની દિવાલની જેમ કાળી પડી ચુકી હતી. 

આ બધું જોઈને, જીદના મનમાં થયું કદાચ આ એ મંદિર નથી. જે મારા મમ્મીએ મને કિધેલું. તેના કહ્યા મુજબ મંદિર આરસના પથ્થરનું હતું. પરંતુ મંદિરનો આ કાળો કલર જોઈને એ માનવું મુશ્કેલ છે કે મંદિર આરસનું છે.

તે બંને એક નાનકડી કેડીએ થી ચાલી રહ્યાં હતાં. કિલ્લો જાજો મોટો તો ન હતો પણ મંદિરની ચારે બાજુ સમાન અંતરનો જરૂર હતો. મતલબ કે મંદિર કિલ્લાની એકદમ વચ્ચે આવેલું હતું. હવે માહી અને જીદ મંદિરની નજીક પોહચી ગયા. તે બંને એકી જ સાથે બોલ્યાં. 
“આપણે તો ચાલવાની કેડી મહાન છે અને અહીં ગાડી ચાલવાની નિશાની છે. મતલબ તે બારણાંને કોઈ અંદરથી જાણી જોઈને બંધ રાખે છે.”

તેમણે જેવી હાલાત મંદિર અને તેના કિલ્લાની જોઈ તેનાથી એમ લાગ્યું હતું કે બારણાંને ઉઘાડવું મુશ્કેલ છે. તે બંનેએ ગાડી કે કોઈ મોટાવાહનની કેડીએ ચાલીને દક્ષિણ તરફના બારણાં સુધી પહોંચી અને જે વિચાર્યું તેનું વિરુદ્ધ બારણું એકદમ આરામથી ખુલ્લી ગયું. તે બંને કોઈ ઓફિસર તો હતી નય એટલે તે બધું અવગણીને મંદિરની અંદર જવાનું વિચાર્યું. 

“અંદર આટલું બધું અંધારું કેમ છે?” માહી બોલી.

“હવે એના માટે તો આપણે મંદિરનો ઇતિહાસ વાંચવો પડશે.”

“હા! હવે, તારા આ ખંડેર મંદિરનો ઇતિહાસ કોઈ મહાન મેગેસ્થનીઝ જેવા રાજદૂતે લખ્યો હશે.” જીદની વાતની મશ્કરી ઉડાવતા માહી બોલી.

“છોડ એ વાતને આપણે જો અહીંયા કોઈ બારી હોય તો ખોલીએ.” જીદ બોલી.

પછી બંન્નેએ મળીને એકબીજાના સાથે રહીને એક બારી શોધી કાઢી. જેવી લાકડાની એ બારી ખોલી કે, ત્યાં જ ઉપર રહેલી એક કળશ નીચે પડી અને એ વાદળમાં ભળી જાય તેવી રખ્યાંએ મંદિરની સાથે માહી અને જીદ સાથે ચોંટી ગઈ. આખું મંદિર રખ્યા-રખ્યા થઈ ગયું. તે બંને એક સાથે બોલ્યા. “આટલું ઓછું હતું કે હજું એક કામ વધ્યું. ઉફ!”

“આજે તો થાકી જવાના છી જીદ.” માહી બોલી.

***




“રોમ તને શું લાગે છે? શું આ કોલસાની ખાણવાળો સાચું બોલતો હશે.” વિનય ગાડી ચલાવતા-ચલાવતા બોલ્યો.

“સાચું તો તું પણ નથી બોલતો એ ક્યાંથી બોલવાનો?” રોમ બોલ્યો.

વિનયને આ વાત હજમનો થઈ એટલે તેને રોમને પૂછ્યું. “હું?”

“હા! કાલે તું સાંજે ક્યાં ગયો હતો?”

વિનય થોડો અચકાતો હોય તે રીતે બોલ્યો. “કાલે..! હું તો... ત્યાં જ બસ... ત્યાં જ.”

