Chandrvanshi - 10 - 10.2 in Gujarati Thriller by yuvrajsinh Jadav books and stories PDF | ચંદ્રવંશી - પ્રકરણ 10 - અંક 10.2

Featured Books
Categories
Share

ચંદ્રવંશી - પ્રકરણ 10 - અંક 10.2


“રોમ તું અહીંયાથી ચાલ્યો જા.” વિનય અંદર આવી પોહચેલા રોમને અટકાવતો બોલ્યો.

રોમ, વિનય, જીદ, માહી, સાઈના અને આરાધ્યા તેમજ આદમ, રાહુલ અને તેના થોડાક માણસો મંદિરના કોર્ટની દિવાલમાં આવેલા ખજાનાના દ્વાર પર ઉભા હતા. વિનય રોમને મનાવી રહ્યોં હતો. 

“અહીંયાથી ક્યાં જવ! બહાર પણ આ કાળીયાના જ માણસો છે. અને અહીંયા મારાવાળી પણ છે ને.” રોમ મલકાતો બોલ્યો.

“તો બહાર કોણ છે?” વિનય બોલ્યો.

“શ્રેયા, રોમિયો અને હમણાં વચ્ચે બોલ્યો એ.” રોમ જ્યોર્જ અને શ્રેયા વિશે નથી જાણતો તેથી તેમને અલગ સંબોધતા બોલ્યો. 

રોમ અને વિનયને દાબ બતાવતો આદમ તેની ભાષામાં બોલ્યો. “વધુ સમય ન બગાડો જલ્દી કરો.”

બહાર મંદિરમાંથી ખશેલા પથ્થરની સાથે અંદર પણ એક દરવાજો ખૂલ્યો હતો. ત્યાં કેટલાંય પથ્થર ગોઠવીને પગથિયાં બનાવીને નીચે જવાનો રસ્તો દેખાઈ રહ્યો હતો. રોમ આદમને જોઈ બોલ્યો. “જા ખજાનો નીચે જ છે જઈને લઇ લે. ગલસી જા લુખ્ખા.” આદમને એના બધા જ શબ્દો સમજાયા ન હતા.

દિવાલની અંદર રોમના અવાજના પડઘા પડી રહ્યાં હતા. તે સાંભળી માહી અને આરાધ્યા જીણું જીણું હસવા લાગી. એટલે આદમે રોમને આગળ જવા કહ્યું. રોમ ફરી બોલ્યો. “ખજાનો તારે લેવાનો છે કે મારે?”
તેની વાત સાંભળી આદમના માણસો પણ હસ્યા. તેઓને બંધ કરવા આદમે પિસ્તોલ કાઢી અને ઉપર કરીને ધડામ કરીને અવાજ કાઢ્યો. તેનો અવાજ સાંભળી બધાજ ચૂપ થઈ ગયા. પછી વિનય આગળ વધ્યો.

જેમ-જેમ અંદર ગયા તેમ-તેમ અંધારું વધવા લાગ્યું. “આગળ કઈજ દેખાતું નથી.” વિનય બોલ્યો. 

આદમે તેના માણસોને ઉપર જઈને મસાલ (જેગવવા માટે લાકડું) લઈ આવવા કહ્યું. ઉપર ગયેલા માણસોએ જંગલમાં પડેલા લાકડા ઉઠાવ્યા. ત્યાં આવેલા પંડિતોની ધોતી અને બાકી બધાના ઘણા ખરા કપડાં કઢાવી નાખ્યા. તેમના કપડાંને લાકડા સાથે વીંટીને હવન કુંડ પાસે પડેલું ઘી બધામાં રેડીને થોડાક લાકડાને આગ સાથે લઈ આવ્યા. એક મસાલ વિનયના હાથમાં મૂકી. વિનય અને રોમ બંનેને પેહલા અંદર મોકલ્યા. પગથિયાં ગોળ હતાં. જેમ નીચે ઉતરે એમ તેની દીવાર પાસે કેટલાંક ઐતિહાસિક ચિત્રો દેખાઈ રહ્યાં હતા. વિનય અને રોમ નીચે પોહચ્યાં ત્યાં જોયું કે, પગથિયાં પૂરા થઈ ગયા હતા. આગળ માત્ર દિવાલ હતી. 

