MOJISTAN - SERIES 2 - Part 5 in Gujarati Comedy stories by bharat chaklashiya books and stories PDF | મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 5

Featured Books
Categories
Share

મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 5

સાંજે ચાર વાગ્યા પછી (રોંઢે) બાબો ટેમુનું એઇટી લઈ એની દુકાન તરફ જતો હતો. બરાબર એ વખતે ચંચો અને ઓધો ટેમુને હુકમચંદ પાસે લઈ જવા જઈ રહ્યા હતા. બાબાએ ચંચાને પાછળથી ઓળખી લોધો. પણ ઓધો બહુ સંપર્કમાં આવ્યો નહોતો એટલે એ ઓળખાયો નહિ.

બાબાએ એઇટીનું હોર્ન વગાડ્યું.

એઇટી જેમણે ચલાવ્યું હશે એ લોકોને ખ્યાલ જ હશે કે સ્કુટરની કક્ષા કરતા પણ એ નીચી કક્ષાનું મોપેડ આવતું. એટલે હોર્ન પણ એ મુજબનો સાવ ધીમો વાગતો. ટીડીડી

ડીઈ ઈ ઈટ...ટીટ.. એટલો અવાજ તો માંડ એના હોર્નના ગળામાંથી નીકળતો. ગામડામાં એ હોર્ન વાગે કે ન વાગે, કોઈ ફરક પડતો નહિ. એટલે ટેમુએ એના એઇટીમાં એક્સ્ટ્રા હોર્ન બેસાડેલો. જેનો અવાજ એકદમ મોટો હોવાથી કોઈની પાછળ જો અચાનક હોર્ન મારવામાં આવે તો હોર્નના 'ભોં.. ઉં...હપ..' એવા મોટા અવાજથી માણસ તો શું ભગા અરજણની ભગરી ભેંસ પણ ભડકીને ભાગતી! બાબાએ ચંચા અને ઓધાની વચ્ચે એઇટીનું આગળનું વહીલ ઘુસાડીને હોર્ન માર્યો.

   શાંતિથી વાતો કર્યે જતા ચંચો અને ઓધો એકાએક ભોંઓંપ..એવા અવાજથી ભડકયા. માણસનું શરીર તરત જ પ્રતિક્રિયા આપી દેતું હોય છે. હોર્નના અવાજ સાથે ઓધો અને ચંચો એકસાથે એઇટીથી દૂર હટવા ઠેકયા. 

 ગામની મેઈન બજારે હવે ગટર તો નહોતી વહેતી. કારણ કે તખુભાએ ભ્રષ્ટાચારની જવાબદારી પોતાના માથે લઈ ગટરને ભોંમાં ભંડારી દીધી હતી. પશવો એની પંખા વગરના વહીલવાળી સાઈકલ પર સવાર થઈને સામેથી આવી રહ્યો હતો. ઓધો એકાએક થયેલા હોર્નના અવાજથી ભડકીને 'ઈની બેંહને દવ' કરતોક ને પશવાની સાઈકલના આગળના વહીલ સાથે ભટકાયો. પશવાની સાઈકલનું આગળની પૈડું આવા જ કોઈ અકસ્માતની દિવસોથી રાહ જોતું હતું. કારણ કે હવા વગરના તૂટલા ટાયરને લઈ દોડવાનું હવે એને માફક આવી રહ્યું નહોતું. વારેવારે ક્યાંક ને ક્યાંક અથડાઈ કુટાઈને એ બેવડ વળી જતું હતું. એ આશાએ કે પશવો એને છોડી મૂકે તો ક્યાંક ભંગારના ડેલામાં અંતિમ શ્વાસ લઈ આ ફાની દુનિયા છોડી દેવાય. પણ પશવો એનો ઘાણ કાઢી રહ્યો હતો. ઓધો અથડાયો એટલે એ પૈડાંને ફરી એકવાર બેવડ વળી જવાનો મોકો મળ્યો. પશવાને પૂછ્યા વગર જ એ બેવડ વળીને આખી સાઈકલને જમીનદોસ્ત કરી બેઠું.