વિનયની વાત કાપતા રોમ બોલ્યો. “હા બોલવા જેવું કંઈ રહ્યું નથી. એટલે જ ‘બસ ત્યાં જ... ત્યાં જ’ કર્યાં કરે છે. બોલ હવે બોલ. કેમ બોલતી બંધ થઈ ગઈને.”

હજું વિનય રોમ સામે વિચારીને બોલવા જાય છે. ત્યાં જ અચાનક તેની નજર મંદિરના દક્ષિણ તરફના ખુલ્લાં દરવાજા તરફ પડે છે. વિનયે એક દમ બ્રેક લગાવી. રોમ કાચ તરફ આગળ આવતો રહ્યોં અને એકદમ તેનો એક હાથ ગાડીના કાચનો ટેકો રાખીને અટકાઈ ગયો.

“શું થયું?” રોમ બોલ્યો.

“જો મંદિરનો દરવાજો.”

“હા તો દરવાજો શું.”

એટલી વારમાં તો વિનય ગાડીમાંથી ઉતરી ગયો હતો. એટલે ગાડીની બહારથી જ બોલ્યો. “તને યાદ આવ્યું પાડુઆના લોકોને પૂછ્યું હતું. ત્યારે તેમને આપણને કહ્યું હતું કે મંદિર બંધ જ રહે છે. જ્યારે આપણે અહીથી નીકળી રહ્યાં હતાં. ત્યારે આ દરવાજો પણ બંધ હતો અને અત્યારે...”

“હા આપણે દરવાજો બંધ કરી દેવો જોઈએ.” વિનયની વાતને કાપતા ફરી રોમ બોલ્યો.

વિનય રોમને જાણતો હતો. તેને નજર અંદાજ કરીને મંદિર અંદર જવા આગળ વધ્યો. રોમ પણ તેની પાછળ બબડતો-બબડતો ચાલવા લાગ્યો. “હું સીનીયર છું. મારુ તો સાંભળતો જ નથી. મારે નથી કરવી આવી નોકરી. ઉપલી રેંકવાળા તો સમજ્યો આ તો હજુ નવો જ છે. શ્રુતિ મેડમ પણ મને આના ભરોસે છોડી દે છે. મારે નથી રહેવું...”

એટલીવારમાં રોમને સમજી ગયો હોય તેમ વિનય બોલ્યો. “રોમ સર આપ આગળ નય આવો?”

તે સાંભળતા જ રોમ બકવાશ બંધ કરીને ઝડપી-ઝડપી ચાલવા લાગ્યો. “હા...હા આવીજ રહ્યો છું. આતો વિચારી રહ્યો હતો કે મંદિર કેમ ખુલ્લું છે?”

રોમ વિનયની આગળ નીકળી ગયો અને પહેલાં તો જઈને બારણાંની ઉપર લાગેલ ચંદ્રની આકૃતિને જોઈ. પછી માથું ખાંજોળીને બોલ્યો. “અલા આટલે બધે ઉપર કોણ આને લગાડવા ગયું હશે?” 

વિનય કપાળે હાથ રાખી માથું ‘ના’ માં હલાવતો હોય તેમ કરીને બોલ્યો. “તે દરવાજો બનાવ્યો હોય ત્યારે જ લગાવ્યો હોય.” 
રોમનો પોપટ થઈ ગયો હતો. તે વધુ કાંઈ ન બોલતા આશ્ચર્યથી વિનયને જોવા લાગ્યો. 
વિનયને થયું કે કદાચ હવે તેને મનમાં વિચારવા આવ્યો હશે કે, કેમ તેને શ્રુતિ મેમ વિનયના ભરોસે મોકલે છે.” પણ સાચે એવું થયું જ નહીં. 
રોમે તેનું ઉલટું જ કહ્યું. “હા એતો બધાને ખબર પડે જ. બસ હું તો તને ચેક કરતો હતો.”

