Quotes by Parmar Mayur in Bitesapp read free

Parmar Mayur

Parmar Mayur

@parmarmayur6557


🙏🙏કોઇપણ સંબંધનું ટકાઉપણું નો મુખ્ય પાયો વિશ્વાસ છે. વિશ્વાસ નાં પાયા ઉપર જ સંબંધ નામની સુંદર ઈમારતનું સર્જન થતું હોય છે.

કોઇપણ વ્યક્તિ પ્રત્યે પોતાનાપણું ની લાગણી ઉપજવી સ્વભાવગત આવેગ કે પછી વિચારપૂર્વકનું ખેંચાણ હોય શકે છે.

આ લાગણીનો આવેગ જ્યારે પરિપક્વતા નું રૂપ ધારણ કરે છે ત્યારે જ પ્રણય નામનું બીજ અંકુરિત થાય છે.

બે વ્યક્તિ પ્રત્યે પ્રેમભાવના છે,આ પ્રેમની ભાવના ટકાવી રાખવા માટે બન્ને વચ્ચે સૌથી જરૂરી પરિબળ હોય તો તે વિશ્વાસ છે. બંને વ્યક્તિઓ વચ્ચે જો વિશ્વાસ હશે તો સંબંધ આપો આપ ટકશે અને મજબૂત થશે.

કોઈ વ્યક્તિ પોતાની અંગત બાબતો, ઘટનાઓ તેમજ તેનાં વિચારો સામેની વ્યક્તિ સમક્ષ ત્યારે જ રજૂ કરે છે જ્યારે તેને તે વ્યક્તિ પ્રત્યે પૂર્ણ પણે વિશ્વાસ હોય છે.

કોઈ વ્યકિત જ્યારે આંખ મીંચીને આપણી પર વિશ્વાસ કર્યો હોય ત્યારે આપણી પણ ફરજ બન્ને છે કે તેની આંખો કાયમ માટે બંધ કરવા મજબૂર ના થાય. તે વ્યકિતનો આપણા પર જે વિશ્વાસ છે તેને સાચવી રાખવાની જવાબદારી આપણી થઈ પડે છે.

તે વ્યક્તિ સાથે કરેલો વિશ્વાસઘાત તેના માટે આઘાત લઈને આવે છે.તેનો આપણા પ્રત્યેનો લગાવ જ્યારે તેને ઘા આપી જાય છે ત્યારે તે હતાશ થઈ જાય, મનથી તુટી જાય અને ક્યારેક પોતાની જીંદગી પણ ટુંકાવી દે છે. વિશ્વાસઘાતનો આઘાત દરેક વ્યક્તિ સહન કરવા સક્ષમ હોતી નથી.

કોઇપણ વ્યક્તિ આપણી સાથેના કોઈપણ સંબંધો માં ડર ના અનુભવે કે તેને કોઈ પણ પ્રકારનો અપરાધભાવ કે શરમ સંકોચ ના રહે તો ખરેખર આપણે તે વ્યકિતની વિશ્વસનીયતા નાં માપદંડમાં ખરાં ઉતર્યા છે.તેની વિશ્વસનીયતા કેળવી છે. તો તેને ટકાવી રાખવા માટે હંમેશા તત્પર રહેવું પડે છે.

કોઈ વ્યક્તિ આપણી પર વિશ્વાસ મુકે છે તેનો મતલબ એમ થાય કે તેનો શ્વાસ આપણા ભરોસે મુકે છે અને કોઈનો શ્વાસ છીનવી હત્યા કરવી સારા માણસોને શોભે નહીં.🦚🦚

Read More

🙏🙏દુનિયા રંગોની પણ કેવી અજબ-ગજબ છે. ભિન્ન ભિન્ન રંગોનો માણસ જ રંગબેરંગી છે.

કોઈ સમય આવે અસલી રંગ બતાવી, કોઈની દુનિયા રંગહીન બનાવી દે છે.

તો કોઈ કોઈની નિરસ રંગહીન જીંદગીમાં ખુશીનાં રંગો ભરી, તેની દુનિયા રંગીન બનાવી દે છે.