  પાછળ કેરિયર પર જુવાર ભરેલી પતરાની પેટી હતી. પશવો જુવાર દળાવવા જતો હતો. ઓધાની અથડામણને કારણે પશવો મોંભરીયા (મોઢા તરફ આગળના ભાગે લાંબા થઈને પડી જવું) પડ્યો. એ સાથે કેરિયર પર નકુંચા વગરની પેટીમાંથી જુવાર રસ્તા પર ઢોળાઈને ચારે તરફ ફેલાઈ. સાઈકલનું આગળનું વહીલ વળી ગયું હતું અને પશવાની બેઉ કોણીઓ એના મોઢાને બચાવવા જતા છોલાઈ.

  બાબાના ભોંઉંપને કારણે બીજી તરફ ઠેકેલો ચંચો એક દુકાનના ઓટલા પર ચડી ગયો. એ ઓટલા પર પાકા ચિભડા લઈને લાખો લબરમુછીયો બેઠો હતો. ચંચો ભડકીને જીવ બચાવવા ઓટલા પર ચડીને લાખાના ચિભડા પર ખાબક્યો. એ બધા પાકેલા ચિભડા માનવપેટમાં જવા થનગની રહેલા, પણ ચંચાએ પાકેલા ચિભડાના અરમાનો પર પગ ચાંપીને ચગદી નાંખ્યા. 

  એક નાના અમથા મોપેડના હોર્નના બજવાથી સર્જાયેલી અનહોની બાબાએ જોઈ. નજીકના ભવિષ્યમાં આવનારી ઉપાધિ ગળે ન વળગે એ હેતુસર બાબાએ બીજી જ પળે એઇટીને લીવર આપ્યું. પોતાના ચેપાઈ ગયેલા ચિભડાનો કાળો કકળાટ કરતો લબરમુછીયો લાખો,

ચિભડા ચેપીને લપસેલો ચંચો, આગળનું વહીલ વળી જવાથી મોંભરીયા પડેલો પશવો અને ઈની બેંહને દેવા માંગતો ઓધો! 

 બાબાને અદ્રશ્ય થતો અટકાવી ન શકેલા આ ચાર જણ હવે મેદાનમાં આવ્યા. કોને કોની સાથે શા માટે લડવાનું છે એની પ્રાથમિક માહિતી દરેકજણ પાસે હતી.

"તારી જાત્યના ઓધિયા, આંધળીનો

સો? તારી મા આવડી મોટી સાયકલ ને ઈની માથે બેઠેલો હું તન ભળાણો ચીમ નય? તારી ડોહી જાર ઢોળી નાંખી.. આ સાયકલનું મૌર્યનું પૈડું ગોટો વળી જયું..ને તારા ડોહાના બેય હાથ કોણીએથી સોલાય જ્યાં.." પશવાએ એને થયેલા નુક્સાનની પ્રાથમિક માહિતી ગાળી ગલોચ સાથે રજૂ કરી.

એની સમંતરે લખાએ એના ચિભડા મરણનું મરશિયું વહેતુ મુકયું, "એ મુવા સંસિયા..તારા ડોહા એંશીના કિલો હતા..હાવ સેપી નાયખા..હું તો ઓટલા ઉપર્ય મુવો'તો, મારા હાહરાનાનો ઠેકીને સિભડા સેપવા ઠેકડો મારીને આયો...લાવ્ય પાનસો રૂપિયા ઢીલા કર્ય..નકર આ દાતયડી હગ્ગી નય થાય.."

પશવાએ ઓધાનો કાંઠલો પકડ્યો. એ જોઈ લખાએ ચંચાના ગળે દાતરડી મૂકી. બજારમાં ગોકીરો મચ્યો. ઓધો કંઈ પશવાથી બીવે એમ નહોતો. પણ ચંચો ગળે મુકાયેલી દાતરડીથી ધ્રુઝતો હતો.

"અલ્યા તારા ડોહા કોકે વાંહે હોરન વગાડીયું ઈમાં હું ભડક્યો. કાંય જાણી જોયન તારી હાર્યે નથ ભટકાણો. રોડ સે તે એક્સિડન થાય ઇની બેંહને દવ ઈમાં તું કાંઠલો શીનો પકડે સે. મેકય મારો કાંઠલો નકર બે અડબોથ ભેગું ધૂળ સાટતું થય જાવું સો.." ઓધાએ હુંકાર કર્યો. 