રોમ અને વિનય કિલ્લાની અંદર ગયા. મંદિર ફરતે એક સરખા માપની નોંધ વિનયે લીધી. ત્યારબાદ બંને મંદિરની એકદમ નજીક પહોંચ્યા. મંદિરના પ્રાંગણ પર ચડી રહેલા પગથિયાં પર પગલાની છાંપ જોઈને વિનય બોલ્યો. 
“મંદિરમાં કોઈ આપણી પહેલાં આવેલું છે.”

“અને કદાચ તે ગયું પણ નથી.” રોમ પગથિયાંની બાજુમાં પડેલી મોજડી જોઈને બોલ્યો.

“મતલબ કોઈ છોકરી અથવા સ્ત્રી હજુ પણ મંદિરની અંદર છે.” 

વિનયની વાત સાંભળી રોમ એકદમ બોલી ઉઠ્યો. “હું તારો સિનીયર છું. એટલે હું તને હુકમ આપું છું કે,” પછી થોડી નર્માશથી બોલ્યો. “પહેલાં હું અંદર જઈને જાણીશ.”

વિનય રોમ સાથે કોઈ બહેશ નથી કરતો કેમકે, અત્યારે તે એક કેશને સોલ્વ કરવા માંગે છે. એટલે રોમ મંદિરના ગર્ભગૃહમાં જાય છે અને વિનય મંદિરના પ્રાંગણમાં જ ઉભો રહે છે.

રોમ લાલચનો માર્યો અંદર જઈ પહોંચ્યો. અંદરનો તે ગર્ભગૃહનો રૂમ ખુબજ મોટો હતો પણ તેમાં ઘણઘોર અંધારું હતું. રોમની ડાબી બાજુએ એક નાનકડી બારી ખુલ્લી હતી. રોમ બારી તરફ આગળ વધ્યો. હજું તે બારી પાસે પોહચે તે પહેલાં જ તેની નજર એક છોકરી જેની આચ્છી આકૃતિ દેખાઈ અને તેને જોવા થોડું ઝુક્યો. તે જ સમયે તે છોકરીએ પણ પોતાનું ચેહરો ઉપર કર્યો. બારીનો પ્રકાશ એકદમ તેના ચેહરા પર પડ્યો અને રોમેં તેનો ચહેરો જોયો કે તેના મોઢામાંથી એક ચીસ નીકળી ગઈ. “આ...આ...આ...”

રોમનો અવાજ સાંભળીને ડરી ગયેલી માહિની પણ ચીસ નીકળી ગઈ “આ...આ...આ...” અને ડરના લીધે માહીનો હાથ ઉપડી ગયોને એક જોરથી તમાચો રોમને ચોટી ગયો. રોમ એકદમ ત્યાંથી ભાગવા લાગ્યો. 

વિનય પણ રોમની ચીસ સાંભળીને ગર્ભગૃહમાં આવી ગયો. માહી અને જીદને કે વિનય અને રોમને કોઈને પણ એકબીજાના ચેહરા સરખા દેખાતા ન હતા. રોમ અને માહિની ચીસ સાંભળીને જ ડરી ગયેલી જીદ પોતાના કાન પર હાથ રાખીને આંખો બંદ કરીને ચિસા-ચીસ કરવા લાગી. તેનો અવાજ સાંભળીને માહી અને રોમ ચુપ થઈ ગયા. તેની જ બાજુમાં આવી ઉભેલા વિનયે રાડોથી કંટાળીને એક તમાચો ચોંટાડી દીધો. જીદના ગાલ ઉપર ચોંટેલી રખ્યાં પર વિનયના હાથની લાલ નિશાની પડી ગઈ. 

એક્દમથી બધાં બહાર નીકળ્યાં. જીદ અને માહી બંનેના ચેહરા પર લાગેલી રખ્યાંને લીધે તે બંનેને ઓળખવી મુશ્કેલ હતી. પરંતુ વિનય બહાર ઉભેલી જીદની આંખોને જોઈને જ તેને ઓળખી ગયો અને ખડખડાટ હસવા લાગ્યો.

