Chandrvanshi - 7 - 7.1 in Gujarati Thriller by yuvrajsinh Jadav books and stories PDF | ચંદ્રવંશી - પ્રકરણ 7 - અંક - 7.1

Featured Books
Categories
Share

ચંદ્રવંશી - પ્રકરણ 7 - અંક - 7.1

સવારે મદનપાલ મંદિરની બહાર આવ્યો. એ સમયે સુર્યાંશ ઘોડા ઉપર સવાર તેની નજર સામે સૂર્યની જેવી રોશની પ્રગટ કરતી મશાલ હાથમાં રાખીને આગળ વધ્યો. મદનપાલ સુર્યાંશને જોઈ ખુશ થયો અને બંને પોતાની સવારી પરથી નીચે ઉતરીને ભેટી પડ્યાં.

“સુર્યાંશ ક્યાં ચાલ્યો ગયો હતો?” મદનપાલ બોલ્યો.

“રાજ્ય સંકટમાં છે રાજકુમાર.” હાથમાં એક નકશો લઈને મદનપાલના હાથમાં મૂક્યો.

નકશો જોઈ આશ્ચર્ય પામેલ મદનપાલ બોલ્યો. “આપણી સામે આ બધા રાજ્યો છે?”

“હા!” સુર્યાંશ બોલ્યો. થોડીવાર મંદિરને નિહાળ્યા બાદ ફરી બોલ્યો. “મારે મહારાજને મળવુ છે.”

“મહારાજ! કેમ મહારાજને કેમ મળવું છે?” મદનપાલ બોલ્યો.

“તેની ચર્ચા આપણે રસ્તામાં કરીશું.” બોલીને સુર્યાંશ ઘોડા ઉપર સવાર થયો. 

સુર્યાંશે મદનપાલને બધી વાત કરી. એ દિવસ વીત્યો અને તે બંન્ને ચંદ્રહાટ્ટી પહોંચ્યા. દૂરથી જ સુર્યાંશે રાજકુમારી સંધ્યાને ઉપર બારીમાં જોઈ. સંધ્યા પણ આતુરતાથી તેનીજ રાહ જોઈ રહી હોય તેવું લાગી રહ્યું હતું. સંધ્યાએ સફેદ ચમકતી ચણીયા ચોળી પેહરી હતી. જે સૂરજ આથમ્યા બાદ પણ ચમકી રહી હતી. સંધ્યા દૂરથી આવી રહેલા મદનપાલ અને સુર્યાંશને જોઈને ખુશ થઇને ઝડપથી નીચે જવા માટે નીકળી. બારીની અંદર જતી ચમક ખૂબ જ સુંદર દ્રશ્ય બની ગઈ હતી. 

મદનપાલ હસ્યો અને બોલ્યો. “સુર્યાંશ આ બધા રાજ્યો એક તો આપડાથી દૂર છે અને બીજું એ આપડા રાજ્યના પગની ધૂળ જેવા છે. આપણી નિષ્ઠાવાન અને ચારેય દિશાઓમાં પ્રચલિત સેનાને હરાવવી એમના માટે ખૂબ જ મુશ્કેલ છે.”

“વાત એ નથી કે તે જીતશે કે આપણે. વાત એ છે કે આ બધા રાજ્યોને ઉકશાવનાર કોણ છે?” સુર્યાંશ વાતના મૂળને સામે રાખતાં બોલ્યો.

“મતલબ કે આ ષડયંત્ર છે?” મદનપાલ હવે આખી વાત સમજ્યો. 

“હા આ યુદ્ધ આપણા રાજ્યના પતન માટે છે. જેનું મૂળ અંગ્રેજ અને તેમની સાથે મળેલા ભારતીયો છે. જેઓ આપણને પણ અંગ્રેજના ગુલામ બનાવવા માંગે છે. આ વાતની જાણ મને એક વૃદ્ધ ગુપ્તચરે કરી છે.” સુર્યાંશ બોલ્યો.

