Chandrvanshi - 10 in Gujarati Thriller by yuvrajsinh Jadav books and stories PDF | ચંદ્રવંશી - પ્રકરણ 10

Featured Books
Categories
Share

ચંદ્રવંશી - પ્રકરણ 10



રડતી માહીને સંભાળતી સાઈના અને આરાધ્યાની આંખોમાં પણ આંસુ વહી રહ્યાં હતાં. પંડિત લાલચી અને લૂચ્ચો જરૂર હતો. પરંતુ, કોઈનું આવું મોત એ એક બ્રાહ્મણના હ્રદયને પીગળાવી ન નાંખે, તો એ બ્રાહ્મણ ન હોય એ કેહવામાં પણ ના નય. તેથી થોડીવાર તે પણ ગમગીન બન્યો. તેના પણ મનમાં વિચાર આવ્યો કે, જાણે અજાણે આ પાપમાં મારો પણ હાથ છે.
આવા વિકટ સમયે માહી પોતાનું ભાન ખોઈ બેસે તો મુશ્કેલી ઊભી થઇ જાય. એવું વિચારતી આરાધ્યા આગળ વધી અને રોમને માહીને સમજાવા કહ્યું. 

“નાનકી મારી નાની બહેન છે, તારો ભાઈ તને કેમ રડવા દે. ચાલ ઉભી થા, તું ભુલ નય કે આપણે બધા પણ એજ આફતમાં ફસાયા છી. જેમાં એ બધા ફસાયા હતા.”
રોમ બોલ્યો.

“હા માહી! હજું આપણે તેના સિકંજામાંથી 
બચ્યા નથી.” સાઈના બોલી.

“અને હજું જીદને પણ એ રાક્ષસ પાસેથી છોડવાની છે.” આરાધ્યા બોલી.

આરાધ્યાની વાત સાંભળી પંડિત ભાનમાં આવ્યો હોય તેમ ત્યાંથી ભાગવા લાગ્યો. કોઈએ તેને રોકવાનો પ્રયત્ન ન કર્યો. ઉલટાનું તેના રસ્તે તેઓ પણ ત્યાંથી નીકળવાનો પ્રયત્ન કરવા લાગ્યાં.

બીજી તરફ આદમના આદેશથી નીકળેલો રાહુલ અને તેના માણસો પંડિતને શોધી રહ્યા હતા. તેમણે બધાએ અલગ અલગ રસ્તા પકડ્યા.

પંડિત થોડીવારમાં રોમ અને બાકી બધાની નજરથી ગાયબ થયો. પાછળ ચાલતાં ચારેય આમ તો કલકત્તામાં રસ્તા તો શોધી જ કાઢે પણ આદમના માણસો કોણ છે અને કોણ નય એ માત્ર પંડિત જ જાણતો. થોડીવાર તેઓ ત્યાંજ ફરતા ચોરામાં ઊભા રહ્યાં. એ સમયે એક અજાણ્યો માણસ આવ્યો. તેને રોમને પૂછ્યું. “આદમના માણસો તમારા પાછળ શા માટે છે?”

તેની વાત સાંભળી બધા અચંભામાં પડ્યા. 
“તમે કોણ?” રોમે પૂછ્યું.
“હું તમારી મદદ કરીશ આવો મારી સાથે.”

“અમે તો તમને જાણતા પણ નથી, તો શા માટે તમે અમારી મદદ કરવા માંગો છો?” માહી બોલી.

“એ બધું જ હું તમને જણાવીશ. પરંતુ અત્યારે તમે મારી સાથે ચાલો.” અજાણ્યો માણસ બોલ્યો.

બધા તેની પાછળ ચાલવા લાગ્યા.

***


પાંડુઆ ગામમાં ફરીથી આવી પોહ્ચેલા માહી અને રોમ અચંભિત થયા. સાઈના અને આરાધ્યાને તો બધું અજાણ્યું જ લાગતું હતું. એક તેના પ્રેમ માટે આવી હતી અને બીજી એના ભાઈ સાથે. બસ આ રીતે બધા જ આ ચક્રવ્યૂહમાં જાણ્યે-અજાણ્યે સંડોવાતા ગયા અને હવે આવેલો આ અજાણ્યો માણસ તે વધું એક ભળ્યો. કેહવાય છેને કે, રાક્ષસ જેટલો ખૂંખાર દેખાય છે. તેનું એક માત્ર કારણ તેના દુશ્મન હોય છે. પરંતુ તે અજાણ્યા માણસને તેની સાથે શું દુશ્મની હશે? એ સવાલ માહી અને બાકી બધાના મનમાં ઉઠી રહ્યો હતો. જીદની મમ્મીની હત્યા કે, સુકાઈ ગયેલા શરીરને જોઈ રોમ થોડો ગંભીર થયો હતો. તેને હવે મજાક સૂઝતો ન હતો. એ જોઈ આરાધ્યા પણ તેના તરફ આકર્ષાઈ રહી હતી. 

“તમે અમને ક્યાં લઈ આવ્યા?” રોમ બોલ્યો.

“મારા ઘરે.” અજાણ્યો માણસ બોલ્યો.

તેનું ઘર પાંડુઆ ગામની પાછળના જંગલને અડકતું હતું. જ્યાં લગભગ ગામના લોકો ઓછા આવતા જતાં હતાં. રોમ અને બાકી બધાએ તેને પૂછ્યું. “તમે અહીં શા માટે રહો છો? ગામથી દૂર જંગલમાં વાઘના આવવાની શક્યતા વધુ હોય છે.” 