“લો આયાથી જ રસ્તો બંધ થઈ ગયો. હાલ પાછા જઈને કહીએ એ ડોબાને.” રોમ ઊંચા અવાજે બોલી રહ્યો હતો. તેના પડઘા ઉપર પડી રહ્યાં હતા. આદમ તે સાંભળી રહ્યોં હતો. રાહુલ હળવેથી આદમ પાસે આવ્યો અને ધીમેથી બોલ્યો. “મન તો થાય છે. બધી જ ગોળીઓ ઉતારી દવ એના ભેજામાં.”

“ઉતારી દેજે પણ અત્યારે નય. ખજાનો મળે પછી.” આદમ બોલ્યો.
નીચે ઉભેલા વિનયે રોમની વાત ન સાંભળતા મસાલને તે દીવાલ પર ફેરવી. તે દીવાલ ઉપર સંસ્કૃત ભાષામાં કંઇક લખ્યું હતું. તેને વાંચવા વિનયે મસાલ વધુ નજીક કરીને સરખું જોઈને વાંચ્યું.
“केवलं सः एव धनं प्राप्नोति। यः स्वजीवनं जनसेवायां समर्पयति।”
પછી તેનું ગુજરાતી કરતો બોલ્યો. “ધન માત્ર એને જ મળે. જે પોતાના જીવનને લોકોની સેવામાં સમર્પિત કરી દે.”
“મતલબ રહસ્યની અંદર પણ રહસ્ય.” આશ્ચર્ય પામતો રોમ બોલ્યો. કપાળે હાથ મૂકતો વિનય બોલ્યો. “તને નય સમજાય.” 

વિનયે આખી દિવાલ જોય લીધી. ત્યાં એક પણ તિરાડ કે ખાંચો ન હતો કે, જેને જોઈને કહી શકાય કે અહીંયા પણ દરવાજો હતો એમ. વિનયની નજર જમણી તરફ એક અસ્ત્ર દોરેલું હતું ત્યાં પડી. તે એકજ કોતરણી બહારની તરફ ઉપસેલી હતી. તેને જોતા જ વિનયે ત્યાં હાથ લગાડ્યો અને તે અંદરની તરફ ધકેલાઈ ગયું. જેવું તે અંદર ગયું કે અંદર જવાનો રસ્તો ખુલવા લાગ્યો. એના ઘસાવાના અવાજના પડઘા પડી રહ્યા હતા. ઉપર ઉભેલા આદમ અને તેના માણસોના મોંઢા ઉપર તોફાની સ્મિત વરસવા લાગ્યા.

“સોનું દેખાયું?” રોમ બોલ્યો.
વિનય અંધારામાં પણ તેની વાત સાંભળીને મસાલ રોમના મોંઢા પાસે લાવી તેના સામે જોવા લાગ્યો. પછી બોલ્યો. “આ હજું પેહલો પડાવ છે.”

“મતલબ હજી આનાથીય ઊંડું મૂકું છે?” રોમ બોલ્યો.

“હા! આવા પાંચ પડાવ હજું બાકી છે.” વિનય બોલ્યો.

“મને પેહલા કીધું હોત તો હું આવેત જ નય.” રોમ બોલ્યો.

“તને કીધું જ હતું પણ તું માન્યો જ નય.” વિનય બોલ્યો.

“હા પણ એમાં શું તે પડાવ વાંચ્યાં છે તો એના સુજાવ પણ વાંચ્યા જ હશેને?” રોમ બોલ્યો.

“સુજાવ અટ્ટપટ્ટા છે.” વિનય બોલ્યો.

“કેમ?” રોમ બોલ્યો.

“પેહલા પડાવમાં એમ લખ્યું હતું કે, અસ્ત્રથી અંધકાર દૂર થશે.” વિનય બોલ્યો.

“બીજા પડાવમાં શું લખ્યું હતું?” રોમ બોલ્યો.
“અજ્ઞાન અને જ્ઞાનની સમજ હોય તોજ આગળ વધવું.” વિનય બોલ્યો.

“હાલોતો પાછા.” રોમ બોલ્યો.

તેની વાત સાંભળી પગથિયાં ઉતરી નીચે આવેલો આદમ બોલ્યો. “ક્યાં?”

“અજ્ઞાન અને જ્ઞાનની સમજ લેવા.” રોમ બોલ્યો.

