Chandrvanshi - 10 - 10.3 in Gujarati Thriller by yuvrajsinh Jadav books and stories PDF | ચંદ્રવંશી - પ્રકરણ 10 - અંક 10.3

Featured Books
  • પેનીવાઈસ - ભાગ 7

    🩸 પેનીવાઇઝ – ભાગ 7 (The Mirror’s Curse)રૂમમાં અંધકાર ઘેરાઈ ગ...

  • ખોવાયેલ રાજકુમાર - 26

    "ઈનોલા હોમ્સ," મેં વિચાર્યા વિના કહ્યું.તરત જ હું મને એટલી મ...

  • મારું જુનુ ઘર....

    આજના સમયમાં આ જે જુની ઈમારતો જેવા ઘર ઊભા છે ને એ પોતાનામાં ક...

  • The Glory of Life - 1

    જીવનનો મહિમા ખરેખર છે શું ?મસ્તી માં જીવન જીવવું ?સિરિયસ થઈ...

  • ભાનગઢ કિલ્લો

    ધારાવાહિક:- ચાલો ફરવા જઈએ.સ્થળ:- ભાનગઢ કિલ્લોલેખિકા:- શ્રીમત...

Categories
Share

ચંદ્રવંશી - પ્રકરણ 10 - અંક 10.3



જીદની આંખમાંથી આંસુ વેહવા લાગ્યા. તે વિનયને સાચવીને તેના બંને હાથ વચ્ચે લઈને ભેટી પડી. પરંતુ તે છરી ન કાઢી શકી. આગળ વધતા આદમે વિનયની પીઠમાં છરી ઓછી ગરી હતી, તે જોયું. તેના વધતા પેહલા જ રોમે ખુંચેલી છરી બહાર ખેંચી કાઢી. આદમનો સામનો રોમના એકલાથી થાય એમ ન હતું. તેમની સામે રાહુલ પણ કઈ કરી શકે તેવી હાલતમાં ન હતો. તેની ચામડી ધીમે-ધીમે બળ્યાની દુર્ગંધ પણ ફેંકી રહી હતી. પરંતુ તેમ છતાં આદમ કંઈ કમ ન હતો.

આદમ એ બધાને પાછળ છોડીને સોનાના એ ઢગમાં જઈ પડ્યો.તેને જોયું કે, આ બધું જ સોનું કોઈને કોઈ આકારમાં હતું. મતલબ કે આ સોનું જમીનનું નહિ, પરંતુ લોકોનું જ હોય શકે. વર્ષો સુધી પડેલા સોનામાં થોડી ભાંગ તુટ સિવાય બીજી કોઈ ખામી ન હતી. એ સોનું એટલું બધું હતું કે, તે તેના વીસ વર્ષ ખોદીને કાઢેલા સોના કરતાં પણ વધુ રૂપિયા આપી શકે તેમ હતું. જેમાં હવે તેને સોનું મેળવવા માટે કોઈ મજૂરની પણ જરૂર રહેશે નહિ. આદમ તે જોઈને પાગલ થઇ રહ્યોં હતો.

વિનયની સારવાર કરીને રોમે તેના હાથરૂમાલને ભેગો કરી દબાવીને આરાધ્યાની ચૂંદડી બાંધી લોહી બંધ કર્યું. ત્યારબાદ જીદે વિનયને સાચવીને પોતાના ખોળામાં માથું રાખી સુવડાવ્યો. હવે રોમ અને બાકી બધા આદમ પાસે આવ્યાં. આદમ હસ્યો. “લડકિયો કી ફોઝ લેકે આદમ સે મુકાબલા કરને ચલે હો.” પછી પોતાનો ડર ફરી જમાવવા આદમ મોટેથી હસ્યો. “હા… હા… હા…”

તેની વાત સાંભળી માહી સાઈના અને આરાધ્યા ત્રણેય તેના ઉપર તૂટી પડી. આદમ તેમને મારવા ગયો કે, રોમે તેના હાથમાં છરી ખૂંપી. “આ... આ... આ... કાયર.” ની રાડો નાખતો આદમ પાછો હટ્યો. પોતાનો ભયાનક ચેહરો તેની આંખોથી વધુ ભયાનક બનાવતો આદમ બોલી રહ્યોં હતો. 

માહીએ સોનાના ઢગમાં પડેલો એક હીરો ઉંચકીને તેના તરફ ફેંક્યો. જેવો આદમ માહી તરફ જોવા ગયો કે, હીરો સીધો તેની આંખમાં જઈ ખુંચાયો. આદમના હાથ અને આંખમાંથી લોહી વેહવા લાગ્યું. પીડાનો માર્યો આદમ ત્યાંજ રાડો નાખતો, કકળાટ કરતો, જીવવાની ભીખ માંગવા લગ્યો. આદમને મારવા રોમ આગળ વધે છે કે, પાછળથી વિનય રુંધાતા અવાજે બોલ્યો. “નય... રોમ એને જવા દે. અત્યારે તેને માર્યા કરતા પણ વધુ વિચારવા જેવી વાત છે કે, આપણે અહીંયાથી નીકળવું કેવી રીતે.” 
આદમ હવે સુનમુન થઈને પડ્યો રહ્યો.