હવે બંને વાત સમજી ગયા હતા. જેથી તેઓ સાથે મળીને મહારાજને જણાવવા માંગતા હતા કે અંગ્રેજોના ગુપ્તચર બીજા કોઈ નહીં પરંતુ ઝંગીમલ અને બીજો કોઈ જે આપણા રાજ્યમાં રહે છે. મહારાજ મહેલના આંગણમાં તેઓના આગમનની રાહ જોઈ રહ્યાં હોય તેમ આવી પહોંચ્યા હતાં. હજું સવારી પરથી નીચે ઉતર્યાં કે ન ઉતર્યાં એકદમથી સિપાહીઓ સુર્યાંશની આજુબાજુ ભાલા લઈને ફરી વળ્યાં. મદનપાલ પણ આ જોઈ સ્તબ્ધ થઇ ગયો. મહારાજ બોલ્યાં. “સિપાહીઓ પકડીને લઈ જાઓ કાળકોઠરીમાં કાલે સવારે સભામાં જોઇશું એની સાથે શું કરવું એ.”

“પરંતુ પિતાજી...!” મદનપાલની વાત પૂરી થાય એ પહેલાં જ પાછળથી ઝંગીમલ આવી નીકળ્યો અને બોલ્યો. “વાહ... મહારાજ વાહ! આજે ચંદ્રહાટ્ટીમાં રાજાના આદેશનું પાલન ન કરનારાંઓને જાણ થશે કે મહારાજ જો આદેશના ઉલ્લંઘનથી તેના ભાણેજને ન મૂકે તો પ્રજાની તો સી મોટી ઔકાત.”

લાલ દોરાથી ઘેરાયેલી આંખો ગૃહરીપુએ મદનપાલ તરફ ફેરવી અને કહ્યું. “હવે યજ્ઞ સંધ્યાના લગ્ન પશ્ચાત કરવામાં આવશે.”

“લગ્ન?” મદનપાલ બોલી ઉઠ્યો. 

દૂર સિપાહીઓથી ઘેરાયેલા સુર્યાંશે પણ આ વાત સાંભળી. મહારાજ વધુ ન બોલતા ફરી મહેલમાં ગયાં. આ બાજુ સિપાહીઓ સુર્યાંશને લઈને કોઠરી તરફ ચાલતા થયા. મહેલના પ્રવેશદ્વારની વચ્ચે ઉભેલા મદનપાલને હવે કંઈ તરફ જવું એ મહેલના ઉંબરે જણાવ્યું ન હતું. તે ત્યાંજ બેસી ગયો. 

***







થોડીકવારમાં સંધ્યા અને તેની માતા ત્યાં આવી પહોંચ્યા.

નિરાશ થઇને બેઠેલા મદનપાલને જોઇને સંધ્યા બોલી. “શું થયું ભાઈ?”

મદનપાલની આંખોમાં આંસુ હતા. તેની આંખોમાં સંધ્યા માટે આશ્વાસન હતું. ભાઈની આંખોમાં આવેલી એ નમણાસ જોઇને સંધ્યા વધુ કંઈ ન બોલી અને ત્યાંથી દોડીને પોતાના કક્ષ તરફ જવા લાગી. મદનપાલની માતા હજું આ વાત સમજી શક્યા ન હતા. તે એકદમથી મદનપાલના ખંભે હાથ મૂકીને બોલી. “શું થયું કેમ તું આમ મહેલના દ્વારના ઉંબરે બેઠો છે?”

“કંઈ નઇ માં હવે મારી લાડકી બેનની વિદાયની વેળા આવી.” મદનપાલ બોલ્યો.

મદનપાલની વાત સાંભળીને તેની માતા પણ ત્યાં જ બેસી ગયા. તેમના બાળપણને યાદ કરવા લાગી. એક તરફ મદન સામે સુર્યાંશ અને વચ્ચે સંધ્યા જેની આંખમાં પટ્ટી બાંધીને રમતા હતા. સંધ્યા ક્યારેય તેના ભાઈને પકડી જ નોહતી સકતી. હંમેશા સુર્યાંશને જ પકડી પાડતી અને સુર્યાંશ મદનપાલને પકડી જ લેતો. તેણીમાં આંખોમાં આંસુ લૂછતી મદનપાલને કેહવા લાગી. તે પણ હસવા લાગ્યો. પછી માની ગયેલાં મદનપાલને લઈને તેની માતા મહેલમાં લઈ આવી. અંદર આવતા જ તેની માતા બોલી. “પરંતુ મદન આપણી સંધ્યાને યોગ્ય વર કોણ હોઈ શકે?”

મદનપાલ વિચારવા લાગ્યો. “પિતાજીએ એવું કંઇ જણાવ્યું નથી.”

“તારા પિતા જો કોઈ બહારના રાજ્યમાં સંધ્યાને આપશે તો?” તેની માં બોલી.