"પેલા જારના ને સાયકલના પૈસા દે. નકર એક પાટા ભેગો પાડી દશ.." પશવાને પોતાના શરીરમાં દોડતી તાકત પર ભરોસો હતો.

  ઓધો સમજી ગયો કે પશવો ચમત્કાર વગર નમસ્કાર નહિ કરે. એટલે તરત એણે, 'તારી બેંહને દવ..

હમજશ હું મને હેં..એં..?" એમ ત્રાડ પાડીને પશવાને અડબોથ મારવા હાથ ઉગામ્યો. 

 બીજી જ પળે એના ધાર્યા બહાર બન્યું. પશવાએ ઓધાના બે પગ વચ્ચે પાટુ પ્રહાર કર્યો. એ સાથે જ એના કોલર પરથી ઓધાની  પકડ છૂટી ગઈ. ઓધો ગોટો વળીને ચેપાઈ ગયેલા ચિભડા પર બેસી પડ્યો. પણ પશવો એમ એને છોડે તેમ નહોતો.

"ઈમ બેહી જાસ અટલે તને હું મેકી દશ ઈમ? હાલ ઝટ રૂપિયા દે. પાંસ કિલો જાર હતી..ઈના ને આ સાયકલનું મોયલું વીલ વળી જયું સે ઈના પાંનસે દે. તારા ડોહાની કોણિયું સોલાય જય સે, ઈના પાનસે બીજા દે..નકર હમણે આંયને આંય પાડી દશ..તારી બેંહને દવ.."

ઓધાએ કણસતા કણસતા પાંચસો રૂપિયાની નોટ કાઢીને પશવાને આપી દીધી, "આલે તારી જેવું કોણ થાય. આતરે આટલા રાખ્ય. પસી હમજી લેશું. આમ કોકને પાટા નો મરાય. હાળા ઢોરના પેટના.."

''તે તું આંધળીનો હતો. ભાળતો નતો તારો ડોહો સાયકલ લયન આવે સે ઈ? ઢોરના પેટનો હું નય તું સો.." કહીને પશવો ઢોળાયેલી જાર પેટીમાં ભરવા લાગ્યો. આઠ દસ જણ ખેલ જોવા ભેગા પણ થઈ ગયેલા. એ લોકોએ સુ થિયું સુ થિયું એમ પૂછીને થાય એટલી માહિતી મેળવી. આ એક સીન સાથે સાથે જ લાખા લબરમુછિયાએ હજી દાતરડી ચંચાના ગળેથી હટાવી નહોતી. ઓધાએ પશવાને પાંચસો ગણી દીધા એ જોઈ લખો ઉત્સાહમાં આવ્યો, "તારી જાત્યના સંસિયા ઝટ કાઢ્ય પાનસે. નકર ડોકું વાઢી નાખહ. સિભડા કાંય મફત નથ આવતા.."

"અલ્યા વીહ પચ્ચી રૂપિયાના તારા મતીરા સાટું થયને તું જીવતા જાગતા માણહનું ગળું વાઢી નાંખીશ એમ? લે વાઢય તારે હુંય જોવ. તારી માને ધાવ્યો હો તો કર ઘા..." ચંચાએ લખાને પડકાર ફેંક્યો.

"ઈમ નય પણ મારા ચિભડા ઉપર્ય તેં ઠેકડો ચીમ માર્યો? આઘુ નો'તું મરાતું? હવે પૈસા દે નકર નય મુકું.." 

લખાએ દાતરડી ન મારવી પડે એનો વિકલ્પ આપતા કહ્યું.

"પૈસા દય દેત..પણ તેં ગળું વાઢી નાંખવાનું ચીમ કીધું? તું શું મનેય ચિભડું હમજશ? ના ના હવે તો મારે જોવું જ સે કે તું ચીમ ઝરતાં મારું ગળું વાઢસ.." ચાંચો રાડ પાડીને બોલ્યો.

  લખો હવે મુંજાયો. ચંચાના ગળે દાતરડું મુકતા તો મુકાઈ ગયું હતું. પણ મારવાની તો હિંમત નહોતી. એ જ વખતે એના ચિભડા પર બેસી પડેલા ઓધા પર એની નજર પડી. ચંચાના ગળેથી દાતરડું હટાવવાનું કારણ જડી જતા એ ઓધા તરફ દોડ્યો. અમથું પણ ચંચો કંઈ આપે તેમ નહોતો..