વિનયની વાત સાંભળી રોમ અટકયો. “આ કાળ્યાને તો અહિયાં જ મારી નાખવો જોઈએ.” રોમ બોલ્યો. વિનય પોતાનામાં રહેલી શક્તિનો પ્રયોગ કરી ઉભો થયો. જીદે તેને ટેકો આપ્યો. 

વિનય આદમ સામે ગયો. પછી બોલ્યો. “તારી ખાણમાં સોનું કાઢવાનું બંધ કેમ કર્યું?” 

“સોનું ખૂટી રહ્યું હતું.” આદમ પીડાતો પીડાતો બોલ્યો.

“તને કેવી રીતે ખબર પડી?” વિનય બોલ્યો.

“તેમાં આવતો પથ્થર ખૂબ જ મજબૂત હતો. જે બોમ્બથી પણ તૂટી રહ્યોં ન હતો.” આદમ બોલ્યો.

“મતલબ તેનો પથ્થર આ દિવાલ જેવો હતો?” વિનયે ફરી સવાલ કર્યો.

આદમના મગજમાં હવે લાઈટ થઈ. જ્યાં સોનું મળ્યું ત્યાંજ આ સોનું પણ રાખવામાં આવ્યું હતું. તેને સમજાયું કે, ખાણમાં સોનું ખૂટતા જ તેની અંદર કોઈ શોધવા પ્રયત્ન નય કરે એટલે ત્યાંજ એ સુરંગનો દ્વાર પણ બનાવવામાં આવ્યો હતો. હવે સમજાયું કે, જ્યાં સુધી ધ્યુત ખાડીમાં સોનું હોય ત્યાં સુધી આ સોનું મેળવીને કોઈ ચંદ્રવંશી રાજા પણ બહાર ન નીકળી શકેત.

 “રાઉભાન અને તેના ગુરુ ખૂબ જ બુદ્ધિશાળી માનવોમાંના એક હતાં. આ યોજનાનું પરિણામ એજ સાબિત કરે છે.” વિનય બોલ્યો. 

વિનયે તેની આંખો બંધ કરી અને નકશાને તેના યાદ કરવાનો પ્રયત્ન કર્યો. પછી કઈક યાદ આવ્યું હોય તેમ બોલ્યો. “केवलं सः एव धनं प्राप्नोति। यः स्वजीवनं जनसेवायां समर्पयति।”

“ધન માત્ર એને જ મળે. જે પોતાના જીવનને લોકોની સેવામાં અર્પિત કરી દે.” તેની વાતને યાદ અને અનુવાદ કરતો રોમ પણ બોલ્યો.

“રાઉભાનને આ ધન મળ્યું હતું. તે ઇચ્છે તો એ સમયનો મહાન રાજા બની શકેત. પરંતુ તેને સેવા ચુની અને હંમેશા સુબા તરીકે જીવન વિતાવ્યું. તેનો એજ અર્થ થયો કે ધન એને જ મળે જે જીવન બીજાના સુખોમાં સમર્પિત કરી દે.” વિનય બોલ્યો.

“પરંતુ એને અને બહાર નીકળવાને શું લેવા-દેવા?” માહી અને સાઈના એક સાથે બોલી.

“આ દિવાલ તેઓની માયાનું અંતિમ ચરણ છે. તેનો મતલબ જે યજ્ઞ ઉપર મંદિરના પ્રાંગણમાં થયો એ માત્ર શબ્દો જ ન હતા. પરંતુ, તે વર્ષો જૂની સૂતી દીવાલોને જગાડવાની મંત્રણા હતી. આ દીવાલો સાંભળે પણ છે.” વિનય બોલ્યો.

પછી બધાજ એક સાથે બોલ્યા.
“केवलं सः एव धनं प्राप्नोति। यः स्वजीवनं जनसेवायां समर्पयति।।”

બધા જ નરી આંખે એ જાદુ જોઈ રહ્યાં હતા. જે વર્ષો પેહલાના વેદોમાં મંત્રોચારથી ઉડી રહેલા પુષ્પક વિમાનની કથાઓમાં સાંભળતા હતા. તે વાત સાચી હતી, તેનું સાબૂત પૂરી રહેલી આ મજબૂત દિવાલ જે બોમ્બથી પણ ડગી ન હતી તે હવે ખસી રહી હતી.