“માં શું તું પણ..!” બોલતાં મદનપાલ અટકયો. થોડું વિચાર્યું ત્યારે તેને ઝંગીમલ યાદ આવ્યો જે તેના પિતા સાથે નીચે આવ્યો હતો. મતલબ તેને અંગ્રેજો સામે જુકાવવા ઘર પર પ્રહાર કર્યો છે. જો તેના પુત્ર સાથે સંધ્યાના લગ્ન થયા તો ચંદ્રહાટ્ટીને હરાવવું ખૂબ જ સેહલું થશે. હવે, મદનપાલને ઝંગીમલની યોજના સમજાય ગઇ. ખજાનો, વૈભવરાજ અને સુર્યાંશ ત્રણેય તરફથી ઘેરી લઈશનો મતલબ આ હતો. (જ્યારે મદનપાલે ઝંગીમલને હરાવ્યો ત્યારે તેને કહ્યું હતું. “જો તું મને જીવતો છોડીશ તો હું તને ત્રણેય દિશાઓથી ઘેરી લઈશ અને પછી વધેલી એ દિશા જ્યાં હું તને કટ પૂતળીની જેમ નચાવિશ.) 

મદનપાલ એકદમથી મહારાજના કક્ષ તરફ રવાના થયો. ગ્રહરીપુના હાથમાં આજે એક મદિરા ભરેલો પ્યાલો હતો. તેની ગંધ આખા કક્ષમાં ફેલાયેલ હતી. દ્વારની બહાર ઊભા રહીને મદનપાલ અંદર આવવાની આજ્ઞા લેવા માટે બોલ્યો. પુત્રના અવાજને સાંભળીને ઝંગીમલના ભરેલાં અઢળક ઝેરનાં પ્યાલાના વિષને તોડતા ગ્રહરીપુને વાર ન લાગી અને મદનપાલને અંદર બોલાવ્યો. હળવા પડેલાં ગ્રહરિપુ પાસે બધું જ જાણતા વાર ન લાગી કે કઈ રીતે ઝંગીમલે તેની વાતોમાં ફોસલાવ્યો અને સંધ્યાના લગ્ન કરવા માટે રાજી કરી દિધો. 

મદનપાલ કેટલાંય ગુચવાળામાં ફસાયો. તે વિચારતો-વિચારતો મહારાજના કક્ષમાંથી બહાર નીકળ્યો. મૂંઝવણ ખૂબ જ વધવા લાગી હતી. એટલામાં સંધ્યાનો કક્ષ પણ આવ્યો. મદનપાલને તેની માતાની વાત યાદ આવી. (બીજા રાજ્યમાં સંધ્યાને દુઃખી કરશે.) એક તરફ ઝંગીમલ બીજી તરફ યુદ્ધ અને એ યુદ્ધના લીધે ફસાવા જઈ રહી નિર્દોષ સંધ્યા. મદનપાલે સંધ્યાના રૂમમાં પ્રવેશ કર્યો. બંને દિવાર એકદમ સજાયેલી હતી. એક દિવાલ પર પુષ્પો ભગવાનના ચિત્રો, મહારજના ચિત્રો, મદનપાલના ચિત્રોથી આખી ભરેલી ભરેલી હતી. જ્યારે બીજી દિવાલ ઉપર અસ્ત્ર-શસ્ત્ર અને કવચ તેમજ તેના બાળપણની બધી યાદ છુપાયેલી હતી. સંધ્યા તેના ભાઈને આવતો જોઈ પોતાના આંસુ છુપાવવાનો નિષ્ફળ પ્રયત્ન કરવા લાગી.

મદનપાલ તેની બહેનના માથે હાથ મૂકીને બોલ્યો. “મારી લાડકી બહેન ક્યારે મોટી થઈ ગઈ ખબર જ ન રહી.” 

અચાનક પારો પણ ત્યાં આવી પોહચી. તેના હાથમાં એક કવચનો ટુકડો હતો. જે મદનપાલને જોયો જોયો લાગ્યો. પરંતુ તેને અત્યારે એમાં વધુ વિચાર ન આવ્યો અને તે સંધ્યા પાસે બેસ્યો. થોડીવાર આમ તેમ નિહાળ્યા બાદ તેની નજર બાળપણમાં રમતા દુપ્પટા પર ગઈ. એ દુપ્પટો સુર્યાંશે સંધ્યાને આપ્યો હતો. જેમાં એક નાનો સૂર્ય પણ કંડારાયેલો હતો. ફરી દિવાર પર નજર નાખતા જોયું તો સંધ્યાના બાળપણમાં સુર્યાંશે તેને જે-જે ભેટો આપી હતી. એ જ બધી દિવાલ સાથે સજાવેલી દેખાણી. થોડીવાર વિચારમાં પડેલ મદનપાલે પારોના હાથમાં રહેલ કવચનો ટુકડો જોયો અને તેને એકદમથી ઝબકારો થયો. તેને સંધ્યાને કહ્યું. “તારા લગ્ન આપણા રાજ્યમાં જ કરીએ તો?”