તેની વાત સાંભળી આરાધ્યા હસી પડી. ધીમે ધીમે બધા હસ્યા. રોમને એ ન ગમ્યું એટલે તે વિનયનો હાથ પકડી આગળ હાલવા લાગ્યો. 

અંદર જતાં રોમને અટકાવ્યો અને વિનયે મસાલ અંદર કરી. જેવો થોડોક પ્રકાશ અંદર પડ્યો કે બધું જ એકદમથી ચમકી ઉઠ્યું. વિનય અને બાકી બધાની આંખો અંજાવા લાગી. પરંતુ માહીના ચશ્માની અંદર પ્રકાશ એટલો બધો ન પહોંચ્યો જેટલો બાકી બધાની આંખોમાં હતો. તેને જોયું કે, અંદર બધું બદલવા લાગ્યું હતું. નીચે જમીન સર્પાકાર બનીને એક માણસ જ ચાલી શકે તેટલી જગ્યા હતી અને તેની બંને બાજુએ સાત-આઠ ફૂટ ઊંડા ખાઇમાં ધારદાર ભાલાની અણી દેખાઈ રહી હતી. પરંતુ આટલી બધી ચમક જ્યાંથી આવતી હતી, તે ચળકાટવાળા પાસાણ ઉપરની તરફ લગાવેલા હોય તેવું લાગ્યું. 

આદમે ઘણીવાર ઊભા રહ્યાં બાદ તેના એક માણસને આગળ જવા કહે છે. માહીએ આગળ વધવાની ના પાડી છતાં પણ આદમે એક માણસને આગળ મોકલ્યો. તે આંખે હાથ આડા રાખી આગળ વધ્યો. થોડેક સુધી આગળ ગયો અને તેનો પગ લપસ્યો કે સીધો અંદર પડ્યો. બધાના કાનમાં તેની ચિસના પડઘા સંભળાવવા લાગ્યા. માહીએ જોયું કે, ભાલાની અણી તેના શરીરને આર પાર નીકળી ગઈ હતી. તે જોઈ તે પણ કંપી ઊઠી. આદમે ફરી બીજા માણસને જવા કહ્યું. પરંતુ આ વખતે માહીએ તેને જતો અટકાવ્યો અને કહ્યું. “બધા મારી પાછળ ચાલો.”

માહી, સાઈના, આરાધ્યા, જીદ, વિનય, રોમ, આદમ, રાહુલ અને આદમના માણસો એક પછી એક સર્પાકાર લાઇનમાં ગોઠવતા ગયા. બધાએ એક બીજાના હાથ પકડ્યા હતા. જેથી કોઈ પડી ન જાય. માહી સૌ પેહલા બીજા છેડે પોહચી. ત્યાં ફરી બીજો દ્વાર હતો, ત્યાં જ અંજવાળું પણ અંધારામાં પલટાયું હતું. ફરી મસાલનું અંજવાળું અંજાયેલી આંખોને જોવામાં ઉપયોગી થવા લાગ્યું. બીજો પડાવ બધા પાર કરી ચૂક્યા હતા. આરાધ્યા અને સાઈના પેહલા કરતા વધુ ડરી રહી હતી. આદમના માણસો બચી ગયા હોવાથી ખુશીના માર્યા ફુલાઈ રહ્યાં હતાં. 

“બવ રાજી ન થાઓ હજું આવા ચાર પડાવ આવશે અને આ તમારો આદમ મરવા પે’લા તમને જ મોકલશે.” આદમના માણસોની ખુશી જોય ન શકતો હોય તેમ રોમ બોલ્યો. પરંતુ તેઓને ગુજરાતી આવડતી જ નોહતી એટલે એમને તેની વાતમાં ધ્યાન ન આપ્યું. “બીજા કોઈને મારું કે ન મારું તને તો હું મારીન જ રહીશ.” તેના માણસોને ઉશ્કેરતા રોમને જોઈ આદમ બોલ્યો. 
“પેલા તું તો બચીન દેખાડ. આયવો મોટો સોનું લેવાવાળો.” રોમ આદમને ખીજવતો બોલ્યો. 

“આ ક્યાં પ્રકારનું પ્રાણી સરકારે પોલીસમાં ભરતી કર્યું છે?” આદમ બોલ્યો.
“ચૂપ... બધા ચૂપ થઈ જાવ.” તે બંનેની વાતમાં ભંગ પડતા વિનય બોલ્યો.

