*મને ગર્વ છે કે, હું ગુજરાતી છું*
ગુજરાત સ્થાપના દિવસની શુભકામનાઓ..
દુનિયાના સૌથી વધારે શાકાહારી લોકો ગુજરાતમાં છે. 👍
અંગ્રેજી ભલે ના આવડતું હોય, પણ અંગેજી જાણતા ગુલામો (MBA) ને નોકરીએ રાખે..
દુનિયાના કોઈ પણ ખુણા માં તમને ગુજરાતી મળી જાય..
તમને દુનિયાના કોઈ પણ food cuisine અહી મળી જાય (maxican, Chinese, Thai, Italian.. you just name it) *પણ એ પણ એના ગુજરાતી version મા* 😀
ખાવાના શોખીન પણ (પીવાના શોખીન છે એવો દેખાડો કરવાના પણ શોખીન)
ઝગડો થાય તો મન માં પ્રાર્થના કરે કે, કોઈ છોડાવવા આવે તો સારું.. 😀 અને સામે વાળો જતો રહે પછી એને શૂરાતન ચડે..
આમ પાછો કોઈનાથી પણ ડરે નહી (પત્ની સિવાય)
જીમમાં રોલા પાડવા જાય અને જીમની બહાર નીકળી નાસ્તા ઝાપટી જાય..
સલાહ આપવામાં નબર ૧...
પ્રેમાળ, લાગણીશીલ અને પરગજુ, એ ગુજરાતીઓ ની ખાસિયત છે..
બકા, બાપુ, એ એના સંબોધન મા આવી જ જાય..
બધાને ભાઈ કહીને બોલાવે , પણ હવે છોકરીઓ ને બહેન કહેવાનું બંધ કરી, મેડમ કહીને બોલાવે છે..😛
ફરવાના શોખીન, ક્યાંય પણ જાઓ તમને gujrati tourist તો મળી જ જાય.. અને ફરવા કરતા પણ ફોટો પડાવવાના શોખીન..
આવા મારા બધા જ ગુજરાતી ભાઈ - બહેનોને ગુજરાત સ્થાપના દિવસની શુભકામનાઓ.. 👍
#priten 'screation