તે જોઈને ચિડાઈને ઉભેલી માહી અને જીદ વધુ ગુસ્સે થયા. તેમના ચડેલા ચેહરા અને મુઠ્ઠી બંધ હાથને જોઈને વિનય સમજી ગયો કે તે બંને તેના પર ખુબજ ગુસ્સે છે. વિનય વાતને વાળતા અને રોમનો લાલ ચહેરો બતાવતા બોલ્યો. 
“સોરી હું પણ આની જેમ ડરી ગયો હતો.”

જો કે, તેનું ખોટું ચાલ્યું નહીં કેમકે તેના કપાળ પર ડરની એક પણ ક્ષિતિજ ન હતી. જ્યારે રોમ હસવાનો અને હિંમતવાન દેખાવાનો પ્રયાસ તેના પેરસેવાથી નીતરી રહેલો ચહેરો જ સમજાવી રહ્યોં હતો. એટલે પહેલાં વિનય અને પછી રોમને જોયા પછી જીદ સમજી ગઈ કે તેમાં ડરવાનો પ્રયાસ કરનાર વિનયને ગુસ્સેથી જોવા લાગી.

વિનયને પોતાની સાથે લાવેલ ગાડીમાં પાણીના બાટલાની યાદ આવી એટલે તે બોલ્યો. “સોરી તમારો ચેહરો જોઈને કોઈ પણ ડરી જાય. એટલે હું પણ.” અડધું બોલીને પોતાની ભુલ દર્શાવતો ચેહરો કરીને વિનય અટકાયો. 

વિનયના હસ્તા ચેહરા પર ખુશીની ઝલક જતાં જોઈને જીદને જાણે નો ગમ્યું હોય તે રીતે.
“એમાં તમારી કોઈ ભૂલ નથી. તમારી જગ્યાએ કદાચ બીજું કોઈ પણ હોત તો આમજ ડરી જાત.”

વિનય પોતાની ભૂલને સુધારવાના પ્રયત્નથી બોલ્યો. “થોડીવાર અહીંજ ઉભા રહો હું આપની માટે પાણી લઈ આવું.”

તે સમયે નીચું કરીને શરમાયેલા ચેહરાને લઈને ઉભેલો રોમ જીદ અને માહિની તરફ ઉંચી નજર કરીને પોતાના દાંત બતાવીને ઝીણું-ઝીણું હસી રહ્યોં હતો. થોડીવારમાં વિનય એક પાણી લઈને આવ્યો. માહીએ અને જીદે પોતાના મોંઢા પર પાણી નાખીને સાફ કર્યાં. ચારેય પોતાના વર્તન માટે થોડા-થોડા શરમાઈ રહ્યાં હતા. એકબીજા સામે નજર મેળવવામાં પણ થોડા અક્ષમ બની રહ્યાં હતાં. વિનય અને જીદ પ્રાંગણમાં ઉભા-ઉભા એક જ સાથે બોલ્યા. “તમે અહીંયા?”

પાછા સાથે બોલ્યાંની ભુલથી અટકાઈને થોડુંક મલકાવવા લાગ્યાં. નીચે મોઢું કરીને ઉભેલી જીદ અને તેના ચેહરા પર એકટક નજર રાખીને ઉભેલા વિનયની વાતમાં ટાપસી પુરતા રોમ બોલ્યો. “હવે તમારી વાત પુરી થઈ ગઈ હોય તો જઈએ.”

“અ..હ.. હા.” અચકાતા-અચકાતા વિનય બોલ્યો. 
તેમના જવાની વાત સાંભળીને માહી પણ બોલી. “શું તમે હાવડા બ્રીજથી જવાના છો?”

તેની વાત સાંભળીને વિનયે ફટાફટ હકારમાં માથું હલાવ્યું અને બોલ્યો. “તમે કહો તો મૂકી જાઉ તમને પણ.”