ફરી વિનય આગળ વધવાનો રસ્તો શોધવા લાગ્યો. તેને જોયું કે, સામેની દીવાલ પર કંઈક લખવાથી જ આગળ વધી શકાય. તેને નકશો યાદ કર્યો. (પેહલા પડાવમાં અશ્ત્રથી અંધકાર દૂર થશે. બીજા પડાવમાં અજ્ઞાનથી જ્ઞાન તરફ જવાની વાત કરી હતી.) “અજ્ઞાનથી જ્ઞાન તરફનો મતલબ શું થાય?” વિનય બબડ્યો. તેની વાત સાંભળી માહી બોલી. “પોતાની અંદરના અંધકારથી પ્રકાશ સુધીના સફરને જ ઋષિમુનિ જ્ઞાનની પ્રાપ્તિ માને છે. પરંતુ અહીંયા તો આપણને સમજ પડી કે, પ્રકાશનો માર્ગ ઉલજણવાળો હોય છે. તેથી તેને ઓળંગીને આગળ વધ્યાં પછી જ જ્ઞાન પ્રાપ્તિ થાય.” 

માહીની ઊંડી વાત કોઈને પણ ન સમજાણી. એટલે, માહીએ તે દિવાલ પર એક પથ્થર લઈને એજ આખી વાત લખી કંડારી અને તરત ત્રીજા પડાવમાં જવાનો રસ્તો ખુલવા લાગ્યો. 

“વાહ મારી બહેન તો જ્ઞાની નીકળી.” રોમ બોલ્યો.

***



ત્રીજા પડાવમાં જતા જ બધા સંગીતના નશામાં ચૂર થવા લાગ્યાં. મધુર સંગીત માણસના મનમાં વિચારને પણ સ્તબધ કરી દે છે. તેથી જ ઋષિમુનિઓની કઠિન તપસ્યાને ભંગ કરવા માટે અપ્સરાઓ સંગીત ગાન કરતી. પરંતુ એ બધામાં પણ એક નિર્દય આદમને તે સંગીત હ્રદયને સ્પર્શી રહ્યું ન હતું. તેને આગળ વધવા એક પગ મૂક્યો કે, તરત જ કાન ફાડી નાખી તેવા અવાજ ના રણકાર વાગવા લાગ્યા. બધા જ એકદમથી હોશમાં આવ્યા. આદમની આંખો ફાટેલી જ રહી ગઈ. બાકી બધાએ તરત જ કાન આડા હાથ રાખી દીધા હતા. 

આગળ ન વધે ત્યાં સુધી સંગીત અને આગળ વધે તો જીવલેણ ભયંકર અવાજનો રણકાર. આ નવી મુશ્કેલીનો સામનો કરવા માટે સાઈના આગળ આવી. તેને કોમ્પ્યુટરની સાથે સંગીતની વિદ્યાનો પણ થોડો અભ્યાસ કર્યો હતો. તેથી તેને એ મધુર સંગીતને સાંભળીને વિચાર્યું અને તે સંગીત મુજબ પગલાં માંડવાના શરૂ કર્યા. તેના સૂરમાં તે આગળ વધતી અને અટકતી. બીજા બધા તેને જોતાં જ રહી ગયા. તે થોડે આગળ જઈ ત્યાંથી ફરી એજ ધૂનમાં પાછી ફરી. સાઈનાએ આ પડાવને એકદમ સરળ બનાવી નાખ્યો. તેને બધાને તેના ઉપાડતા પગની સામે નજર કરી ચાલવા કહ્યું અને એક સાથે માત્ર ત્રણને જ ચાલવા સમજાવ્યું. 

પેહલા સાઈના પછી આરાધ્યા અને તેની પાછળ જીદ ચાલ્યાં. એજ રીતે વિનય, રોમ અને માહી અને બાકી બધા ચાલ્યા. પરંતુ, છેલ્લે ચાલતાં-ચાલતાં આદમના ચાર માણસો વધ્યાં અને તેઓ એકબીજા સાથે ઝઘડવા લાગ્યા. તેમાંથી એકે ભાગીને સામે પોહોચવા પ્રયત્ન કર્યો જેવો એક પગ આગળ મૂક્યો કે ઘોંઘાટ શરૂ થઈ ગયો. તેઓ જે રીતે ફસાયા એમાંથી બચવું મુશ્કેલ હતું. તેમના વચ્ચેની લડાઈના લીધે આદમ અને બાકી બધાને પણ ઘોંઘાટ સહન કરવો પડતો. આદમે ગુસ્સે થઈ એકદમથી પિસ્તોલ ઉપાડી ચારેયને ત્યાંજ ઠાર માર્યો. 

