“તે જંગલમાં તો ચંદ્રવંશી મંદિર આવેલું છે. ત્યાં જઈને શું પૂજા કરું?” ઝડપથી જવાબ મેળવવા સુર્યાંશ ગુપ્તચરને ઉશ્કેરવાનો પ્રયાસ કરવા લાગ્યો.
“તે મંદિર પણ રહસ્યમય છે.” ગુપ્તચરની વૃદ્ધ આંખોમાં ચમક દોડી.
“વિનય ક્યાં છે તું?” સવારના સાત વાગ્યે રોમ આવી પહોંચ્યો અને વિનયના હાથમાં એ પુસ્તક જોઈને રોમ બોલી ઉઠ્યો. “આખી રાત?”
વિનયે ખાલી માથું “હા” માં હલાવ્યું.
“અલા આટલું તો કોઈ બૈરાનેયનો પકડી રાખે. તું તો એની ચોપડીને પણ નથી છોડતો.” બોલીને રોમ મોટેથી હસવા લાગ્યો.
“હા...હા.. તારો જોક શ્રુતિ મેડમને સંભળાવ જા.” વિનય પુસ્તકને પોતાની તિજોરી અંદર મુકીને ફ્રેશ થવા ઉભો થયો. તેના પગ આખી રાત બેસી રેહવાથી ધ્રુજી રહ્યાં હતા. રોમ તે સમયે તેના રૂમની બહાર જઈ ચા નાસ્તા નો ઓર્ડર કરવા ગયો. થોડીવારમાં વિનય ફ્રેશ થઈ ને બહાર આવ્યો. એટલામાં રોમ પણ ચા નાસ્તો લઈ આવ્યો.
વિનય આજે તેની વરદી પેહરી અને બંને ત્યાંથી નીકળ્યાં. ગાડીને ડ્રાઇવ કરતાં વિનયે રોમને પૂછ્યું. “કેમ આજે વહેલા આવ્યો, શું કોઈ ખાસ ખબર છે?”
“ખબર તો મનેય નથી પડતી ગમું છું કે નથી ગમતો?” રોમ એરહોસ્ટેસના વિચારમાં ખોવાયો.
“મારી સવાર બગાડવા આવ્યો.” વિનય કપાળે હાથ રાખતા બોલ્યો.
“અય... સવાર વાળીના હું તારો સર છું. મારી પણ કંઇક રિસ્પેક્ટ હોય.” રોમ લેહકો લેતો બોલ્યો.
“તો જણાવો શા માટે સવારમાં મને હેરાન કરવા આવ્યો?”
“ન્યુઝ એવા મળ્યા છે કે આજે રાતે અંડરવર્લ્ડ ડોન આદમ આપણા કલકત્તામાં આવ્યો છે.”
રોમ બોલ્યો.
“અંડરવર્લ્ડ ડોન? આ નામ તો પહેલીવાર સાંભળ્યું.” આશ્ચર્ય પામેલો વિનય એકદમથી બોલ્યો.
“એટલે તો અંડરવર્લ્ડ ડોન કહેવાય છે. આપણે પણ નથી ઓળખતા.” રોમ થોડા સમજદાર થયો હોય તેમ બોલ્યો.
“અચ્છા તો શ્રુતિ મેડમ તને મોકલ્યો. હું પણ ક્યારનો વિચારી રહ્યો હતો કે, તું ક્યારથી વહેલા જાગવા લાગ્યો?”
રોમ ચિડાઈને બોલ્યો. “તો ગાડી હાકને.”
પછી બંને તે હોટલ ગયા જ્યાં આદમ આગલી રાતે રોકાયો હતો.
“મેનેજર ક્યાં છે. આ હોટલ નો મેનેજર. મારે તેને અર્જન્ટ મળવું છે, જલ્દી બોલાવો.” રોમ હોટેલ માણસો ઉપર રોપ જમાવા લાગ્યો. એટલામાં વિનય તેઓની નજરથી બચીને હોટલના રૂમ ચકાસવા લાગ્યો. વિનય હોટેલના ત્રણેય માલ ચકાસી લીધા લગભગ ત્રીસેક રૂમ જોયાં. જેમાં તેને ઘણા બધા રૂમો ખાલી દેખાયા. તેને અહીંયા કોઈ સબુત મળ્યું નહીં એટલે તે નીચે ઉતરવા લાગ્યો ત્યાંજ સીડી પાસેનો સૌથી પેહલા રૂમમાં તેનું ધ્યાન દોરાયું અને તે અંદર ગયો. ત્યાં તેણે એક ફાઈલ પડી મળી. વિનય તે ફાઇલ ઉચકાવી તેને ખોલી. ફાઇલ જોઈને વિનય ચકીત થઈ ગયો. તે ફાઇલ જીદની હતી. “પરંતુ જીદની ફાઇલ અહીંયા કેવી રીતે?” જીદના અપહરણમાં આદમનો હાથ લાગી રહ્યો હતો.
વિનયની ઝડપ વધી અને તે એકદમ બહાર નીકળીને નીચે પહોંચ્યો. નીચે લોબી પર તેણે રોમે રોમ ને મેનેજર સાથે ઝઘડતા જોયો, પરંતુ અત્યારે તેણે રોમને રોકવાનો પ્રયત્ન ન કર્યો અને ત્યાં જ સામેની બાજુ વોશરૂમની સામે એક મિટિંગ રૂમનું બારણું ખુલ્લુ જોયું તેથી ત્યાં પહોંચ્યો. વિનયે બારણા ને ધીમેથી પોતાની તરફ ખેંચ્યુ અને હળવેકથી તેમાં નજર નાખે છે, પરંતુ મીટીંગ રૂમ ખાલી હતો. વિનય તેમ છતાં રૂમની અંદર ગયો અને તે ટેબલ ઉપર પડેલી વસ્તુઓ જોવા લાગ્યો.
વિનયને ત્યાં કંઈ જ મળ્યું નહીં અને તે પોતાના એક હાથમાં ફાઈલ લઈને બહાર નીકળ્યો. બહાર નીકળીને તે રોમને સંભાળતા ખંભે હાથ મૂકીને પોતાની સાથે આવવા કહ્યું.
“મળી ગયું સબૂત?” રોમ બોલ્યો
રોમ તરફ જોઈને (થોડું હસીને)વિનય બોલ્યો “મળી ગઈ.”
“આ તારા હાથમાં ફાઇલ શેની છે?”
“આ ફાઇલ અને તે પુસ્તક જ હવે આપણને તેમના સુધી પોહચાડશે.” વિનય બોલ્યો.
***