Chandrvanshi - 9 - 9.3 in Gujarati Thriller by yuvrajsinh Jadav books and stories PDF | ચંદ્રવંશી - પ્રકરણ 9 - અંક 9.3

Featured Books
Categories
Share

ચંદ્રવંશી - પ્રકરણ 9 - અંક 9.3


“થોડા મહિના પેહલા મારા માણસોને પારો પાસે મોકલ્યા હતા. તેમણે તેને મારા જીવતાં હોવાના સમાચાર આપ્યાં. પરંતુ તે ખુશ થવાને બદલે ઉલટાની નિરાશ થઈ. તેમને તેને સાથે આવવા કહ્યું. એ વાત સાંભળી એને ચોખ્ખી ના પાડી દીધી. તેને કહ્યું. “કહી દેજો તમારા આદમને દેશ માં સમાન હોય છે અને માં ને વેહચીને બેહનને સાચવવાનો સ્વાંગ હું સારી રીતે જાણું છું.”

તેની વાત સાંભળી મારા માણસો આશ્ચર્યમાં પડી ગયા. તેઓ કાઇજ બોલ્યાં વિના પાછા ફર્યાં. તેમણે મારો સંપર્ક કર્યો અને મને તેની વાત સંભળાવી. વાત તો એની સાચી જ હતી. પરંતુ તે મારી બહેન હતી. એટલે થોડો સમય મેં તેને આપ્યો. પણ એ સમયે ચૂપ ન બેઠી અને મંદિરની જાણકારી ત્યાંની સરકારને પોહચતી કરવા જઈ, પરંતુ એને શું ખબર કે તેને જેમને વાત જણાવી એતો મારા જ પાલતુ કૂતરાઓ હતા. મારી બહેનની નફરત વધી ન જાય એટલે તેને પરાણે લેવા માણસો મોકલ્યા. માણસો પોહોચ્યા પણ તેમના હાથમાં એ એકજ લાગી. મદનપાલની દીકરી નહીં.

     એક્વાર મળીને મેં મારી બહેનને સમજાવી પણ હતી કે, તું એને મારા હવાલે કરીદે. પરંતુ એ ન માની. બે-ત્રણ દિવસ તો એને પાણી પણ ન આપ્યું. તોયે એ એક શબ્દ ન બોલી અને અચાનક જ અદિત આવ્યો અને મને કહ્યું. “સર એક સારી ખબર છે અને બીજી ખરાબ.”

ખરાબ સાંભળી મને હસવું આવ્યું. તોયે પેલા સારી સંભળાવવા કહ્યું. ત્યારે ખબર પડી કે, તેની ભત્રીજી જાતેજ જઈને તેને લેવા જાય છે અને એ પણ મારી જ વીજ કંપનીમાં નોકરી માટે. હું હસ્યો હું ખૂબ જ હસ્યો. પછી તેને ખરાબ સંભળાવવા કહ્યું. એ ખબર માં કોઈ એ લંડનમાં મારા જ ઘરમાં ચોરી કરી હતી. તે સાંભળી તરત જ હું ત્યાં જવા નીકળી પડ્યો.”

“મારી મમ્મીને શું કર્યું તે?” રડતા છતાં ઊંચા અવાજે જીદ બોલી.

ત્યારબાદ આદમ ખડખડાટ નિર્દયી હાસ્ય હસ્યો. 
“તેને ત્યાં જ છેલ્લીવાર પાણી પાઈને બાંધીને બધા નીકળી ગયા. અત્યારે તો તેની લાશ કીડા-મકોડા એ વીંધી ખાધી હશે.”

જીદ તે ન સાંભળી શકી અને ક્રોધે ભરાઈને
તેના પગ પાસે રહેલી કચરા પેટી આદમ પર ફેંકી. કચરા પેટીમાંથી કેટલીય દવાઓ બહાર નીકળી સાથે પાટા અને ઈન્જેકશન પણ નીકળ્યા. જેમાંથી થોડા વિનય અને જ્યોર્જના પગમાં પણ આવ્યાં. આદમ એ જોઈ ગુસ્સે થયો હજું બંદૂક લઈને હાથ ઊંચક્યો કે બારણું ખોલીને એક માણસ અંદર પ્રવેશી આવ્યો.
તે જોઈ આદમ ક્રોધમાં બોલ્યો. “અંદર શા માટે આવ્યો?”
“માફ કરજો પરંતુ બે ઓફિસર આવ્યા છે.” 