તે હસ્યો અને બોલ્યો. “વાઘ... વાઘ તો અત્યારે આવી ગયો છે.”

તેની વાત સાંભળી બધા આમ તેમ જોવા લાગ્યાં. માહી, સાઈના અને આરાધ્યા ત્રણેય રોમના નજીક આવી ઊભા રહી ગયા. તેની વાતને ગંભીરતાથી લઈને રોમ બોલ્યો. “કોણ છે તું?”

“અરે... શાંત શાંત હું એમ નથી કહેતો. હું તો એમ કવ છું કે, આદમ વાઘથી કમ થોડો છે?”

તે અજાણ્યા માણસે જાણે પોતાને અને તેના સાથે રહેલા કે મળેલા લોકોને કોઈ મોટી લડાઈની તૈયારી કરાવવા માટે અહીં રાખ્યાં હોય તેવું બહારથી જ જોતા લાગી રહ્યું હતુ. ઘરની બહાર કરેલી શોભા અને ઘર ફરતી દિવાલ જે કોર્ટની દીવાલ જેવી હતી. એ જોતા એવું લાગી રહ્યું હતું કે તે ઘર નય પણ જુના જમાનામાં ચાલતી યુદ્ધ કાળાની શાળા હોય. એ સમયે ઘરની બહાર એક માણસ આવ્યો અને તે અજાણ્યા માણસ સામે જોઈને બોલ્યો. “ગુરુજી ભોજન તૈયાર થઈ ગયું છે.”

“મારી સાથે આ ચારના ભોજનની પણ વ્યવસ્થા કરી રાખજો.” અજાણ્યો માણસ બોલ્યો.

તેની આવી ઉદારતા જોઈ આરાધ્યા નમ્રતાથી બોલી. “તમે અમારી મદદ કરી રહ્યાં છો. અમને તમારા ઘરે લઈ આવ્યા છો અને અમે હજું સુધી તમારું નામ પણ નથી પૂછ્યું. કૃપા કરી પેહલા અમને તમારું નામ જણાવો.”
આરાધ્યાની વાત સાંભળી ત્રણેય એક સાથે બોલ્યા. “હા કૃપા કરી અમને તમારું નામ જણાવો.” 

“મારું નામ પરમ છે. પરમ વૈ...” વાક્ય પૂરું કરવા જઈ રહ્યો હતો કે, એક બીજો શિષ્ય અવાજ લગાવી રહ્યોં હતો. “ગુરુજી પેલી સ્ત્રી ભાનમાં આવી ગઈ છે.”

“સ્ત્રી?” ચારેય એક સાથે બોલ્યા.

“હા સ્ત્રી! ચાલો મારી સાથે.” પરમ બોલ્યો.

ચાલતા ચાલતા માહી બોલી. “અહીંયા સ્ત્રી એ પણ અજાણી?”

“હા સ્ત્રી! એ પણ તમારી જેમ આદમના ચક્રવ્યૂહમાં ફસાઈ ગઈ હતી. ઘણા દિવસોથી ખાવા તો શું પીવા પણ નહીં મળ્યું હોય, એવું ડોકટર કહી રહ્યાં હતાં.”

“તે ક્યાંથી મળી?” રોમ બોલ્યો.

“ત્યાંથી જ જ્યાંથી તમે નીકળ્યા.” પરમ બોલ્યો.

“મતલબ તમને ખબર હતી કે અમે ત્યાં છુપાયા હતા?” માહી બોલી.

“હા.” પરમ બોલ્યો.

“તમને કેવી રીતે તે સ્ત્રી મળી?” આરાધ્યા બોલી.

“ એ દિવસે મારા શિષ્યો ત્યાંથી આવ્યા અને આદમના તે ઘરમાં નીચે પડેલા હથીયાર લઈ નીકળી રહ્યાં હતાં. ત્યારે કોઈનો અવાજ સંભળાયો અને ઉપર ગયા. તેમને જઈને સામેનો રૂમ ખોલ્યો. ત્યાં અઢાર મૃત્યુ પામેલી સ્ત્રી હતી. તેમને થોડીવાર ઉભા રહી જોયું પણ કંઈ અવાજ ન આવ્યો. તેઓ નીકળવા જઈ રહ્યા હતા ત્યારે તેમને એક મોટી ચીસ સાંભળી અને તેમને એ રૂમ ખોલ્યો જેમાં તે સ્ત્રી બાંધી હતી. અંદર જતાં તેમણે જોયું કે, એ સ્ત્રી એક મોટી ચીસ પાડી બે ભાન થઈ ગઈ હતી. એટલે જલ્દીથી તેને ખોલીને તેની જગ્યાએ બીજા રૂમમાં અઢાર સ્ત્રીઓમાંથી એક ઉપાડીને ત્યાં બેસાડી અને આ સ્ત્રીની સાડી તેમજ ઘરાણું તે સ્ત્રીને પેરાવીને લઇ આવ્યા.” પરમની વાત પૂરી થતાં બધા ત્યાં પોહચી ગયા જ્યાં તે સ્ત્રી હતી. તેને જોતાજ માહીની આંખમાં ચમક દોડી અને એકદમથી તેને ભેટી પડી. એ સ્ત્રી બીજી કોઈ નહીં પણ જીદની મમ્મી પારો હતી.