''એ..ઈ... ઓધિયા..ઉઠય ઉઠ્ય મારા સિભડા પરથી ઉભીનો થા. માથે ચીમ બેહી જ્યો.." કહી એ દોડીને ઓધા પાસે આવ્યો. ઓધાએ બંને હાથ બે પગ વચ્ચે દબાવી રાખ્યા હતા. એનાથી બોલાતું નહોતું.

"અલ્યા લખિયા..તારી સાયકલ રીક્ષા લય આવ્ય.. મને ઓલ્યા પશવાએ નાજુક જયગા પર પાટુ માર્યું સે. મને દવાખાને લય જા ભાય. તારા ચિભડાનો હિસાબ હું આપી દશ..જા ઝટ...!" 

  લખો ઓધાની પરિસ્થિતિ જોઈને સાયકલ રીક્ષા લેવા ભાગ્યો. ચંચો અને ભેગા થયેલા લોકોએ ઓધાને સંભાળ્યો. બાબો ભોંઉપ કરીને જતો રહ્યો હતો પણ ઓધાને ભોંઉંપ ભારે પડી ગયું હતું.

ચંચો પણ ઓધા પાસે દોડી આવ્યો. 

"કોણ હતો ઈવડો ઈ.. મારો હાળો આસાનક હોરન વગાડીને હાલતીનો થય જ્યો.. પશવા હાર્યે ભટકાણો ઈમાં મારું ધિયાન નો રિયું..ઇની બેંહને દવ.." ઓધાએ કણસતા કણસતા કહ્યું.

"એઇટી તો ટેમુંડાનું હતું લગભગ. બાબલા જેવું કોક હાંકતું'તું. પણ બાબલો તો ભણવા જ્યો સે. કદાસ આવ્યો હોય ને ટેમુડાનું એઇટી લયન નીકળ્યો હોય ઈમ બને. તને દવાખાને મેકીને હું તપાસ કરી જોવ. જો ઈ બાબલો હશે તો ભાભાને ફરિયાદ કરવી પડશે." ચંચાએ અંદાજ લગાવ્યો. ચંચાને ખબર નહોતી કે બાબો ગામ આવી ગયો છે.

થોડીવારે લખો એની સાઈકલ રીક્ષા લઈને આવ્યો. ઓધાને રીક્ષામાં ચડાવીને દવાખાને લઈ જવામાં આવ્યો. 

*

 લાભુ રામણી નિવૃત થઈ ગયા હતા. એમને આમ તો અમદાવાદ જ રહેવું હતું. પણ હુકમચંદ અને તખુભાએ આગ્રહ કરીને એમને રોકી લીધા હતા. નર્સ ચંપા એમની સેવામાં ખડે પગે રહેતી. દવાખાનામાં પણ લાભુ રામાણી સાથે એનું સહચર્ય હવે ગામને કોઠે પડી ગયું હતું. ઓધાને દવાખાને પહોંચાડવામાં આવ્યો ત્યારે નર્સ ચંપા અને કમ્પાઉન્ડર ઉગલો દર્દીઓને દવાઓ આપતા હતા. આ કમ્પાઉન્ડર ઉગલો હમણાંથી જ દવાખાનામાં જોડાયો હતો. દસ ધોરણ ભણેલો અને થોડી કોઠાસૂઝ હોવાથી એને દવાખાનાનું કામ ફાવી ગયું હતું. દવાઓની પડીકીઓ વાળવી, ગડગુમડ પર દવા લગાવીને પાટા બાંધવા વગેરે કામો એ કરી નાંખતો. તાવ, માથું, પેટના દુઃખાવા અને ઝાડા બંધની ટીકડીઓ એ જ આપી દેતો. આમ ઉગલો અડધો ફડધો ડોકટર જ હતો. ક્યારેક જરૂર પડે તો ઈન્જેક્શન પણ ઠબકારી દેતો.