તેની વાત સાંભળી આદમે તેના પગ તરફ બંદૂક તાકી અને ધડામ કરીને એક ગોળી એના પગમાં ઉતારી દીધી. તે રોવા કકળાવવા લાગ્યો. જીદ તેની ચીસો ન સાંભળી શકી તેને બંને કાને હાથ દબાવ્યા. 

“તને આ બધું ભારે પડશે ભોલા.” એ બધું જોઈ વિનય બોલ્યો.

“ભોલો નય! આદમ... (આંખો પોહળી અને વધું પોહળી કરતો.) આદમખોર.” તેના ગળામાં જેટલું પણ બળ હતું એ બધું વાપરતો બોલ્યો.

***





માહી અને સાઈના બંનેએ મળીને પંડિતના બંને હાથ બાંધી દીધા હતા અને તેને એક જગ્યાએ બેસાડીને બધા તે ઘરમાં એક સાથે ફરવા લાગ્યા. આરાધ્ય રોમથી દૂર રહેતી માહી અને સાઈના તેઓની પાછળ ચાલી રહી હતી. તે ચારેય એ ઘરમાં ફરી રહ્યાં હતાં. ઘર ઘણું વિશાળ હતું. મકાન હતું તો બે જ માલનું પરંતુ એમાં લગભગ દસેક રૂમ હતા. ફરતી લોબી અને અંદર અંદર જતા પાંચ રૂમ જેવડું નીચે એટલુંજ ઉપર પણ. તેમાં અંદર જવાનો વિચાર આરાધ્યાનો હતો. એટલે રોમે કંઇજ વિચાર્યા વિના આગળ વધવાનું શરું કરી દીધું હતું. 

રોમે પેહલો રૂમ ખોલ્યો. ઘરની બારીઓ બંધ હતી પરંતુ તેના રંગીન કાચમાંથી સૂર્યના કિરણો પસાર થતાં તેમાંથી રંગીન પ્રકાશ નીકળી રહ્યો હતો. રૂમ એકદમ ખાલી હતો, પાછળ ઉભેલી માહી અને સાઈના પણ તે જોઈ રહી હતી. તેમને તેમની પાછળનો મતલબ એ જ રૂમની સામેનો રૂમ પણ ખોલ્યો અને તે પણ ખાલી હતો. એજ રીતે ત્રીજો અને ચોથો રૂમ પણ ખોલ્યો પરંતુ કઈ હાથ ન લાગ્યું. એટલે આરાધ્ય બોલી. “જો અહીંયા આદમના માણસો રેહતા હોય તો રૂમ ખાલી શા માટે?”

તેની વાત સાંભળતા રોમે પાચમો રૂમ પણ ખોલ્યો. એ પણ ખાલી જ હતો. એટલે બધા પાછા વળ્યાં અને ત્યાં આવી ઊભા રહ્યાં જ્યાં પંડિતને બાંધ્યો હતો. પંડિતે રોમ તરફ જોઈને મોઢું ખોલવાનો ઈશારો કર્યો. રોમે તેનું મોં ખોલ્યું અને બોલ્યો. “બોલ હવે તારે શું કેહવુ છે?”

“કહીશ નય બતાવીશ. મારા પગ ખોલો.” પંડિત બોલ્યો.
પંડિતે કહ્યાં પ્રમાણે તેના પગ ખોલ્યા એટલે તેને તેમણે પોતાની પાછળ ઉપરના માળે ચાલ્યાં આવવા કહ્યું. બધા તેની પાછળ ચાલ્યા. પંડિતના હાથ પાછળથી બંધાયેલા હતા. નીચે જેટલું ચોખ્ખું હતું, ઉપર એટલું જ ગંધાતું હતું. જાણે કંઇક સડી ગયેલાની વાસ આવતી હોય તેવું લાગી રહ્યું હતું. પંડિતે તેઓને ડરાવવા માટે સૌથી છેલ્લા રૂમે જઈને ઉભા રહેતા કહ્યું. “જેના હ્રદય ઢીલા છે તે અહીં ન આવતા.”