બધાજ ત્યાંથી બહાર નીકળ્યા. દ્યુત ખાડીમાં આવેલી કોલસાની ખાણ જ્યાં પેહલીવાર આવ્યાં ત્યારે તાળું હતું. તે અત્યારે કેમ ખુલ્લું હતું. વિનયે યાદ કર્યું. તેને જોયું કે, તેમની શોધમાં નીકળેલા એક માણસે તેઓને જોઈને નયન એમને બોલાવ્યા હતા. નયનની સાથે હેલિકપ્ટરમાં સી.એમ પણ ઉતર્યા. આદમના વધેલા માણસોને મંદિરમાંથી પકડી ગિરફ્તાર કર્યા હતાં. ચીફ મિનિસ્ટરે વિનયને સાબાસી આપી. સી.એમના કેહવાથી હેલિકપ્ટરમાં તેને હોસ્પિટલ પોહચાડ્યો. આદમ અને રાહુલને પણ હોસ્પિટલ લઈ જવાનો આદેશ આપ્યો અને જલ્દીથી જલ્દી તેઓના ઉપર મુકદમો ચલાવવામાં આવે તેવી સુપ્રીમકોર્ટને ભલામણ કરતો પત્ર લખવાનો પણ આદેશ આપ્યો.

***

કોર્ટ

“આતંકવાદને બઢાવો આપવા (ઇન્ડિયન પીનલ કોડની કલમ ૧૨૪A), હથિયારની તસ્કરી કરવા અને તેને વેચવા તેમજ ઉપયોગમાં લેવા (Arm act 25 54 61), ભારતનું સોનું ચોરી કરવા અને કેટલાંય લોકોને મારવા બદલ (આઇ.પી.સી.ની કલમ ૩૦૨ તેમજ ૩૦૩). મહિલાઓના મળેલા મૃતદેહથી જણાઈ રહ્યું છે કે, ભોલો ઉર્ફે આદમમાં જરા પણ માનવતા નથી. આમ આ તમામ ગુનાહોને મદ્દે નજર રાખતાં આ કોર્ટ એ ફેંસલામાં ઉતરી છે કે, ભોલો ઉર્ફે (આદમ) નામના આ માણસને શુક્રવારે સાંજે પાંચ વાગ્યે ફાંસીને માંચડે ચડવવામાં આવશે. તેમજ સ્નેહા કેશના આરોપી રાહુલને પણ તેની સાથે જ ફાંસી આપવાનો સુપ્રીમકોર્ટનો અંતિમ આદેશ. તેમજ આદમના ષડયંત્રમાં ભાગ લેનાર દરેક સરકારી કર્મચારી તેમજ નેતાઓ ઉપર પણ ખુબજ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.”
વાંચતા વાંચતા રોમ થાકી ગયો અને પાણીનો એક ગ્લાસ ગટગટાવી ગયો.

હોસ્પિટલમાં બેઠેલાં બાકી બધા તેને જ સાંભળી રહ્યાં હતાં. તેને શ્રુતિની જગ્યાએ પ્રમોશન મળ્યું હતું. આરાધ્યા પણ તેની સાથે રેહવા માંગતી હતી. જીદ વિનયની પાસે તેનો હાથ પકડીને બેઠી હતી. બધા ખૂબ જ ખુશ હતા. સાઇના અને નયન પણ તેમની પ્રેમ કહાનીને આગળ વધારી રહ્યાં હતાં. માહી અને તેના મમ્મી પપ્પા, જ્યોર્જને જીવતો જોઈને ખૂબ જ ખુશ હતા. શ્રેયા હવે માહીની બોસ નહીં. પરંતુ, આંટી હતી. થોડીકવારમાં રોમિયો જીદની મમ્મી મતલબ પારોને જીદ પાસે લઈને આવ્યો. તેને જોઈને બધા ખૂબ જ ખુશ થઈ ગયા.

રોમના હાથમાંથી છાપુ લઈને આરાધ્યા વાંચવા લાગી.
“સરકારને મળી આવેલાં ખજાનામાં જેઓએ મદદ કરી છે તેમને બધાને વીસ લાખ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે.” વાંચતી આરાધ્યાને રોમે અટકાવી. પછી ઉભો થઈને બોલ્યો. “વીસ લાખ?” 
રોમને જોઈને બધા હસી પડ્યા.

સમાચાર પત્રના પ્રથમ પેજની હેડ લાઈન મુખ્ય ખબર બની રહેલા મુખ્ય પેજના અંતમાં થોડું વધેલું વાચ્યું.
“દેશ પર આવનારી મુશ્કેલીમાં પ્રજાના રક્ષણ હેતુથી ચંદ્રવંશી રાજાઓની આ સંપતિનો સદ્ઉપયોગ કરવા માટે સરકારે થોડો હિસ્સો પૂર્વ પાકિસ્તાનને પશ્ચિમ પાકિસ્તાનના રક્ષણ હેતુથી મદદ કરવા માટે મોકલવામાં આવશે. બાકીના ખજાનાને લોક હિતમાં આવરી લેવામાં આવશે.” 

***