ઓધો સાયકલ રીક્ષામાંથી માંડ માંડ ઉતર્યો. પહોળા પગે ચાલતો ચાલતો એ પગથિયાં ચડ્યો. ચંચાએ અને લખાએ એના હાથ પકડી રાખ્યા હતા. ઉગલો ઓધાની સ્થિતિ જોઈ સમજ્યો કે કેસ ગંભીર છે.

"બળધિયાએ બે પગ વસાળે પાટુ ઠોકયું લાગે સે. આ કેસ આંય રીપેર નય થાય. ગોળીયું ઘામાં આવી જય હશે તો અમદાવાદ લય જાવો પડશે.." ઉગલાએ ઓધાને જોઈને તરત નિદાન કર્યું.

"બળધિયાએ તો નય પણ બળધિયા જેવા જ ઓલ્યા પશવાએ પાટુ માર્યું.

સે ઈની બેંહને દવ. તું બવ ડોઢીનો થિયા વગર્ય કેસ લખ્ય.." ઓધાએ ખિજાઈને કહ્યું.

"ઈમ કેસ નો લખાય ભાય, તારો કેસ ગંભીર લાગે સે. નાજુક જગ્યા પર વાયગુ સે અટલે આંય સારવાર નય થાય. ઝટ મોટા દવાખાને વ્યો જા. ઓપરેશન કરવું પડશે ઈમ લાગે સે." 

ઉગલો ડોક્ટરની ગેરહાજરીમાં પોતાની જાતને ડોકટર જ સમજતો હતો.

"અલ્યા ભાય દાગતરને તો જોવા દે. તું કાંય ડોકટર નથી. હાલ આમ એકકોર્ય ખહ ને આને માલિકોર લેવા દે.." ચંચાએ કહ્યું.

નર્સ ચંપા દેકારો સાંભળી બહાર આવી. ઓધાને બે પગ વચ્ચે હાથ દબાવીને કણસતો જોઈ એણે કહ્યું,

"ઉગાભાઈ દર્દીને દુઃખાવો થતો લાગે છે. તું અંદર સુવડાવી દે હું તપાસ કરું છું.''

"પણ નર્સબોન આને તો બળધિયાએ

પાટુ મારેલું સે. ઈને તમે તપાસશો?"

"હા હા તપાસ કરવી પડશે. અંદર લઈ આવો ભાઈ, ટેબલ પર સુવડાવી દો." ચંપાએ કહ્યું.

ચંચાએ અને લાખાએ મળીને ઓધાને દવાખાનામાં લીધો. અંદરના ટેબલ પર એને સુવડાવીને એ બંને બહાર આવ્યા. નર્સ ચંપા ઓધાને તપાસવા અંદર ગઈ. ઓધો હજી બે પગ વચ્ચે હાથ દબાવીને પડ્યો હતો.

"લેંઘો ઉતારી નાખો.." ચંપાએ આંખ બંધ કરીને પડેલા ઓધાને કહ્યું.

 ઓધાએ આંખ ખોલી. નર્સ ચંપા એનેય ગમતી હતી. એ લેંઘો ઉતારવાનું કહી રહી હતી એ સાંભળી ઓધો એનું અડધું દુઃખ ભૂલી ગયો. પણ શરમને કારણે એ કંઈ બોલી શક્યો નહિ. ચંચો એ વખતે નર્સ ચંપાની પાછળ ડોકાયો.

"લે ઓધા તારે ઉતાર્ય લેંઘો ઈની બેંહને દવ..તારે તો પશવાના પાટામાં મેળ પડી જાહે.." કહીને ચંચો હસ્યો.

ચંચાની બેહૂદી વાત સાંભળીને ચંપાનો મગજ ગયો. પાછળ ફરીને એણે ચંચા સામે ડોળા કાઢ્યા..

"ઓ નાલાયક..તું શું સમજે છે મને હેં? હું નર્સ છું, ધંધાવાળી નથી સમજ્યો? તારી જેવા હલકટ માણસો આવું હલકું જ વિચારશે. ચાલ ભાગ અહીંથી..નહિતર બે તમાચા પડી જશે.." 

ચંચો તરત જ બહાર ભાગ્યો. ઓધો ચંપાને જોઈ બેઠો થઈ ગયો. ચંપા કંઈ બોલે એ પહેલાં ડો. લાભુ રામાણી દવાખાને આવી પહોંચ્યા.

(ક્રમશ:)