મોજીસ્તાન - સીરીઝ 2

(9)
  • 3.8k
  • 0
  • 1.5k

વ્હાલા વાચકમિત્રો… મોજીસ્તાનના પહેલા ભાગમાં ટેમુ, વીજળી, ચંચો, નીના, હુકમચંદ, તભાભાભા, બાબો, તખુભા, રવજી સવજી, જાદવો, જડી,ધૂળિયો, રઘલો, વજુશેઠ, હબો, નગીનદાસ, રણછોડ, ડો. લાભુ રામાણી અને નર્સ ચંપા..! (લગભગ બધા આવી ગયા ને?) આ બધા પાત્રો સાથે ખૂબ મજા આવી હતી ને? પોચા સાહેબે રચેલા લખમણિયાનું ભૂતે જે તહેલકો મચાવ્યો હતો એ અજીબોગરીબ હતો! એકમેકના માથે રાત રહે એવા આ બેનમૂન પાત્રો જે ગામમાં રહે છે એ લાળીજા ગામ ખરેખર તો મારા ગામ જાળીલાનું ઊંધા અક્ષરે લખેલું નામ હતું. ગામ અને પરા વિસ્તાર વચ્ચે ગટરનું પાણી ભરેલું રહેતું. એમાંથી પસાર થવા પથ્થરો મુકવામાં આવેલા. ડો લાભુ રામાણીનું પાત્ર મને ડો ત્રિવેદીમાંથી મળેલું. હું નાનો હતો ત્યારે અમારા ગામના સરકારી દવાખાનામાં આવેલા ડોકટર ત્રિવેદી ખૂબ સારા ડોકટર હતા. એમના જાડા કાચના ચશ્મામાંથી ચકળવકળ થતી એમની આંખો પરથી જ મેં ડો. લાભુ રામાણીનું પાત્ર રચ્યું હતું.

1

મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 1

મોજીસ્તાન (2.1)વ્હાલા વાચકમિત્રો…મોજીસ્તાનના પહેલા ભાગમાં ટેમુ, વીજળી, ચંચો, નીના, હુકમચંદ, તભાભાભા, બાબો, તખુભા, રવજી સવજી, જાદવો, જડી,ધૂળિયો, રઘલો, વજુશેઠ, નગીનદાસ, રણછોડ, ડો. લાભુ રામાણી અને નર્સ ચંપા..! (લગભગ બધા આવી ગયા ને?) આ બધા પાત્રો સાથે ખૂબ મજા આવી હતી ને? પોચા સાહેબે રચેલા લખમણિયાનું ભૂતે જે તહેલકો મચાવ્યો હતો એ અજીબોગરીબ હતો!એકમેકના માથે રાત રહે એવા આ બેનમૂન પાત્રો જે ગામમાં રહે છે એ લાળીજા ગામ ખરેખર તો મારા ગામ જાળીલાનું ઊંધા અક્ષરે લખેલું નામ હતું. ગામ અને પરા વિસ્તાર વચ્ચ ...Read More

2

મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 2

"કે સે ને કે કોક મોટા સાસ્તરી આંયા આયા સે. હબલાને ઈમણે કીધું સે કે લખમણિયો ભૂત પાસો આવવાનો તેં હેં ઈ હાચું સે? એ ભાઈ ટેમુ ચ્યાં સે ઈ સાસ્તરી.. મારેય પુંસવું સે. હું ઈમ કવ સુ કે લખમણિયાના ભૂતને મારા પંડ્યમાં મેકલોને બાપા. મારે ભૂત થાવું સે..!" રઘલા વાળંદે બે પગ વચ્ચે વલુરતા વલુરતા ટેમુની દુકાને આવીને કહ્યું.હબાની દુકાને લખમણિયા ભૂત નામના ફટાકડાની વાટ સળગાવીને બાબો અને ટેમુ હજી ઘરે પહોંચ્યા જ હતા. બાબો ટેમુના ઘરમાં ફ્રેશ થવા ગયો અને ટેમુ દુકાનમાં આવીને બેઠો એટલીવારમાં લ.ભુ.નો ફટાકડો બોંબ બનીને ફૂટ્યો હતો. હબાની દુકાને ઘડીકમાં તો લોકોનું ટોળું ...Read More