સંધ્યાને તેની વાત ન સમજાણી. “આપણા રાજ્યથી તમારો શું મતલબ?”

“તને સુર્યાંશ પસંદ છે?” મદનપાલ એકડમથી બોલ્યો. 

તેની વાત સાંભળીને સંધ્યા અચંબામાં મુકાઈ ગઈ. સંધ્યા કંઈ બોલે એ પેહલા જ પારો બોલી. “તમે તો રાજકુમારીની મનની વાત જાણી લીધી.” ભૂલથી બોલી ગયેલ પારો હવે ચૂપ થઇ ગઇ. સંધ્યા પારો તરફ આંખો ફાડીને જોવા લાગી. બાજુમાં બેઠેલો મદનપાલ આ દ્રશ્ય જોઈ હસવા લાગ્યો. તેને થયું હવે બધી સમસ્યા દૂર થઈ ગઈ. તે ત્યાંથી નીકળ્યો અને પેહલા તેની માતા પાસે ગયો. જઇને તેણે સુર્યાંશ અને સંધ્યાના લગ્નની વાત કરી. તેની માતા પણ ખુશ થઇ ગઇ. હવે રહી વાત મહારાજ અને સુર્યાંશની એટલે રાજકુમાર કાળકોઠરી તરફ રવાના થયો. જ્યાં સુર્યાંશને પુરવામાં આવ્યો હતો. 

દ્વારની બહાર રાત્રીના સમયે ચાર સિપાઈઓ હતા. જેમાં બે ભાલાથી સજજ દ્વારની પાસે ઊભા હતા અને બીજા બે મસાલ લઈને આમ તેમ નજર ફેરવી રહ્યાં હતા. રાજકુમારના જતાની સાથે તેમને વધુ સજ્જતા દેખાડી. પછી અંદરનો દ્વાર ખોલ્યો. અંદર એકદમ અંધારું હતું. પગથિયાં ઉતરીને મસાલવાળા સિપાઈએ અંદર રહેલી મસાલો જેગવવા લાગ્યો. એકદમ થતાં અંજવાળાને જોઈ સુર્યાંશ ચમક્યો. અંદર આવતા પડછાયાથી મદનપાલને તે ઓળખી ન શક્યો. અંદર આવતા મદનપાલના હાથમાં જમવાનો થાળ પણ હતો. 

“રાજકુમાર મારી માટે ભોજન લઈને આવ્યા છે?” સુર્યાંશ બોલ્યો.

“ના રાજકુમાર નહિ તારો પરમ મિત્ર મદનપાલ તારું મોઢું ગળું કરવા આવ્યો છે.” 

“મતલબ મને કોઠીમાં પૂરીને ગળું મોં કરાવવાનો શું મતલબ.”

“મતલબ તો છે. તું પેલા ખા તો ખરાં.” બોલીને એક ગોળનો કટકો હાથમાં લઈને એકદમથી સુર્યાંશના મોંઢામાં મૂક્યો.

“છેલ્લે ગળું મોઢું કરાવ્યું એના બીજા દિવસે આપણે ઝંગીમલના રાજ્યમાં આક્રમણ કરી રહ્યાં હતા. તો આ વખતે ક્યાં મરવા મોકલવાનો છે?” સુર્યાંશ બોલ્યો. 

મદનપાલ હસવા લાગ્યો. “વાત તો મારવાની જ છે. પરંતુ, લોહી નહીં નીકળી.”

“મતલબ?” સુર્યાંશ આશ્ચર્યમાં પડ્યો.

“સંધ્યાના લગ્ન નક્કી કરવાના છે. તારી સાથે.” મદનપાલ બોલ્યો.

સુર્યાંશ પેહલાતો કંઈ જ ન બોલ્યો. પછી તેને કહ્યું. “યુદ્ધ સમયે શરણાઈ?”

***