એટલું સાંભળતા જ રોમ પાછો ફર્યો. બે કદમ ચાલ્યો કે મોંઢે આડુ રાખીને ઉભેલી માહી હળવેકથી બોલી. “ભાઈ પેલી શું વિચારશે તમારા વિશે?” અને જુસ્સે આવેલો રોમ પંડિત પાસે દોડીને જઈને રૂમના બારણાને એક લાત મારી. લાત મારતા રોમ તેનું સંતુલન ખોઈ બેઠો અને સીધો એક લાશ ઉપર ગબડી પડ્યો.
રોમ તે જોઈ કંઇજ ન બોલ્યો અને એકદમ પૂતળાની માફક ચોંટી ગયો. પાછળ જોઈ રહેલી આરાધ્ય અને સાઈના એકબીજા સાથે લંપાઈને ચીસો પાડવા લાગી. એ રૂમની અંદર લગભગ સત્તર આધેડ વર્ષની સ્ત્રીઓને બાંધી હશે એવું કપડાં ઉપરથી કઈ શકાય તેમ હતું. તે ડેડ બોડીની ઓળખ કરવી ખૂબ જ અઘરી હતી. રોમ જે સ્ત્રી ઉપર પડ્યો હતો. તેના લાપતા થયાનો બ્લેક એન વાઇટ ફોટો તેમને આપ્યો હતો. એમાં તે સ્ત્રીનો એક હાથ ન હતો અને આ બોડીમાં એક હાથ ન હતો. એ વાત તેને યાદ આવી ગઈ.

પાછળ આવીને માહીએ રોમને હાથ લગાડ્યો કે એકદમ જાગૃત અવસ્થામાં આવીને રોમ ટટ્ટાર થઇ ગયો. પાછળ ઉભેલી માહી ફરી હળવેથી બોલી. “ભાઈ હું છું માહી.”

શ્વાસ છૂટયાંનો અવાજના આખા રૂમમાં પડઘા પાડવા લાગ્યા. હવળા પગલે રોમ અને માહી બહાર નીકળ્યા. રોમે તો ફરીને રૂમની અંદર પણ ન જોયું અને એ ખાલી બારણું આડુ કર્યું. એ સમયે પંડિત ભૂત ભગાવ મંત્રો બોલ્વા લાગ્યો. પરંતુ તેના વિચારો સમજી ગયેલી માહીએ તેને રોક્યો અને બોલી. “પંડિત તારા ભૂત મારા ભાઈથી ડરીને ભાગી ગયા. ખાલી ખોટો ઢોંગ ના કર.”

એટલે પંડિતે કંપી રહેલા રોમને જોઈને કહ્યું. “હા એ તો દેખાય જ છે. આતો મને થયું કદાચ તમારી જીદને અહીંતો નથી રાખીને.” તેની વાત સાંભળતી માહી નિરાશ થઈ. પંડિત પણ એજ ચાહતો હતો કે, આ બધામાં મજબૂત બનીને ઉભી રહેલી માહીને મનથી હરાવી દવ. એવામાં અચાનક પંડિતના કુર્તામાં જીવડું ગર્યું. રોમે થોડો કકળવા દીધો પછી તેના હાથ ખોલ્યા કે, રાડો નાખતો-નાખતો એકદમથી કુર્તો ઉતાર્યો. 

પંડિતના શરીર પર અને છાતી ઉપરના રીંછ જેવા વાળમાં કોઈ વંદા જેવું જીવડું ચોંટ્યું હતું. એકદમથી હાથ ઘસીને તેને ઉડાડી પાડ્યું. તેની જનોઈ ઉપર ઘુમ્મટના કાચમાંથી આવી રહેલા પ્રકાશથી પંડિતનું શરીર વધુ ચોખ્ખું દેખાય રહ્યું હતું. એવામાં માહીની નજર પંડિતના હાથ પર પડી. જ્યારે માહી અને જીદ મંદિરમાં પેહલીવાર પૂજા કરાવી રહ્યાં હતાં. ત્યારે તે પંડિતે પોતાનું નામ શુદ્ધિનાથન જણાવ્યું હતું. પરંતુ તેના હાથ પર તો બંગાળી ભાષામાં રવિનાથન લખ્યું હતું. જે જોઈ માહીએ પંડિતનું ફરી નામ પુછ્યું. 
“પંડિત જી તમારું નામ શું?”