શૈશવ રંગ, યૌવન રંગ ભળે સાથ ભક્તિ રંગ તો ખુદની દુનિયા રંગીન બનાવી જાય છે.🦚🦚

🎨National colour day 🎨

- Parmar Mayur

Read More

🙏🙏શિયાળામાં 'તાપણાં' ની હુંફ અને મુશ્કેલીમાં આપણાંની હુંફ તાજગી અને જુસ્સો જ આપે છે.

- Parmar Mayur

🙏🙏મુજને યુવાની અને ઘડપણ કરતાં પણ પ્યારું મને મારું "બાળપણ" લાગે છે.

ના કોઈ ચિંતા,ના કોઈ દુઃખ, હળવું હાસ્ય ને 'જીવન કેટલું સરળ' લાગે છે.

બધા સાથે રમવાની તાલાવેલી, કોઈ ના નાતજાત કે ઊંચનીચ ના 'ભેદભાવ' લાગે છે.

તે મિત્રો,તે રમતો, પ્યારું ભોળપણ મારા 'બાળપણની યાદોં' મને જન્નતની જીંદગી લાગે છે.🦚🦚

👶🏻World children day 👶🏻

- Parmar Mayur

Read More

🙏🙏પુરુષ એટલે હિમાલય જેવો ભાર હોય છતાં પણ કપાસના ફુલ જેવું હળવુંફૂલ વ્યક્તિત્વ.🦚🦚

👬International men's day 👬

- Parmar Mayur

🙏🙏આખો દિન સુરજ ફરી ફરીને, સંધ્યા તુજને મળવા, શાંત કલેજે સાગર પાસે આવ્યો રે.

ઘડી બે ઘડી મળી ચાલ્યો, તારી આંખોમાં આંસુડાં ની રતાશ, નભમાં મેં તો ભાળી રે,

થોડી ક્ષણોનું મિલન પછી જુદાઈ ની અઢળક પળો ની પ્રતિક્ષા મળી રે,

સંધ્યા સુરજને કહે; પ્રણય મારો તુજ પ્રત્યે સત્ય, પછી ભલે મિલન વચ્ચે રાત આખી નડી રે.🦚🦚

- Parmar Mayur

Read More

🙏🙏કોઈની જીંદગીમાં "મીઠાશ" લાવવા માટે ચામાં જે રીતે ખાંડ આંગળે એમ આંગળી જવું પડે છે.🦚🦚
- Parmar Mayur

🙏🙏માળિયામાં પેટીમાં પડેલું સ્વેટર મંદ-મંદ હસી રહ્યું હતું.
માનવ ધ્રુજતો જેટલો વધું એટલો મારી પાસે આવી રહ્યો હતો.

એક સમયે ગરજ મટી ત્યારે દુર હડસેલી દીધેલાં અમને.
હવે જરુરત પડે ગળે લગાડી રહ્યા સંબંધીની જેમ અમને.

સમયનું ચક્ર અટકે ક્યાં? સમયના રથનું પૈડું ભ્રમણ કરતું રહે છે.
સ્વેટર કહે કાલે સમય તારો હતોં, મારો સમય આવી રહ્યો છે.🦚🦚

- Parmar Mayur

Read More

નદી વહેતી,
ગિરિ થી સિંધુ, શ્રધ્ધા,
મળશે મને.

બીજ રોપાયું,
વિશ્વાસનું વૃક્ષની
આયુ પામશે.

ભમરો કેદ
પંકજ ખીલશે જ
વિશ્વાસ ઘણો.

નજર મળી,
આંખ ઢળી વિશ્વાસે.
પ્રણય વધે.

- Parmar Mayur

Read More

🙏🙏ઈશ્વર ફરી મળે "ઈરછા" પુરી કરવા તો હું બાળક બનવા માંગુ છું,

હે હરિ હૈયે હરખથી 'વસાવી' તુજને મારામાં સમાવવા માગું છું.

મેં અનુભવ્યું છે કે તું ક્યાં આજકાલ વસે 'મંદિર કે મસ્જિદમાં'.

તારા દર્શન કરવા હોય ધરા પર તો તું વસે 'નાના બાળકનાં' હ્રદયમાં.🦚🦚

👶🏻Happy Children's day 👶

- Parmar Mayur

Read More