“હા. આમતો અમારે પણ ત્યાંથી જ...” હજું માહી તેમની સોસાયટીનું નામ આપે તે પહેલાં જ જીદ અટકાવતા કહ્યું. 
“ના થેંક યું. અમે અમારી રીતે જતાં રહેશું.” 

વિનયને જીદના આ જવાબની જ આશંકા હતી. તેથી જાણે પેહલેથી વિચારી લીધું હોય તેમ એક પ્રશ્ન કર્યો. “તમે અહીંયા આ મંદિરમાં કાંઈ સમજાયું નય!”

“કેમ મંદિર હોય તો ભગવાનના દર્શન કરવા માટે ના આવી શકીએ?” 

“ના એવું નથી. મતલબ કે તમે ગુજરાતથી છો અને આ મંદિરે આવવું એટલે...” વિનય જીદનું જલ્દીથી બોલવા તત્પર થયેલું મોઢું જોઈ અટકાયો.

“હા તો, ગુજરાતીને કલકત્તામાં ફરવાની પરવાનગી નથી?”

“ના છે પણ અહીંયા જ આવવાનું કોઈ કારણ?” વિનયનો પ્રશ્ન પુરો થતાં રોમ બોલ્યો. “ડિટેકટિવ ડકેતી કરવા માટે તો એ કોઈ કોથળો લઈને આવ્યા નથી અને બધાં જ જાણે છે કે મંદિરમાં લોકો શું કરવા આવે?”

વિનય રોમના આ જવાબથી થોડો ચિડાયો કેમકે, આ તેને બીજીવાર તેમની બંનેની વાતમાં વચ્ચે બોલ્યો હતો. વિનય મનોમન રોમને ગાળો દઈ રહ્યોં હતો. હવે જીદ અને માહી ત્યાંથી નીકળવાની તૈયારી કરવા લાગ્યા. વિનય રોમને છોડી જીદને જોઈ રહ્યો હતો. તેને જીદ સાથે વાત કરવાની હજું ઈચ્છા હતી. જોકે, જીદનો અંદાજ જોઈ કોઈપણ પુરુષ તેનાં પર મોહિત થઈ જાય. જ્યારે વિનયતો મળ્યો ત્યારથી જ તેના વિચારોમાં ખોવાયેલો રેહતો. થોડો વધુ સમય તેની સાથે વિતાવવાની લાલચમાં વિનય બોલ્યો. “અરે... પણ આ જંગલ વિસ્તારમાં તમે બંને એકલા જશો. આમેય અંધારું થવા આવ્યું છે.”

વિનયની વાત સાચી હતી. અંધારામાં જંગલની અંદરથી નીકળવું સહેલું ન હતું. એટલે પર્સ પકડીને ચાલી રહેલી જીદે પાછળ ફરીને જોયું. તેને માહિની તરફ પણ જોયું અને પછી તેમની સાથે જાવા માટે માની ગઈ. જીદને ખબર હતીકે, વિનય તેની નજીક આવવા માટે આ બધા પ્રયાસ કરી રહ્યો છે. તેને પણ તે ગમતો હતો. ‘પરંતુ, શું વિનય સારો છોકરો છે ખરો!’ આ પ્રશ્ન હંમેશા જીદને સતાવી રહ્યોં હતો. 

બધા જ મહિન્દ્રા જીપ ગાડીમાં બેઠાં. જે ઉપરથી ઢંકાયેલી અને બંને બાજુએથી ખુલ્લી હતી. રોમ અને વિનય આગળ બેસી ગયા અને જીદ તેમજ માહી પાછળની સીટ પર. પોલીસની ગાડીમાં જવાનો જીદનો આ પેહલો અનુભવ હતો. તને થોડી ગભરામણ થઈ રહી હતી અને ચાલું ગાડીએ પણ તેનો પરસેવો છૂટી રહ્યોં હતો. માહી તો મોટા શહેરમાં ઘણાં વર્ષોથી રેહતી હોવાથી તેને કોઈ પ્રોબ્લેમ ન હતો. 