“રવિનાથન.”જીવડાથી ડરેલો પંડિત બોલ્યો. તે સાંભળી રોમ બોલ્યો. “ઢોંગી નામમાં પણ જોલ કર્યો?” એકદથી યાદ કરતો પંડિત બોલ્યો. “જી! શુદ્ધિનાથન.”

“એ નય પેહલા તું શું બોલ્યો?” રોમ બોલ્યો.
“શુદ્ધિનાથન સાહેબ હું એજ બોલ્યો.”

તેની વાતનો વિરોધ કરતા ચારેય એક સાથે બોલ્યા. “રવિનાથન બોલ્યો હતો.”

“ના ના તમારી સાંભળવામાં ભૂલ થતી હશે. હું શુદ્ધિનાથન જ છું.

“રવિનાથન કોણ છે?” માહી બોલી.

“એતો કોઈ નથી. છે જ નય.”

પંડિતની વાત સાંભળી તેનો હાથ ઊંચક્યો અને સાઈના સામે હાથ કરતા બોલી. “આ શું લખ્યું છે સાઈના?” 

આમતો ત્યાં ઉભેલા બધા જ બંગાળી ભાષાના તજજ્ઞ જ કે જાણકાર જ હતા. પરંતુ તેમ છતાં બંગાળમાં જન્મેલી સાઈનાને માહીએ પૂછ્યું. “રવિનાથન.” સાઈના બોલી.

રોમ આગળ વધ્યો અને પંડિતનો હાથ પકડીને ખેંચ્યો અને ફંગોળતા બોલ્યો. “બોલ કોણ છે તું?” 

ગભરાતા મોંઢે પંડિત બોલ્યો.“હું...હું શુદ્ધિનાથન જ છું એતો મારા પિતાનું નામ છે.” સાંભળતા પંડિતને છૂટો મેક્યો કે, તે એક રૂમના બારણે ગબડી અથડાયો અને અંદર જઈ પડ્યો. અંદર પડેલા પંડિતની રાડો બહાર આવી. એકદમથી બધા ત્યાં જઈ પહોંચ્યા. 

તે રૂમમાં એક સ્ત્રીને અલગથી બાંધી હતી. જેને હજું થોડા મહિના પેહલા જ બાંધી હોય તેવું તેના શરીર પર ફરતા જીવાસ્મોથી લાગી રહ્યું હતું. તેને એક જગ્યાએ બેસાડીને બાંધી હતી. તેથી તેના પગ સીધા હતા અને તેના પગના સીવિંટિયા ઉપર પ્રકાશ પડતા તે ચમકી રહ્યા હતા. એ સ્ત્રીના કાપડને પણ છિદ્રો થઈ ગયા હતા અને એ ભયંકર દ્ર્શ્યો જોઈ બધા થોડીવાર માટે બધું ભૂલી ત્યાંથી ભાગવાની તૈયારીમાં લાગી ગયા. એ જ સમયે માહીના મનમાં એ સીવિંટિયા આવ્યાં. તેને પેહલા રૂમમાં બાંધેલી સ્ત્રીઓના પગ ખાલી જોયા હતા અને તેઓના પોશાક પણ બંગાળી જેવા હતા. પરંતુ આ સ્ત્રીના વેશભૂષા ગુજરાતની સ્ત્રી જેવા હતા અને તેને યાદ આવ્યું કે આવા સીવિંટિયા તો જીદની મમ્મીનાં જ હોય શકે. એટલે ફરી તે અંદર ગઈ.

તેના વાળમાં જીવડાં પડી ગયા હતા. મોઢું ઓળખમાં આવી રહ્યું ન હતું. માત્ર પોશાક એવો હતો એ જોઈને માહી રડી પડી. તેના પગ સામે એક પાણીનો ભરેલો ગ્લાસ હતો. બસ બીજું કંઇજ જોઈ ન શકી એટલે રડતી જીદ બહાર નીકળી ગઈ અને અહિયાંથી બનતી ઉતાવળે બધાને નીકળવા કહ્યું. પંડિત ખુશ થયો.

***