3

મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 3

ભાભા એ દુષ્ટ આત્માને ક્રોધથી ભરેલા લોચનોથી તાકી રહ્યા. શાસ્ત્રો ભણીને આવેલા પોતાના જ્ઞાની અને તેજસ્વી આભા ધરાવતા સત્યનારાયણ અવતારી પુત્રને બાબલા જેવા તોછડા નામથી બોલાવનાર એ માનવીને બાળીને ભષ્મ કરી દેવાનું એમને મન થયું. શ્રાપ આપીને એને માનવીમાંથી શ્વાન બનાવી દેવા એમની જીભ સળવળી પણ ખરી! પછી પુત્રના જ્ઞાન પર પિતાની કુચેષ્ટાનો દુષ્પ્રભાવ પડવાની બીકે ભાભાએ શ્રાપ આપવાનું માંડી વાળ્યું. વળી શેરીમાં જેટલા પણ શ્વાન હતા એ રાતે બિહામણા રુદન સ્વરો વહાવીને ભાભાની નિંદ્રામાં ખલેલ પહોંચાડતા હતા. એમાં એક પણ શ્વાનનો વધારો થાય એ ભાભાને પોસાય તેમ નહોતું."દુષ્ટ જાદવા..નીચ અને અધમ પાપી. તું તારી જીભડીને કાબુમાં રાખ. મારો ...Read More

4

મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 4

જાદવાએ બાબાનું અસલી રૂપ જોયું. અત્યારસુધી નીકળી રહેલા વિનંતીના સુર એકદમ આક્રમક બની ગયા. બાબો ક્યારનો જાદવભાઈ જાદવભાઈ કરતો પણ જાદવો એવા માનને લાયક હતો નહિ. શિષ્ટ ભાષાથી ટેવાયેલો નહોતો એટલે બાબા સાથે દલીલબાજીમાં ઉતર્યો.બાબાએ એને ગુંચવ્યો એટલે એણે મગજ ગુમાવ્યો હતો. બાબો પણ અસલ રૂપમાં પ્રગટ થયો હતો."તારી જાતના જાદવા..ક્યારનો સમજાવું છું તોય સમજતો નથી. તારે જાણવું જ છે ને? તો લે કહી દઉં કે તારા બાપનું છોલાવવા હું એ ખેતરમાં ગયો હતો. જા તારે જ્યાં ડૂચા મારવા હોય ત્યાં મારી દેજે. તારી વાત ગામમાં કોઈ માનશે તો ને! જા હાળા હાલતીનો થઈ જા.."બાબાએ જાદવાને ધક્કો મારીને ઘરની ...Read More

5

મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 5

સાંજે ચાર વાગ્યા પછી (રોંઢે) બાબો ટેમુનું એઇટી લઈ એની દુકાન તરફ જતો હતો. બરાબર એ વખતે ચંચો અને ટેમુને હુકમચંદ પાસે લઈ જવા જઈ રહ્યા હતા. બાબાએ ચંચાને પાછળથી ઓળખી લોધો. પણ ઓધો બહુ સંપર્કમાં આવ્યો નહોતો એટલે એ ઓળખાયો નહિ.બાબાએ એઇટીનું હોર્ન વગાડ્યું.એઇટી જેમણે ચલાવ્યું હશે એ લોકોને ખ્યાલ જ હશે કે સ્કુટરની કક્ષા કરતા પણ એ નીચી કક્ષાનું મોપેડ આવતું. એટલે હોર્ન પણ એ મુજબનો સાવ ધીમો વાગતો. ટીડીડીડીઈ ઈ ઈટ...ટીટ.. એટલો અવાજ તો માંડ એના હોર્નના ગળામાંથી નીકળતો. ગામડામાં એ હોર્ન વાગે કે ન વાગે, કોઈ ફરક પડતો નહિ. એટલે ટેમુએ એના એઇટીમાં એક્સ્ટ્રા હોર્ન ...Read More

6

મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 6

લાભુ રામાણી હજી કડેધડે હતા. પચાસ વટાવી ચુકેલું એમનું કલેવર હજી સ્ફૂર્તિમય હતું. ઉતાવળી અને ટટાર ચાલ, જાડા કાચના પાછળ ચકળવકળ થતી તીખી નજર, સુગંધી તેલ નાંખીને સુઘડ રીતે ઓળેલા વાળ, મોગરાની ખુશ્બુથી મઘમઘતા લીનન કોટનના શર્ટ પેન્ટ અને પગમાં લેટેસ્ટ સ્પોર્ટશૂઝ! ડો. લાભુ રામાણી શોખીન અને જીવનને જીવી લેનારો આદમી હતો. મોજીસ્તાનની આ સફરના પહેલા ભાગમાં આપણે આ લાભુ રામણીના કારનામાઓથી પરિચિત છીએ! ક્લિનિકની અંદર પાટ પર આંખો મીંચીને પડેલા ઓધાને જોઈ ડોક્ટરે નર્સ ચંપાને સવાલીયા નજરે જોઈ."એને બે પગ વચ્ચે કોઈ જનાવરે પાટુ મારેલ છે. કદાચ વૃષણ કોથળી પર વધુ વાગ્યું હોય તો એનો જીવ જોખમમાં હોય. ...Read More