“ચાલો આમના કારણે આપડે નથી મરવું.” નિર્દયી આદમ બોલ્યો.

ત્યારબાદ સાઈનાએ ચોથો પડાવ ખોલવા માટે તેજ સંગીતનો ઉપયોગ કર્યો, જે પેહલા સંભળાતું હતું. એજ રીતે પાંચમો પડાવ પાર કરીને બધા છટ્ઠા પડાવે પોહોચ્યાં. ત્યાં સુધીમાં આદમના બે માણસો જ બચ્યાં હતાં. રાહુલ પણ અંદર આવીને ડરી રહ્યોં હતો. છઠ્ઠો પડાવ સૌથી મુશ્કેલ હતો.

દસ વધ્યાં હતાં તેમાંથી માત્ર પાંચ જ આગળ જઈ શકે તેમ હતું. એક પગલું આગળ મૂકતા પાછળની જમીન લાવામાં ફેરવાઈ જતી હતી. જીદે વિનયને તેને છોડીને આગળ વધવા કહ્યું. વિનય ન માન્યો અને જીદને ઉંચકીને આગળ વધ્યો. મોકાનો લાભ ઉઠાવતા રોમે પણ આરાધ્યાને ઊંચકી લીધી. મોં મલકાવતો તે પણ આગળ વધ્યો. સાઈનાએ માહીને પોતાની પીઠ પર ઊંચકી લીધી અને આદમના માણસોના મનમાં જાગેલી લાલચને છિન્ન ભિન્ન કરી નાખી.

આદમ અને રાહુલ તો એ બધાને પાછળ છોડતા આગળ વધવા લાગ્યાં. આદમના માણસો એ જોઈ ચોંકી ઉઠ્યા અને આ વખતે એ બે માંથી એકે બચવા માટે રાહુલના પગમાં હાથમાં રહેલી મસાલ ફેંકી મારી. રાહુલ જેવો પડ્યો કે, તેના નીચેની જમીન લાવા બનવા લાગી. રાહુલને ખુબજ ગરમ લાગવાથી રાડો પાડવા લાગ્યો. 

“નય....” આદમ પણ તે જોઈને ઊંચેથી રાડો નાખતો બોલ્યો. એકદમ રાહુલનો હાથ પકડી તેને પોતાના રસ્તામાં કરી લેવા મથવા લાગ્યો. રાહુલ હજું પાછળ રહેલા બે માણસોથી વધુ દૂર ન હતો. એજ સમયે પાછળ રહેલાં બેમાંથી એક કૂદ્યો અને રાહુલના હાથ પાસે પડ્યો. તેને રાહુલને ઉંચકીને બચાવી લીધો. પરંતુ તેના કપડા અને ઘણી ખરી ચામડી બળી ગઇ હતી. રાહુલને પાડવાવાળા માણસ સામે જોઈને આદમે તેની પિસ્તોલમાં છેલ્લે વધેલી બધીજ ગોળીઓ ઉતારી દીધી.

છઠ્ઠો પડાવ પૂરો કરી હવે બધા ખજાનાની ખુબજ નજીક પોહચી ગયા હતા. એક તરફ લોભી આદમ અને બીજી તરફ રોમ અને વિનય. આદમે તેના વધેલા માણસને બોલાવ્યો અને કહ્યું. “સમય મળ્યે આ બંનેને મારી નાખજે.” પછી હળવેકથી એક નાની છરી તેના હાથમાં મૂકી. રાહુલની હાલત જોઈ વિનય અને બાકી બધાને તેના પર તરસ આવી ગઈ. પરંતુ આદમ તેના પૈસાના મોહમાં પુત્રને ભૂલી ગયો હતો. વિચારી રહ્યો હતો કે, સોનું મળતા જ તેનો ઇલાજ વિદેશના મોટા દવાખાનાઓમાં કરાવી નાખશે. 

