કચ્છની કેશર કેરી
કહે નર કચ્છની કેશર કેરી જેવી કોઈ કેરી નહીં,
રંગ સોનાનો, સ્વાદ અમૃત જેવો,એનો મોલ નહીં
દેખાડે રૂપ અનોખું, મીઠાશ ભરપુર એવી
ખાઓ તો જાણો આ કેરીની મહેંક કેવી
ગરમીની ઋતુમાં આવે છે આ અમૃત મહેમાન,
ખાવા ક્યારે મળે એજ રહે દિલમાં એક અરમાન.
કચ્છના ખમીરવંતા ખેડૂતોનો ગૌરવ અપાવતી
દેશ-વિદેશમાં કચ્છની મિઠાસને ખ્યાતિ અપાવી
જો ખાવાનું મળે તો ગણી લેજો દિવસ ખાસ,
નર કચ્છની કેશર કેરી ખાવાની બધાને આસ.
#Mango
🙏🏻