હવે ગાડીનો પાછળ જોવાનો અરીસો જીદ તરફ કરીને જોઈ રહેલો વિનય બોલ્યો. “હા તો તમે પાવર કોમ્પ્લેક્સમાં કામ કરી રહ્યાં છો એમને.”

જીદ કાંઈ જ બોલતી નથી. તે માત્ર અરિસામાંથી જોઈ રહેલાં વિનયને તીચ્છી નજરે જોતી હતી. કાર ખુલ્લી હોવાથી જ્યારે તે ધીમી પડતી તેમાં ધુળના ગોટા આવી જતાં અને તે બહાનું જાણીને જીદે પોતાનો ચેહરો એક ચુંદડી પાછળ છુપાવ્યો.
વિનય સમજી રહ્યોં હતો કે, જીદે ધૂળથી બચવા માટે ચેહરો નથી છુપાવ્યો.

હાવડા બ્રિજ પર ટ્રાફિક ખુબજ હતું. રાતના લગભગ સાત વાગી ગયા હોય. તેવું અંધારું થઈ ગયું હતું. આજુબાજુ ઉભેલી બસ અને ગાડીઓની લાઈટ ચાલુ હતી. સામાન્ય રીતે હોર્નનો અવાજ આવી રહ્યોં હતો અને ધીમે-ધીમે બધી જ ગાડીઓ આગળ બારાબજાર તરફ નીકળી રહી હતી. તે સમયે વિનય ફરી બોલ્યો. “તમારે ક્યાં જવાનું છે?”

હવે માહી બોલી. “દાજીપરા.” 
જીદે પણ કોઈ રોક-ટોક ન કરી. કદાચ તેને લાગ્યું હશે કે, આમ પણ તે એક ઓફિસર છે. એટલે ડરવાની જરૂર નથી.

“હું તમને રામબાગ ચાર રસ્તે ઉતારી દઉં, તો ચાલશે?” વિનય બોલ્યો.

વિનયની આ વાતથી જીદને થોડું સારું લાગ્યું હોય તેમ. “હા પછીથી અમે ચાલ્યાં જશું.”

“તમારે જો મંદિરનો પૂજારી જોય તો કે'જો.” માહી તરફ મોઢું કરી વિનય જીદને કહી રહ્યોં હોય તેવું લાગી રહ્યું હતું. એટલે જીદ આચ્છુ સ્મિત કરી રહી હતી. 

વિનયના પ્રત્યુત્તરમાં માહી બોલી. “જી એના વિશે આપણે પછી વાત કરીશું. આમ પણ તમે ઓફિસે તો આવોજ છો.”

“બરોબર જોતવું તું ને જડી ગયું.” રોમ વાતમાં ડપકા પૂરતો બોલ્યો. બધા ચૂપ થઈને તેની તરફ આશ્ચર્યથી જોઈ રહ્યાં.

થોડીવારમાં રામબાગ આવી ગયું. જીદ અને માહી બંને ઉતરી ગયા. જીદ હવે વિનય તરફ નજર કરી પોતાની આંખોથી અલવિદાનો ઈશારો કર્યો. વિનય પણ તેની એ સુંદર આંખોથી નજર હટાવી શકતો ન હતો. બંનેએ એક અલગ પ્રકારનું સ્મિત કર્યું. પછી વિનય થોડા વિચારો કરતો ત્યાંથી નીકળ્યો. રોમ આ બધું જ્યારથી ગાડીમાં બેઠો ત્યારથી મતલબ ચંદતાલા મંદિરથી નિહાળી રહ્યોં હતો. એટલે વિનય સમજી ગયો હવે, રોમને કા'તો સાચું કેહવું પડશે અથવા તેની બકવાસથી રોજે હેરાન થવું પડશે. 

***