Quotes by Umakant in Bitesapp read free

Umakant

Umakant Matrubharti Verified

@umakantmehta.871700
(556)

A true relationship
is having someone,
who accepts your past,
support your present,
love you and encourages
Your future.
🙏🏻

કર્મનકી ગત ન્યારી
ઓધવજી કર્મનકી ગત ન્યારી,
દેખો બત હ્રદયમેં વીચારી,
ઓધવજી કર્મનકી ગત ન્યારી. એ ટેક

નીર્મળ નીરકા નાના સરોવર,
સમુદ્ર હો રહી ખારી,
બગલેકું બહોત રૂપ દીઆ હય,
કોયલ કર દીની કારી. ઓ૦ ૧

સુંદર લોચન મૃગકું દીઆ હય,
બન બન ફીરત દુ:ખારી;
મૂરખ રાજા રાજ કરત હે,
પંડિત ભયેહે ભીખારી. ઓ૦ ૨

વેશ્યાકું પાટ પિતાંબર પેરન,
સતીયનકું નહીં સારી;
સુંદર નાર વાંઝણ કર ડારી,
ભુંડણ જણ જણ હારી. ઓ૦ ૩

સુમકું અન ધન બહોત દીયો હે,
દાતા કું ન મળે જુઆરી;
મીરાં કહે પ્રભુ ગીરધરના ગુણ,
ચરન કમલ બલીહારી. ઓ૦ ૪
🙏🏻

Read More

ઓળખો તો ઔષધ.
ડાયાબિટિસ -મધુપ્રમેહ:-

કુમળા કારેલાનાં નાના કટકા કરી છાંયડામાં સૂકવી
ભૂકી કરી (પાવડર કરી) સવાર-સાંજ લેવાથી
ડાયાબિટિસ (મધુપ્રમેહ) મટે છે.
🙏

Read More

રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં
વ્હેતું ના મેલો, ઘનશ્યામ!
સાંજ ને સવાર નિત નિંદા કરે છે
ઘેલું ઘેલું રે ગોકુળિયું ગામ!

વણગૂથ્યા કેશ અને અણઆંજી
આંખડી કે ખાલી બેડાની કરે વાત;
લોકો કરે છે શાને દિવસ ને રાતડી
મારા મોહનની પંચાત.
વળી વળી નીરખે છે કુંજગલીઃ
પૂછે છે, કેમ અલી?
ક્યાં ગઇ તી આમ?
રાધાનું નામ તમે…

કોણે મૂક્યુ રે તારે અંબોડે ફૂલ
એની પૂછી પૂછીને લિયે ગંધ;
વહે અંતરની વાત એ તો
આંખ્યુની ભૂલ જો કે
હોઠોની પાંખડીઓ બંધ
મારે મોંએથી ચહે
સાંભળવા સાહેલી
માધવનું મધમીઠું નામ;
રાધાનું નામ તમે…

કવિ શ્રી સુરેશ દલાલના
અવાજમાં એમની રચનાઓ
અહીંથી ડાઉનલોડ કરી શકો છો.
🙏🏻

Read More

ब्याज भरती है
उम्र भर आँखें
इश्क़ ऐसा…..
उधार होता है

સંગ ની અસર

सन्तप्तायसि संस्थितस्य पयसौ नामापि न ज्ञायते मुक्ताकारतया तदेव नलिनीपत्रे स्थितं राजते |

स्वात्यां सागरशूक्तिमध्यपतितं सन्मौक्तिकं जायते प्रायेणाधममध्यमोक्तम गुण: संसर्गतो जायते ||

તપી રહેલ લોઢા ઉપર જળ બિંદુ ટકતું નથી, જ્યારે કમળ પત્ર ઉપર મોતીનો આકાર ધારણ કરી લે છે. તથા સ્વાતિ નક્ષત્રમાં સમુદ્રના છીપલામાં પડેલ એ ટીપું મોતી બની જાય છે. નીચ, મધ્યમ અને ઉત્તમ સંગથી આવા ગુણો બને છે.

[शतबोध शतक – 16]

Read More

ઓળખો તો ઔષધ.
ભૂખ:-

દિવસમાં બે વાર અર્ધી ચમચી અજમો
ચાવીને ખાવાથી ભૂખ ઉઘડે છે.
🙏

પરમાત્માનો સ્વયં પ્રકાશ જ સર્વ પ્રકાશિત કરે છે.
न तत्र सूर्यो भाति न चन्द्रतारकं नेमा विध्युतो भान्ति कुतोSयमग्नि: |

तमेव भान्तमनुभाति सर्वं तस्य भासा सर्वमिदं विभाति ||

ત્યાં સૂર્ય ચમકતા નથી કે ના ચંદ્ર કે તારાગણ પ્રકાશમાન છે. આ વીજળી પણ નથી ચમકતી તો તો ત્યાં અગ્નિ કેવી રીતે પ્રકાશ આપી શકે? એ (પરમાત્મા) ના પ્રકાશથી જ સર્વ પ્રકાશિત છે.
🙏🏻

Read More

મોરપિચ્છની રજાઈ ઓઢી
તમે સૂઓને શ્યામ
અમને થાય પછી આરામ….૧

મુરલીના સૂરનાં ઓશીકાં
રાખો અડખે-પડખે
તમે નીંદમાં કેવા લાગો
જોવા ને જીવ વલખે
રાત પછી તો રાતરાણી થઇ
મ્હેકી ઊઠે આમ….૨

અમે તમારા સપનામાં તો
નક્કી જ આવી ચડાશું
આંખ ખોલીને જોશો ત્યારે
અમે જ નજરે પડશું
નિદ્રા-તંદ્રા-જાગૃતિમાં
ઝળહળભર્યો દમામ….૩
– સુરેશ દલાલ
🙏🏻

Read More

आया ख़याल तो
आकर कभी नहीं
गया
वो शख़्स दिल में बस गया
बाहर नहीं गया
💕
मीलों की दूरी लांघ
कर नदिया चली गई
नदियाँ से मिलने को
कभी सागर नहीं
गया
💪

Read More