બધાજ સામે રહેલા અંતિમ દ્વાર તરફ જોવા લાગ્યાં. જેની પાછળ સોનાની ખાણ હતી. આદમ તેઓને મારવાનું વિચારી રહ્યોં હતો. જ્યારે વિનય ત્યાંથી બહાર કેમ નીકળાશે તેના વિશે વિચારી રહ્યોં હતો. જીદ વિનયની બાજુમાં ઉભી હતી. રોમના વિચારો આરાધ્યાને જોઈને સ્થગિત થયા હોય તેવું લાગી રહ્યું હતું. વિનય આગળ વધ્યો અને તેને તે દિવાલ પાર કેમ નીકળાય તે શોધવાનો પ્રયત્ન કર્યો. તેને નકશામાં છ પડાવ સુધીનું જ વાંચ્યું હતું. “હવે આગળ કેમ નીકળાશે?” આરાધ્યા બોલી.

માહી અને સાઈના આજુબાજુમાં જોવા લાગી. બધાજ બહાર નીકળવાનો પ્રયત્ન કરવા લાગ્યાં. કોઈને કંઈ મળી રહ્યું ન હતું. પાછળ જવા માટે કોઈ રસ્તો જ ન હતો. દીવાલને બધા નીરખીને જોવા લાગ્યા. પરંતુ, કંઇજ નવું દેખાઈ રહ્યું ન હતું.
બધા થાકીને નીચે બેસી ગયા. કેટલાં સમયથી તે આમાં ફસાયા હતા, એની પણ એમને જાણ ન રહી. ઉપર ભર ઉનાળે વરસાદ શરૂ થવા લાગ્યો હતો. દરિયો પણ પવનની લહેરને સાથ આપતો ઉછળવા લાગ્યો. દરિયાના મોજાંનો અવાજ તેઓને સંભળાવા લાગ્યો. એજ સમયે જમીનમાં ઉતરેલા પાણીથી કીડીઓ બહાર આવવા લાગી. લાલ કીડી હળવે હળવે બધાને ચટકા ભરવા લાગી. 

થાકીને બેઠેલા હવે ફરી કૂદવા લાગ્યા. આવી વિકટ પરિસ્થિતિમાં પણ વિનયનું મગજ ત્યાંથી નીકળવાનો રસ્તો જ શોધી રહ્યું હતું. એટલે તેની નજર ત્યાં પડી જ્યાંથી કીડીઓ નીકળી રહી હતી. તેને જોયું કે ત્યાં નીચેની તરફ તિરાડ પડી હતી. તેને ત્યાં ઉપર પગ રાખ્યો અને તેને દબાવ્યું. જેવું પગેથી દબાવ્યું કે, તે અંદર બેઠું અને આખી દિવાલ જમીનમાં ઉતરવા લાગી. બધાજ પાછળ ખસી ગયા. થોડીકવારમાં ત્યાં ભૂકંપ આવવા લાગ્યો. 

અચાનક સાઈનાનો પગ લથડ્યો અને પાછળ રહેલા લાવાની ખાઈમાં પડવા લાગી. તે જ સમયે માહીએ એકદમ તેનો હાથ પકડ્યો. સાઇના નીચે લટકાણી હતી. માહી પણ તેનો હાથ પકડીને જમીન પર પટકાઈને સૂતી હતી. કંપન હજું પણ શરૂ હતું. રોમ માહીની મદદ કરવામાં લાગી ગયો. એકદમ કંપન બંધ થયું અને ચારે તરફ રોશની થવા લાગી. કરોડોની કિંમતના સોનામાં પડેલા હીરા ચમકી રહ્યાં હતાં. 

રોમે અને માહીએ સાઈનાને ખેંચી બહાર કાઢી. અચાનક આદમના ઇશારે તેના માણસે વિનય ઉપર હમલો કર્યો અને તેની પીઠમાં છરી ખૂંપી મારી. વિનયના મોં માંથી રાડનો (ચીસનો) અવાજ સાંભળી. દોડીને રોમે આદમના માણસને પાછળ ફેંક્યો અને તે લથડીને જ્વાળામાં જઈ બળ્યો. તેની ચિંખો વચ્ચે આદમનું હાસ્ય શરૂ થયું.

***